વલસાડ જિલ્લામાં બાળકોના હક અને અધિકારના રક્ષણ માટે CWCની રચના કરવામાં આવી છે. નવી CWCની ટીમની રચના ફેબ્યુઅરી માસમાં નિમણૂક થઈ હતી. ફેબ્રુઆરીથી ઓક્ટોબર સુધીમાં 6 માસમાં CWCની ટીમ સમક્ષ કુલ 75 જેટલા અલગ અલગ કેસો આવ્યા હતા. જેમાં 32 જેટલા પોકસોના કેસ સા
.
વલસાડ જિલ્લા સહિત દેશભરમાં બાળકોના હક્ક અધિકારના રક્ષણ માટે તેમજ બાળકોને ઝડપી અને જરૂરી ન્યાય મળે તે માટે CWCની ટીમની રચના કરવામાં આવી છે. વલસાડ જિલ્લા સહિત.સમગ્ર દેશમાં જિલ્લા કક્ષાએ CWCની ટીમની રચના કરવામાં આવે છે. વલસાડ CWCની નવી કમિટી ફેબ્યુઅરી માસમાં નિમણૂક કરવામાં આવી હતી. વલસાડ CWCના 8 માસના કાર્યકાળ દરમ્યાન વલસાડ CWC સમક્ષ અલગ અલગ કેટેગરીના કુલ 75 જેટલા કેસો સામે આવ્યા હતા. જેમાં 32 કેસો પોકસોના સામે આવ્યા છે. શારીરિક યાચનના 4 કેસો, બિનવારસી 22 જેટલા મળી આવ્યા છે. મોટા ભાગના બાળકોના પરિવારને શોધીને બાળકીને પુનઃ વસવાટ કરાવવામાં આવે છે. 8 માસમાં HIVના 3 કેસો CWCની ટીમ સમક્ષ આવ્યા હતા. જે તમામ બાળકોનું સ્પેશ્યલ ગૃહમાં રક્ષણ કરવામાં આવે છે. ઘરે બાળકોને સાથે થતી શારીરિક યાચનાના 3 કેસો સામે આવ્યા હતા. તે કેસમાં કાઉન્સિલિંગ કરી બાળકોનું પરિવારમાં પુનઃ સ્થાપન માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાંથી 22 જેટલા બાળકો બિનવારસી રીતે ફરતા મળી આવ્યા હતા. બાળકોના પરિવારને શોધી પરિવારને સોંપવામાં આવે છે.
વલસાડ જિલ્લામાં પોકસોના કેસમાં બાળકોને આપવા આવતા સ્માર્ટ ફોનમાં સોશ્યલ મીડિયા નેટવર્ક ખુબજ જવાબદાર છે. સગીરાને પરિવારના.સભ્યોની હૂંફ અને ગાયડન્સની જરૂર હોય ત્યારે પરિવારના સભ્યો વ્યસ્ત હોવાથી સીશ્યલ મીડિયામાં જે મિત્રો બને તેમ ખોવાય જાય છે. જેથી શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોના પરિવારના સભ્યોને રોજ તેમના બાળકોને સમય આપવા અને બાળકો સાથે રોજ 1 કલાક ઓછામાં ઓછો આપી બાળકોએ દિવસ દરમ્યાન કરેલી વિવિધ પ્રવૃતિઓ વિશે જાણકારી મેળવવા તેમજ બાળકોના મિત્રો બનીને જરૂરિ યોગ્ય માર્ગદર્શન આપવા વાલીઓને સમજાવવામાં આવે છે. સગીરા જ્યારે કપડાં ખરીદી કરતી હોય ત્યારે યોગ્ય કપડાં ખરીદી કરવા અંગે માતા પિતા એ જરૂરી માર્ગદર્શન આપવું જોઈએ. પોકસોના કેસોમાં 99% સોશ્યલ મીડિયાના માધ્યમથી સગીરનો સાથે અજાણ્યા યુવકોની મિત્રતા થવી અને પરિવારમાંથી જરૂરી હૂંફ મળતી ન હોય ત્યાતે બળકીઓ સોશ્યલ મીડિયાના માધ્યમથી બનેલા અજાણ્યા યુવકો ઉપર વિશ્વસ રાખીને ખોટું પગલું ભરતા હોવાનું 8 માસમાં CWC દ્વારા કરેલી કામગીરીમાં સામે આવ્યું છે. તેમ વલસાડ CWCના ચેરપર્સન ભુનેશ્વરીબેન દેસાઈએ દિવ્ય ભાસ્કરની ટીમ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું.
CWCની ટીમમાં કાઉન્સિલિંગ માટે મનોચિકિત્સક પણ છે. વકીલ ભાઈઓને પણ કમિટીમાં સ્થાન આપવામાં આવે છે. જેને લઈને કાઉન્સિલિંગ દરમ્યાન બાળકોની માનસિક પરિસ્થિતિ સમજી બાળકોના હક અને અધિકાર નું રક્ષક કરવાની કામગીરી CWC દ્વારા કરવામાં આવે છે. વાલીઓને અને બાળકો વચ્ચે સેતુ બની બાળકોના રક્ષણ અંગે જરૂરી માર્ગદર્શ આપવા પ્રતિષ્ઠિત વકીલનો CWCમાં સમાવેશ કરવામાં આવે છે.