દિપાવલી-નૂતન વર્ષના તહેવારોમાં રાજકોટની ભાગોળે આવેલ રમણીય ઈશ્ર્વરીયા પાર્કની 3485 સહેલાણીએ મુલાકાત લેતા વહીવટી તંત્રને રૂા.67,710ની આવક થઈ હતી. તહેવારોમાં ઈશ્ર્વરીયા પાર્ક ખાતે વધુમાં વધુ લોકો મુલાકાત લઈ શકે તે માટે પાર્કના સમયમાં પણ ફેરફાર કરવામાં આ
.
રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન હવે અઠવાડિયામાં બે દિવસ દોડશે પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુઆં વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં ટ્રેન નંબર 05046/05045 રાજકોટ-લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક) ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટથી 7 નવેમ્બરથી 2 ડિસેમ્બર, 2024 સુધી દર સોમવાર અને ગુરુવાર દોડશે. તેવી રીતે ટ્રેન નંબર 05045 લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ લાલકુઆંથી 6 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2024 સુધી દર રવિવારે અને બુધવારે દોડશે. ટ્રેન નંબર 05046 ની વઘારેલી ટ્રીપ્સનું બુકિંગ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પરથી કરી શકાશે.
સિવિલ હોસ્પિટલમાં મોડીરાત્રે સુપ્રિટેન્ડેન્ટનું સરપ્રાઈઝ ચેકિંગ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવી હતી. જેમાં તાલાલાથી સારવારમાં આવેલ યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતાં ડોકટરની બેદરકારીથી જ મોત થયાનો મૃતકનાં પરિવાર દ્વારા આક્ષેપ લાગવાયો હતો. આ બનાવ અંગે મૃતકના પરિવારજને સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડિયાને જાણ કરી હતી. ત્યારબાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટે મોડીરાત્રે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. તેમજ અલગ અલગ વિભાગોમાં જઈને ડોકટરની હાજરીઓ ચકાસી હતી. અને જરૂરી સૂચનો આપ્યાં હતાં. તેઓના આ સરપ્રાઈઝ ચેકીંગથી તબીબો અને સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી.
મોટર સાયકલ પ્રકારના GJ03PB સીરીઝના ગોલ્ડન, સિલ્વર નંબરો માટે ઓકશન યોજાશે રાજકોટમાં મોટર સાયકલ પ્રકારના વાહનોની GJ03PB સીરીઝના ગોલ્ડન-સિલ્વર નંબરો તથા અગાઉની સીરિઝના બાકી રહેતા ગોલ્ડન, સિલ્વર નંબરો માટે 13 નવેમ્બરથી ઓક્શન શરૂ કરવામાં આવશે, જેમાં ભાગ લેવા ઇચ્છતા વાહન માલિકોએ parivahan.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ગોલ્ડન અને સિલ્વર નંબરો મેળવવા માટે તા. 13 નવેમ્બર સાંજે 4 વાગ્યાથી 17 નવેમ્બર સાંજે 4 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. અને તા. 17 નવેમ્બરની સાંજે 4:01 થી તા. 19 નવેમ્બર સાંજે 4 સુધીમાં ઓનલાઇન બિડિંગમાં ભાગ લેવાનો રહેશે. બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયે તા. 19 નવેમ્બરે સાંજે 4:15 વાગ્યે પરિણામ પણ ઓનલાઇન જાહેર થશે.