33 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
શેરબજારમાં મંગળવારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ, નિફટીમાં ઉછાળે આંચકા છતાં આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વધારો થયો હતો. સેન્સેક્સ 694 પોઈન્ટના ઉછાળા સાથે 79476 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 179 પોઈન્ટના ઉછાળા સાથે 24293 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 780 પોઈન્ટના ઉછાળા સાથે 52333 પોઈન્ટના સ્તરે બંધ થયો.
લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ શેરોમાં અવિરત ખરીદી કરતાં અને ખાસ સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ થકી રિટેલ રોકાણકારોની હિસ્સેદારી મ્યુચ્યુઅલ ફંડોમાં વધતાં આ ફંડોના શેરોમાં મોટાપાયે રોકાણના પરિણામે તેજી જોવા મળી હતી. જે ઘટયામથાળે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટી ખરીદી કરતાં અને કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ શેરોમાં પસંદગીની ખરીદીએ બજારે આજે યુ-ટર્ન લીધો હતો. બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ આક્રમક તેજી કરી હતી. ફાઈનાન્શિયલ સર્વિસિઝ શેરોમાં ફંડોની આજે આક્રમક ખરીદી રહી હતી. કેપિટલ ગુડઝ, પાવર શેરોમાં પણ ફંડોની આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ થયું હતું.
ભારતીય શેરબજાર માર્કેટ વિક્રમ સંવત 2080 શાનદાર રહ્યું હતુ. જોકે વર્ષનો છેલ્લો મહિનો ખૂબ જ ભારે અને ખરાબ રહ્યો હતો. ઉંચા વેલ્યુએશનના ભારણ પર વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિ અને મોંઘવારીના જોરે ભારતીય શેરબજારને નીચે ધકેલ્યા હતા. ઓક્ટોબર વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીનો સામનો સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ કર્યો છે. ડીઆઈઆઈ એટલેકે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સંવત 2080 દરમિયાન ભારતીય ઇક્વિટીમાં વિક્રમી રૂ.4.6 લાખ કરોડનું રોકાણ કર્યું છે. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં એચડીએફસી એએમસી,ટીસીએસ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટીવીએસ મોટર્સ,એચસીએલ ટેકનોલોજી,સન ફાર્મા,ટાટા કોમ્યુનિકેશન,લાર્સેન,મુથૂટ ફાઈનાન્સ,એચડીએફસી બેન્ક,ઓબેરોઈ રીયાલીટી,કોટક મહિન્દ્રા બેન્ક,અદાણી એન્ટર.,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ડીવીસ લેબ,ઈન્ડીગો,વોલ્ટાસ,ભારત ફોર્જ, કોલ્પાલ,લ્યુપીન,એસીસી,ગ્લેનમાર્ક ફાર્મા,એસબીઆઈ લાઈફ જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4058 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1471 અને વધનારની સંખ્યા 2478 રહી હતી, 109 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 191 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 411 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24293 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24373 પોઇન્ટના પ્રથમ અને 24404 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24202 પોઇન્ટથી 24088 પોઇન્ટ, 24008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52333 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 52606 પોઇન્ટના પ્રથમ અને 52676 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52180 પોઇન્ટથી 52008 પોઇન્ટ, 51808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 52676 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ એચસીએલ ટેકનોલોજી ( 1778 ) :- એચસીએલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1755 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1727 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1797 થી રૂ.1808 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1820 ઉપર તેજી તરફી ધ્યાન…!! કોટક મહિન્દ્રા બેન્ક ( 1763 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1744 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1727 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1783 થી રૂ.1790 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!! લ્યુપીન લીમીટેડ ( 2185 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.2208 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2167 થી રૂ.2140 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2230 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!! ઓબેરોઈ રીયાલીટી ( 1999 ) :- રૂ.2034 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2047 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1970 થી રૂ.1947 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2060 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, સંવત 2080ની શેરોમાં ઐતિહાસિક તેજી બાદ છેલ્લા એક મહિનામાં મોટા કરેકશન સાથે વિદાય થઈ રહી છે. ઘણા શેરોમાં રોકાણકારોને રેકોર્ડ વળતર છૂટયા બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ઓકટોબર મહિનામાં અત્યાર સુધીમાં રૂ.1,00,256 કરોડ જેટલી જંગી ચોખ્ખી વેચવાલીના પરિણામે આવેલા કરેકશને મોટું ધોવાણ નોતર્યું છે. રોકાણકારોની સંપતિમાં 25 દિવસમાં જ રૂ.34.37 લાખ કરોડનું ધોવાણ થયું છે. વિદેશી ફંડોની વેચવાલી સામે લોકલ ફંડોની ખરીદી પર્યાપ્ત નહીં રહી બજારની પડતીને અટકાવી શકી નથી. ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા વળતાં પ્રહારે મિડલ ઈસ્ટમાં ફરી ટેન્શન અને કોર્પોરેટ પરિણામો ફ્રન્ટલાઈન કંપનીઓના નબળા આવી રહ્યા હોવા સાથે બેંકોમાં એસેટ ગુણવતા મામલે ચિંતાને લઈ સપ્તાહના અંતે આવેલા કડાકામાં શેરોના ભાવોમાં ઘટાડાએ દિવાળી ટાંકણે રોકાણકારોના ચોપડે વળતરમાં ઘટાડાની નિરાશાજનક સ્થિતિ સજી છે. શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે. વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે. જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે.
શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે. આગામી દિવસોમાં ભારતીય શેરબજાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પરિણામો, ફેડરલ બેંક ઓફ અમેરિકા દ્વારા વ્યાજદર અંગેના નિર્ણય, પીએમઆઈ, એફઆઈઆઈના ડેટા અને ક્રૂડ ઓઈલની વધઘટ પર નિર્ભર રહેશે. આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.