પીએસઆઇની તૈયારી કરી રહેલા યુવક પર બે શખસે હુમલો કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. યુવક મોડીરાતે ચા પીને ઘરે જઇ રહ્યો હતો ત્યારે રખિયાલ ગામમાં તેણે ટોળું જોયું હતું. ટોળું જોતાની સાથે જ યુવક ત્યાં જઈને શું થયું છે તેમ પૂછી રહ્યો હતો ત્યારે એક
.
ચા પીધા બાદ ઉમંગ ઘરે બાઈક લઈને જતો હતો સરસપુર વિસ્તારમાં આવેલા સ્વસ્તિક બંગ્લોઝમાં રહેતા ઉમંગ મકવાણાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં મયુર વનગારી અને જયેશ ઉર્ફે જયલો ચૌહાણ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. ઉમંગ મકવાણા પરિવાર સાથે રહે છે અને હાલ પીએસઆઇ બનવા માટેની તૈયારીઓ કરી રહ્યો છે. થોડા દિવસ પહેલા ઉમંગ મોડીરાતે કલંદરી મસ્જિદ પાસે આવેલા જનતા પાન પાર્લર પાસે ચા પીવા માટે આવ્યો હતો. ચા પીધા બાદ ઉમંગ ઘરે બાઈક લઈને જતો હતો ત્યારે રખિયાલ ગામમાં આવેલા રામાપીરના મંદિર પાસે લોકોનું ટોળું ઉભું હતું.
મયુરે ઉમંગને ગાળો બોલવાની શરૂ કરી હતી ઉમંગને શંકા જતા તેણે પોતાનું બાઈક સાઈડમાં ઉભું રાખ્યું હતું અને ટોળામાં જઈને પૂછપરછ કરવા લાગ્યો હતો. ઉમંગ લોકોને શું થયું તે પૂછતો હતો ત્યારે ટોળામાં ઉભેલા મયુર વનગારીએ જવાબ આપ્યો હતો કે, તું પોલીસવાળો છે. મયુરે ઉમંગને ગાળો બોલવાની શરૂ કરી હતી અને ધમકી આપી હતી કે, અહીંથી જતો રહે નહીં તો જાનથી મારી નાખીશ. બબાલ થાય નહીં તે માટે ઉમંગ તેની બાઈક પાસે જઇ રહ્યો હતો ત્યારે મયુર એકાએક દોડીને આવ્યો હતો અને હુમલો કરી દીધો હતો.
મયુરે ઉમંગના મોઢા પર લાફા અને ફેંટો મારવા લાગ્યો મયુરે ઉમંગના મોઢા પર લાફા અને ફેંટો મારવા લાગ્યો હતો. દરમિયાનમાં મયુરનો મિત્ર જયેશ દોડીને આવ્યો હતો અને તેણે પણ ઉમંગને ગાળો બોલીને ગળદાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. ઉમંગે બૂમાબૂમ કરતા તેના મિત્રો દોડી આવ્યા હતા. જ્યારે મયુર અને જયેશ ભાગી ગયા હતા. ઉમંગને શરીર પર ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રખિયાલ પોલીસે ઉમંગની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.