વડોદરા શહેરમાં દિવાળીની રાત્રે ઇલોરા પાર્કમાંથી પૂરઝડપે પસાર થતી કાર પલટી હતી તેથી કારમાં સવાર ચાલક સહિત ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી. પોલીસ તપાસમાં ચારેય યુવાનો નશો કરેલી હાલત હોવાથી અને કારમાંથી એક વિદેશી શરાબની એક બોટલ મળી આવી હતી તેથી ચારેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈલોરાપાર્ક વિસ્તારમાં દિવાળીની રાત્રિના સમયે કાર ચાલકે પુર ઝડપે કાર ચલાવી હતી તેને કારણે કાર પલટી ગઈ હતી. જેમાં ચાલક અને ગાડીમાં સવાર ત્રણેય ઇસમોને બીજા પહોંચી હતી. તેની વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચારેય ઈસમોની ઘરપકડ કરી હતી. જેમાં ફાલ્ગુન સતિષ રાઠોડ રહે.ઈ/72 જયનિધિ ટાઉનશીપ દિવાલીપુરા વડોદરા, રોહન રાકેશસિંહ કુસ્વાહ રહે..૮૫ દર્શનમ 99 વીલા સમા સાવલી રોડ વડોદરા, કાર ચાલક રાહુલ રાકેશસિંહ કુસ્વાહા રહે..૮૫ દર્શનમ 99 વીલા સમા સાવલી રોડ વડોદરા અને કાર માલિક આકાશ ઈશ્વર વસાવા રહે.બી/02 કુંજ સોસાયટી બાપુની દરગાહ સામે ગોરવા વડોદરાનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1 બોટલ મળી આવી હતી. તેથી ચારેય સામે દારૂનો નશો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યારે અન્ય એક બનાવમાં વડોદરાના અકોટા ગાય સર્કલથી અકોટા બ્રિજ પસાર થતી પ્રાઇવેટ બસ અને પોલીસની પીસીઆર વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કોઈ જાનહાની થઈ ન હતી.