Chhath Puja, Ahmedabad : અમદાવાદના ઈન્દિરા બ્રિજ સહિત વિવિધ સ્થળો છઠ પૂજાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છઠ પૂજાના સ્થળો, સાબરમતી રિવરફ્રન્ટ પર જોરશોરથી તૈયાર ચાલી રહી છે. આ છઠ પૂજામાં અમદાવાદમાં વસતા 50 હજારથી વધુ ઉત્તરભારતીયો જોડાશે.
ચારથી પાંચ વાગ્યાથી પૂજાની શરૂઆત થશે
આવતી કાલે (7 નવેમ્બરે) છઠ્ઠના દિવસે ચારથી પાંચ વાગ્યાથી પૂજાની શરૂઆત થશે. જેમાં આ વર્ષે છઠ મહા પર્વ સમન્વય ટ્રસ્ટ, મા જાનકી સેવા સમિતિ, હિન્દીભાષી મહાસંઘ અને છઠ મહાપર્વ આયોજન સમિતી દ્વારા છઠ પૂજાનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદ મહા નગર પાલિકાની ટીમ સહિત પોલીસ અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે.
5000થી વધુ લોકોની જમવાની વ્યવસ્થા કરાઈ
મળતી માહિતી પ્રમાણે, આ છઠ પૂજામાં અમદાવાદમાં વસતા 50 હજારથી વધુ ઉત્તર ભારતીયો જોડાશે. જેમાં 15 થી 20 હજાર જેટલાં લોકો પૂજાની કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ સાથે દૂર-દૂરથી આવતા લોકો માટે રહેવાની સાથે 5000થી વધુ લોકોની જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો : વડતાલ દ્વિશતાબ્દી મહામહોત્સવ : દેશ-વિદેશથી 25 લાખ હરિભક્તો ઉમટશે, જાણો 9 દિવસનો કાર્યક્રમ
છઠ પૂજામાં મુખ્યમંત્રીને આમંત્રિત કર્યા
આયોજકોએ જણાવ્યું હતું કે, ‘છઠ પૂજા મહા પર્વમાં આ વખતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મેયર, શહેર પ્રમુખ, ધારાસભ્યો, સહિત અમદાવાદ મહાનગર પાલિકાના પદાધિકારીઓ IAS અને IPS અધિકારીઓ પણ આમંત્રિત કર્યાં છે.’
આ વિસ્તારમાં થશે છઠ પૂજા
છઠ પૂજાનું મહા પર્વ ઈન્દિરા બ્રિજ સાબરમતી રિવરફ્રન્ટ સહિત મેઘાણીનગર ડમરુ સર્કલ પાસે અંબિકાનગર, ઈસનપુર, અમરાઈવાડી સત્યમ નગર, ચાંદખેડા સહિતના સ્થળોએ છઠપૂજાની ઉજવણી કરાશે.