પંચેશ્વર ટાવર વિસ્તારની ઘટનાથી ભારે ચકચાર યુવતીને ઘરકામ માટે બોલાવીને એક શખ્સે નિર્વસ્ત્ર ફોટા પાડી લીધા બાદ બન્ને સાગરીત સાથે મળીને અનેક વખત સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું
જામનગર : જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક ફ્લેટમાં યુવતીને ઘરકામ માટે બોલાવ્યા પછી તેણીના નિર્વસ્ત્ર ફોટા પાડી લીધા બાદ તેણીને બ્લેકમેલ કર્યા પછી ત્રણ નરાધમો દ્વારા ગેંગરેપ આચાર્યની ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. પંચેશ્વર ટાવરના ફ્લેટમાં તથા મોટા થાવરીયા ના ફાર્મ હાઉસમાં એકથી વધુ વખત ગેંગરેપ ગુજાર્યાનું સામે આવતાં પોલીસે ત્રણેયની અટકાયત કરી લીધી છે.
આ ચકચારજનક ઘટનાની વિગત એવી છે કે જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ફ્લેટ ધરાવતો હુસેન ગુલમામદ શેખ કે જેણે પોતાના મકાનમાં એક યુવતીને ઘરકામ માટે બોલાવી હતી, ત્યારબાદ બાથરૂમમાં નહાતી વખતે કોઈપણ રીતે યુવતીના નિર્વસ્ત્ર ફોટા પાડી લીધા હતા, જે ફોટાના આધારે પોતે બ્લેકમેલ કરતો હતો, અને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
ત્યારબાદ વધુ બ્લેકમેલ કરીને પોતાના અન્ય બે સાગરીતો આમિરખાન જાફરખાન તેમજ ફૈઝલ લતીફ દરવાર કે જે બંને એ પણ યુવતી સાથે ગેંગરે આચર્યો હતો.
જે અંગેની પોલીસને જાણકારી મળતાં સિટી ડીવાયએસપી જે.એન.ઝાલા તેમજ સીટી એ. ડિવિઝન ના પીઆઈ એન.એ. ચાવડા કે જેઓ તાબડતોબ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે આરોપીઓ હુસેન ગુલમામદ શેખ તેમજ તેના અન્ય બે સાગરીતો હમીરખાન અને ફૈઝલ દરવાનની અટકાયત કરી લીધી હતી.
જે ત્રણેય આરોપીઓને સિટી એ. ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા, અને ત્રણેની ઘનિ પૂછપરછ કરતાં ભોગ બનનાર યુવતિને મોટા થાવરીયા ગામે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં પણ એકથી વધુ વખત યુવતી સાથે ગેંગરેપ ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને સ્થળનું પંચનામુ કર્યું છે, ભોગ બનનાર યુવતી ને તબીબી ચકાસણી માટે જી.જી. હોસ્પિટલમાં મોકલી આપી હતી.
મુખ્ય સૂત્રધાર આરોપી હુસેન હથિયાર તેમજ ડ્રગ્સના ગુનામાં પકડાઈ ચૂક્યો છે
ગેંગરેપના ગુનામાં પકડાયેલા આરોપીઓ પૈકીના મુખ્ય આરોપી હુસેન ગુલમામદ શેખની પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી હતી, દરમિયાન મુખ્ય સૂત્રધાર હુસેન અગાઉ હથિયાર તેમજ નશીલા પદાર્થના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે, અને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે અલગ અલગ બે ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ ત્રણેય આરોપીઓને સીટી એ.ડીવિઝન પોલીસ મથકમાં રાખવામાં આવ્યા છે, અને પોલીસ દ્વારા વધુ પૂછપર ચલાવવામાં આવી રહી છે.