ભરૂચ એસટી વિભાગે દિવાળી અને નવાવર્ષે સુરત અને ભરૂચ વિભાગ માટે અંદાજીત 230 એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કર્યું હતું. જેમાં વિભાગને ગયા વર્ષ કરતાં પાંચ લાખની વધારાની આવક થઈ છે. કુલ 13 હજાર મુસાફરોએ મુસાફરી કરી હતી.
.
27 થી 30 સુધી એકસ્ટ્રા ટ્રીપોનું આયોજન ભરૂચ જિલ્લામાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં મોટી સંખ્યામાં બહારગામથી કામ ધંધા અને નોકરી અર્થે લોકો અહીંયા વસવાટ કરે છે પરતું જ્યારે તહેવારોનો સમય હોય ત્યારે લોકો મોટી સંખ્યામાં પોતાના વતનોમાં તહેવારો ઉજવવા માટે જતાં હોય છે. જેને લઈને ભરૂચ એસટી વિભાગ દ્વારા પણ દર વર્ષે દિવાળી અને નવાવર્ષ નિમિત્તે એકસ્ટ્રા ટ્રીપોનું સુચારુ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ એસટી વિભાગ દ્વારા 27 થી 30 તારીખ સુધી ચાર દિવસ દાહોદ, ગોધરા, પંચમહાલ સુધીના શ્રમયોગીઓને પોતાના વતન પહોંચાડવા માટે એકસ્ટ્રા ટ્રીપોનું આયોજન કરાયું હતું.
એસટીને ગયા વર્ષ કરતા 5 લાખ વધારે આવક આ અંગે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાને ચાર દિવસ સુધીમાં એસટી વિભાગને થયેલી આવક બાબતે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભરૂચ એસટી વિભાગ અને સુરત વિભાગને ફાળવેલી એકસ્ટ્રા બસો મુજબ જોઈએ તો ભરૂચ ડીવીઝનની આયોજન કરેલી 230 એકસ્ટ્રા બસોમાં 13 હજાર મુસાફરોએ મુસાફરી કરતા અંદાજીત 45 લાખની આવક થઈ છે. ગયા વર્ષે વિભાગમાં 12 હજાર મુસાફરોએ મુસાફરી કરતા 40 લાખની આવક થઈ હતી જેની સામે આ વર્ષે પાંચ લાખનો વધારો થયો છે.