જેરુસલેમ54 મિનિટ પેહલા
- કૉપી લિંક
2 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે નેતન્યાહુએ રક્ષામંત્રી ગેલેંટને બરતરફ કર્યા છે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે રક્ષામંત્રી યોવ ગેલેંટને બરતરફ કર્યા હતા. નેતન્યાહુએ કહ્યું કે તેમની વચ્ચે વિશ્વાસનો અભાવ છે, જે યુદ્ધના સમયે સારું નથી. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રી કાત્ઝ રક્ષા મંત્રીનું પદ સંભાળશે.
તેમજ, ગિદિયન સાર હવે ઇઝરાયલના વિદેશમંત્રી હશે. મંગળવારે રાત્રે 8 વાગ્યે નેતન્યાહુની ઓફિસમાંથી ગેલેંટને એક પત્ર સોંપવામાં આવ્યો હતો. જેમાં નેતન્યાહુએ લખ્યું હતું કે પત્ર મળ્યાના 48 કલાક બાદ તેમનો કાર્યકાળ પુર્ણ થઈ જશે. રક્ષામંત્રી તરીકેની સેવા બદલ હું તમારો આભાર માનું છું.
નેતન્યાહુએ બરતરફ થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં સલામી સાથે પોતાનું ભાષણ પુર્ણ કર્યું હતું.
નેતન્યાહુએ કહ્યું- ગેલેંટે કેબિનેટ વિરુદ્ધ જઈને નિર્ણયો લીધા આ પછી નેતન્યાહૂએ એક વીડિયો સંદેશ દ્વારા યોવ ગેલેંટને પદ પરથી હટાવવાની જાણકારી આપી હતી. નેતન્યાહુએ કહ્યું, “યુદ્ધની શરૂઆતમાં અમારી વચ્ચે વિશ્વાસ હતો, અમે સાથે મળીને ઘણું કામ કર્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં અમારી વચ્ચેનો વિશ્વાસ રહ્યો નહોતો. અમે યુદ્ધના ઘણા પાસાઓ પર એકબીજા સાથે સહમત નહોતા. ગેલેંટે ઘણી વખત એવા નિર્ણયો અને નિવેદનો આપી ચૂક્યા છે જેમાં કેબિનેટની સંમતિ ન હતી.
આ દરમિયાન ઇઝરાયલના PMએ ગેલેંટ પર દેશના દુશ્મનોનો ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. નેતન્યાહુએ કહ્યું, “મેં અમારી વચ્ચેનું અંતર ઘટાડવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો, પરંતુ તે થઈ શક્યું નહીં. ધીમે ધીમે તે જનતાને રણ દેખાવા લાગ્યું. સૌથી ખરાબ ત્યારે થયું જ્યારે અમારા દુશ્મનોએ તેનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું.” વિશ્વાસ ન હોવાને કારણે મિલિટરી ઓપરેશનને પણ નુકશાન થઈ રહ્યું છે.”
નેતન્યાહુએ અગાઉ પણ ગેલેંટને હટાવ્યા હતા નેતન્યાહુએ કહ્યું કે સરકાર અને કેબિનેટના મોટાભાગના લોકો ગેલેંટને હટાવવાના પક્ષમાં હતા. આ સાથે, છેલ્લા બે વર્ષમાં આ બીજી વખત છે જ્યારે નેતન્યાહુએ ગેલન્ટને બરતરફ કર્યા છે. છેલ્લી વખત, નેતન્યાહુએ દેશની જ્યુડિશિયલ સિસ્ટમમાં ફેરફારની માંગ કરવા બદલ ગેલેંટને હટાવી દીધા હતા. જો કે, તેઓ એક મહિનાની અંદર તેમને પદ પરત સોંપ્યુ હતું.
13 મહિનાના યુદ્ધમાં નેતન્યાહૂ અને ગેલેંટ વચ્ચે ઘણા મતભેદો થયા છે.
ગેલેંટે કહ્યું- દેશની રક્ષા એ મારા જીવનનું લક્ષ્ય છે રક્ષામંત્રીનું પદ છોડ્યા બાદ ગેલેંટે કહ્યું કે, “ઇઝરાયલની સુરક્ષા હંમેશા મારા જીવનનું લક્ષ્ય રહ્યું છે અને હું દેશની સુરક્ષા માટે આતુર રહીશ.” આ પછી એક પ્રેસ કોન્ફરન્સમાં ગેલન્ટે ભાવુક થતા કહ્યું, “મારી બરતરફીનું કારણ 7 ઓક્ટોબરના હુમલામાં અપહરણ કરાયેલા લોકોની મુક્તિની જરૂરિયાત અને યુદ્ધમાં કમિશન ઓફ ઈન્કવાયરીની રચના કરવાની માંગ હતી.”
ગેલેંટે કહ્યું કે ઇઝરાયલ આવનારા વર્ષોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા જઈ રહ્યું છે. આવા સંજોગોમાં અમારી પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં. દેશના તમામ નાગરિકોએ એકસાથે આવીને સેનામાં ફરજ બજાવવી પડશે, જેથી આપણે ઇઝરાયલની સુરક્ષાના મિશનમાં સફળ થઈ શકીએ.