વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા દેશના 18થી 50 વર્ષની વયજૂથમાં આવતા તથા સમાજમાં વંચિત અને ઓછી આવક ધરાવતા જૂથને જીવન વીમો આપવાના ઉદ્દેશ્યથી વર્ષ 2015થી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અમલી બનાવાઇ છે. પ્રધાનમંત્ર
.
માત્ર રૂ.436 ના વાર્ષિક પ્રિમિયમ સામે રૂ. 2 લાખના કવરેજ દ્વારા જીવન વીમા કવચ આપતી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં 18થી 50ની વયનો કોઈપણ ભારતીય નાગરિક નોંધણી કરાવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે પોલિસી ધારક પાસે બેંકમાં બચત ખાતુ હોવું જરૂરી છે. વીમાધારક એલ.આઇ.સી. અને અન્ય ખાનગી વીમા કંપની સાથે કરાર ધરાવતી કોઈપણ ભાગીદાર ભારતીય બેંકમાં ખાતું ખોલાવીને આ યોજનાનો લાભ લઇ શકે છે. વધુમાં જીવન વીમા કવરેજ નોંધણીના ફક્ત 45 દિવસમાં જ લાગુ થઈ જાય છે અને જીવલેણ અકસ્માતની સ્થિતિમાં સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવે છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના દ્વારા પોલિસી ધારકોને ખુબજ સરળ અને સુવિધાજનક જીવન વીમો આપવામાં આવે છે. પસંદ કરેલા વિકલ્પના આધારે, યોજના હેઠળના દરેક વાર્ષિક કવરેજના સમયગાળાની 31મી મેના રોજ અથવા તે પહેલા ખાતાધારકના બેંક ખાતામાંથી પ્રીમિયમ ઓટોડેબિટ સુવિધા હેઠળ કાપવામાં આવે છે. માત્ર રૂ. 436ના વાર્ષિક પ્રીમિયમમાં એક વર્ષ માટે વીમાધારકને જીવન વીમા કવચ આપવામાં આવે છે અને વીમાધારક વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં, કારણને ધ્યાનમાં લીધા વિના રૂ. 2 લાખની જીવન વીમાની રકમ વીમાધારકના નોમીનીને આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા તેમજ ઓછી આવક ધરાવતા જૂથના વ્યક્તિના મૃત્યુ પછી સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2015થી અમલમાં મુકાયેલી પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજનાના લાભો લોકો સુધી સફળતાપૂર્વક પહોંચી રહ્યાં છે.