મુંબઈ14 મિનિટ પેહલા
- કૉપી લિંક
સરકારે સોમવારે કહ્યું કે મંજુરી મળ્યા બાદ ફ્લાઇટમાં મુસાફરો વાઇ-ફાઇ દ્વારા ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી શકશે. વિમાન ઈન્ડિયન એર સ્પેસમાં 3,000 મીટરની ઉંચાઈએ પહોંચ્યા પછી ઇલેક્ટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.
સરકાર તરફથી આ સ્પષ્ટતા નવા ફ્લાઇટ એન્ડ મેરીટાઇમ કનેક્ટિવિટી (અમેન્ડમેન્ટ) નિયમો, 2024 હેઠળ આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન મુજબ હવે હવાઈ મુસાફરો ફ્લાઈટ દરમિયાન wifiથી ઈન્ટરનેટ સેવા મેળવી શકશે. જો કે, ફ્લાઇટ દરમિયાન મુસાફરો 3 હજાર મીટરની ઉંચાઈએ પહોંચ્યા પછી જ Wi-Fi દ્વારા ઇન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરી શકશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી ગ્રાઉન્ડ ટેલિકોમ સેવાઓમાં કોઈ વિક્ષેપ ન આવે. ભારત સરકારનો આ આદેશ માત્ર ઈન્ડિયન એર સ્પેસમાં હવાઈ મુસાફરો માટે માન્ય છે..
હવે નવા નિયમ મુજબ, આ ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ Wi-Fi દ્વારા ઇન્ટરનેટ સેવા ત્યારે જ આપવામાં આવશે જ્યારે ઇલેક્ટ્રોનિક ડિવાઈસોના ઉપયોગની મંજૂરી આપશે.
કેપ્ટનને ફ્લાઇટમાં Wi-Fi ચાલુ કે બંધ કરવાનો અધિકાર છે
ફ્લાઇટ કેપ્ટન પાસે Wi-Fi ચાલુ અથવા બંધ કરવાનો અધિકાર હશે. તેમજ જ્યારે એરક્રાફ્ટ સ્ટેબલ સ્પીડ પર હશે ત્યારે જ Wi-Fi ચાલુ રહેશે. તેમજ, તેને ટેક-ઓફ અથવા લેન્ડિંગ દરમિયાન બંધ રાખવું પડશે.
મંજુરી મળ્યા બાદ ફ્લાઇટમાં મુસાફરો વાઇ-ફાઇ દ્વારા ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી શકશે.
ઉડ્ડયન ક્ષેત્રમાં ઈન્ડિગોનો હિસ્સો સૌથી વધુ છે
ઑગસ્ટ 2024ના ડેટા અનુસાર, ઉડ્ડયન ક્ષેત્રમાં 62.4% હિસ્સા સાથે ઇન્ડિગો દેશની સૌથી મોટી એરલાઇન છે. જ્યારે, એર ઈન્ડિયા બીજા સ્થાને, વિસ્તારા ત્રીજા સ્થાને અને AIX કનેક્ટ ચોથા સ્થાને છે.