પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં તસ્કર ટોળકી સોસાયટી વિસ્તારોમાં દિન-પ્રતિદિન ચોરીને અંજામ આપતી હોવાની વ્યાપક બુમોના કારણે લોકોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે. ત્યારે સોસાયટીના સ્થાનિક રહીશોએ તસ્કરોના તરખાટના કારણે સ્વેચ્છાએ પોતાના ઘર આગળ પહેરેદારી
.
શહેરના બામરોલી રોડ પરની અંતરીયાળ સોસાયટી વિસ્તારોમાં તસ્કરો નાની મોટી ચોરીને અંજામ આપી તરખાટ મચાવતાં હોવાથી શહેરીજનો અસુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા સ્વેચ્છાએ પોતાના વિસ્તારોમાં લાકડીઓ સહિતના હથિયારો લઈને જાતે રાત્રી ચોકીદારી કરવામા આવી રહી છે.