શ્રીનગર7 કલાક પેહલા
- કૉપી લિંક
કાશ્મીરના બાંદીપોરાના કેતસુન ફોરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોને બાંદીપોરાના ચોંટપથરી જંગલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
તલાશી દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યાર બાદ એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી, જેમાં એક આતંકી માર્યો ગયો. જો કે આ વિસ્તારમાં અન્ય આતંકી છુપાયા હોવાની આશંકા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે.
આ પહેલા 2 નવેમ્બરે પણ શ્રીનગરના ખાનયારમાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી માર્યો ગયો હતો. આ અથડામણમાં ચાર જવાનો ઘાયલ થયા હતા.
છેલ્લા 5 દિવસમાં ચોથું એન્કાઉન્ટર નવેમ્બરની શરૂઆતમાં જ શ્રીનગર, બાંદીપોરા અને અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 3 એન્કાઉન્ટર થયા છે. જેમાં 4 જવાન ઘાયલ થયા હતા અને 3 આતંકીઓ માર્યા ગયા હતા. 2 નવેમ્બરે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ જાહિદ રાશિદ તરીકે થઈ હતી. અન્ય એક અરબાઝ અહેમદ મીર હતો. બંનેએ પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લીધી હતી. બાંદીપોરામાં ચોથું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
2 નવેમ્બરના રોજ સેનાએ શ્રીનગરમાં લશ્કરના ટોચના કમાન્ડર ઉસ્માન ઉર્ફે છોટા વાલીદને ઠાર માર્યો હતો.
આતંકવાદીઓનો મદદગાર પણ ઝડપાયો હતો દરમિયાન, જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની 22RR અને 92 બટાલિયનની સાથે આતંકવાદીઓના એક સહયોગીની પણ ધરપકડ કરી હતી. તેની ઓળખ જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં તુઝાર શરીફના રહેવાસી આશિક હુસૈન વાની તરીકે થઈ છે. પોલીસે તેના કબજામાંથી એક પિસ્તોલ, સાત જીવતા રાઉન્ડ અને એક મેગેઝીન જપ્ત કર્યું છે.
ઓક્ટોબરમાં આતંકવાદીઓ દ્વારા 5 હુમલા
- 28 ઓક્ટોબર: અખનૂરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા. એલઓસી પાસે આતંકીઓએ સેનાની એમ્બ્યુલન્સ પર ફાયરિંગ કર્યું હતું. આ પછી તેઓ જંગલ તરફ ભાગ્યા. 5 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં સેનાનો કોઈ જવાન ઘાયલ થયો નથી.
- 24 ઓક્ટોબર: PAFF સંગઠને બારામુલ્લામાં સેનાના વાહન પર આતંકવાદી હુમલાની જવાબદારી લીધી. પોલીસે કહ્યું હતું કે હુમલા બાદ આતંકીઓ જંગલ તરફ ભાગી ગયા હતા.
- 24 ઓક્ટોબર: દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના બટગુંડમાં આતંકવાદીઓએ એક મજૂર પર ગોળીબાર કર્યો. હુમલામાં કામદાર ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે.
- 20 ઓક્ટોબર: ગાંદરબલના સોનમર્ગમાં કાશ્મીરના એક ડૉક્ટર, એમપીના એક એન્જિનિયર અને પંજાબ-બિહારના 5 મજૂરોએ જીવ ગુમાવ્યો. આની જવાબદારી લશ્કરના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી હતી.
- 16 ઓક્ટોબર: શોપિયાંમાં આતંકવાદીઓ દ્વારા એક બિન-સ્થાનિક યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલા બાદ આ વિસ્તારમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.