- Gujarati News
- National
- Jharkhand CM Hemant Soren Aide ED Raid Update; Abhishek Prasad | Jharkhand Political Crisis
રાંચી6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઝારખંડમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે સીએમ હેમંત સોરેનના મીડિયા સલાહકાર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુના ઘર પર દરોડા પાડ્યા હતા. ઇડીએ ગેરકાયદે માઇનિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાંચીમાં મુખ્યમંત્રીના કેટલાંક નજીકના સહયોગીઓના ઘર પર પણ દરોડા પાડ્યા છે. જેમાં આઈએએસ અને સાહિબગંજ ડીસી રામનિવાસ યાદવ (રાજસ્થાન, સાહિબગંજ), ખોડનિયા બ્રધર્સ (સાહિબગંજ), પૂર્વ ધારાસભ્ય પપ્પુ યાદવનો સમાવેશ થાય છે.
સીએમના પ્રેસ સલાહકારના ઘરની બહાર સુરક્ષા દળ તહેનાત છે. કોઈને અંદર કે બહાર જવાની પરવાનગી નથી. બીજી તરફ EDની ટીમ રતુ રોડ પર પિસ્કા મોડ સ્થિત સીએમના નજીકના સાથી વિનોદ સિંહ અને આર્ટીટેક રોશનના આવાસ પર દરોડા પાડી રહી છે.
આ ઉપરાંત ડીએસપી રાજેન્દ્ર દુબે (હઝારીબાગ અને અન્ય સ્થળો), અભય સરોગી (કોલકાતા), કોન્સ્ટેબલ અવધેશ કુમારના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. અભિષેક પ્રસાદના નિવાસસ્થાન અને સાહેબગંજ ડેપ્યુટી કમિશનરના નિવાસસ્થાન સહિત 12 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. રાજધાની રાંચીના અરગોરા, રતુ રોડ સહિત ઘણા વિસ્તારોમાં દરોડા ચાલુ છે.
સીએમના પ્રેસ સલાહકાર અભિષેક પ્રસાદ પિન્ટુના ઘરે EDએ દરોડા પાડ્યા.
જુઓ દરોડાની કેટલીક તસવીરો…
EDએ આર્કિટેક્ટ વિનોદ કુમારના ઘરે પણ દરોડા પાડ્યા છે.
સાહેબગંજ ડીસી રામનિવાસ યાદવના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.
આજે ધારાસભ્ય પક્ષની બેઠક
આજે સીએમ હાઉસમાં ગઠબંધનના ધારાસભ્યોની બેઠક પણ બોલાવવામાં આવી છે. જેની અધ્યક્ષતા ખુદ સીએમ હેમંત સોરેન કરશે. આ બેઠક ઘણી રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જેએમએમના સૂત્રોના જણાવ્યા અનુસાર આજની બેઠકમાં બે-ત્રણ મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. ચર્ચા છે કે આ બેઠક બાદ હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેનનું નામ સીએમ પદ માટે પ્રસ્તાવિત કરવામાં આવી શકે છે.