ઉત્તરપ્રદેશ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉત્તરપ્રદેશ સરકારે યુપી મદરેસા બોર્ડ એજ્યુકેશન એક્ટ 2004 લાગુ કર્યો હતો. રાજ્ય સરકારે 2022માં મદરેસાઓનો સર્વે પણ કર્યો હતો.
યુપી મદરેસા એજ્યુકેશન બોર્ડ એક્ટ 2004 પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે મદરેસા એક્ટની માન્યતા યથાવત રાખી છે. આ સાથે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો.
ખરેખરમાં, આ પહેલા 5 એપ્રિલ, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે મદરસા એક્ટને ગેરબંધારણીય જાહેર કરતા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. કેન્દ્ર અને યુપી સરકાર પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો હતો.
22 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઈકોર્ટના નિર્ણયથી 17 લાખ વિદ્યાર્થીઓને અસર થશે. વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની સૂચના આપવી તે યોગ્ય નથી. દેશમાં ધાર્મિક શિક્ષણ ક્યારેય અભિશાપ રહ્યું નથી. બિનસાંપ્રદાયિકતા એટલે જીવો અને જીવવા દો.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે 22 ઓક્ટોબરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મદરેસા અઝીઝિયા ઈજાજુતુલ ઉલૂમના મેનેજર અંજુમ કાદરી અને અન્યોએ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
હાઈકોર્ટે કહ્યું હતું કે વિવિધ ધર્મના બાળકો સાથે ભેદભાવ કરી શકાય નહીં
22 માર્ચે હાઈકોર્ટની લખનૌ બેન્ચે 86 પાનાનો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે વિવિધ ધર્મના બાળકો સાથે ભેદભાવ કરી શકાય નહીં. તેમને ધર્મના આધારે વિવિધ પ્રકારનું શિક્ષણ આપી શકાય નહીં. જો આમ કરવામાં આવશે તો તે બિનસાંપ્રદાયિકતાનું ઉલ્લંઘન હશે. આ સાથે યુપી સરકારને એક સ્કીમ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું, જેથી મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને ઔપચારિક શિક્ષણ વ્યવસ્થામાં સામેલ કરી શકાય.
2012માં પ્રથમ વખત આ કાયદા વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી
મદરેસા એક્ટ વિરુદ્ધ પહેલી અરજી 2012માં દારુલ ઉલૂમ વાસિયા મદરેસાના મેનેજર સિરાજુલ હક દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ 2014માં લખનૌના લઘુમતી કલ્યાણ સચિવ અબ્દુલ અઝીઝે અને 2019માં લખનૌના મોહમ્મદ જાવેદે અરજી કરી હતી.
આ પછી 2020માં રૈજુલ મુસ્તફાએ બે અરજી કરી હતી. અંશુમાન સિંહ રાઠોડે 2023માં અરજીકરી હતી. બધી અરજીઓમાં બાબતો સમાન હતી. તેથી હાઈકોર્ટે તમામ અરજીઓને મર્જ કરી હતી.
સર્વે કેમ કરવામાં આવ્યો?
યુપી સરકારને સામાજિક સંસ્થાઓ અને સુરક્ષા એજન્સીઓ તરફથી ઈનપુટ મળ્યા હતા કે મદરેસાઓ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી છે. તેના આધારે ઉત્તર પ્રદેશ કાઉન્સિલ અને લઘુમતી મંત્રીએ સર્વે કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી દરેક જિલ્લામાં 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી. જેમાં જિલ્લા લઘુમતી અધિકારી અને જિલ્લા શાળા નિરીક્ષકનો સામેલ હતા.
આ પછી, 10 સપ્ટેમ્બર 2022 થી 15 નવેમ્બર 2022 સુધી મદરેસાઓનો સર્વે કરવામાં આવ્યો. આ સમય મર્યાદા બાદમાં 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. આ સર્વેમાં રાજ્યમાં લગભગ 8441 મદરેસાઓ મળી આવી હતી જેને માન્યતા મળી નથી. મુરાદાબાદમાં સૌથી વધુ 550 માન્યતા વીનાની મદરેસાઓ મળી આવી હતી. આ પછી સિદ્ધાર્થનગરમાં 525 મદરેસા, બહરાઈચમાં 500 અને બસ્તીમાં 350 મદરેસાઓ માન્યતા વીનાની મળી આવી હતી.
રાજધાની લખનૌમાં 100 મદરેસાઓને માન્યતા મળી નથી. આ સિવાય પ્રયાગરાજ-માઉમાં 90 મદરેસા, આઝમગઢમાં 132 અને કાનપુરમાં 85 મદરેસા માન્યતા વીનાની મળી આવી હતી.
સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં 15 હજાર 613 માન્ય મદરેસા છે. ઓક્ટોબર 2023માં યુપી સરકારે મદરેસાઓની તપાસ માટે SITની રચના કરી હતી. SIT મદરેસાઓને વિદેશી ભંડોળની તપાસ કરી રહી છે.
શું છે યુપી મદરસા બોર્ડ કાયદો?
યુપી મદરસા બોર્ડ એજ્યુકેશન એક્ટ 2004 એ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કાયદો હતો. જે રાજ્યમાં મદરેસાઓની શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે બનાવવામાં આવી હતી. આ કાયદા હેઠળ, જો મદરેસાઓ લઘુત્તમ ધોરણોને પૂર્ણ કરશે તો બોર્ડ તરફથી માન્યતા પ્રાપ્ત થશે.
મદરસા એક્ટનો ઉદ્દેશ
યુપી મદરેસા બોર્ડ એજ્યુકેશન એક્ટનો ઉદ્દેશ્ય મદરેસામાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને તેમને આધુનિક શિક્ષણ વ્યવસ્થા સાથે સાંકળવાનો છે. આ ઉપરાંત, તેનો હેતુ વિદ્યાર્થીઓને રોજગારીની વધુ સારી તકો પૂરી પાડવાનો પણ છે. જો કે આ કાયદાનો વિરોધ પણ થઈ રહ્યો છે. કેટલાક લોકો માને છે કે આ કાયદો મદરેસાઓને બિનસાંપ્રદાયિક શિક્ષણ આપતા અટકાવે છે.