1 કલાક પેહલા
- કૉપી લિંક
સુપરસ્ટાર કમલ હાસન આજે 70 વર્ષના થઈ ગયો છે. કમલ હાસને ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાવ્યું છે. તેણે સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવી. તે પોતાની જબરદસ્ત એક્શન અને યંગ એક્ટ્રેસ સાથેના રોમાન્સ માટે હેડલાઇન્સમાં રહ્યો હતો. કમલ હાસનના નામે ઘણા રેકોર્ડ છે. માત્ર 6 વર્ષની ઉંમરે તેમણે રાષ્ટ્રપતિ એવોર્ડ જીત્યો હતો. આ ખાસ અવસર પર સુપરસ્ટારની પુત્રી શ્રુતિ હાસને તેના પિતાના નામે એક ખાસ પોસ્ટ કરી છે.
અભિનેત્રી પુત્રી શ્રુતિ હાસને તેના ‘અપ્પા’ માટે એક ભાવનાત્મક નોટ લખી અને તેમને ‘અનોખા હીરા’ કહ્યા. શ્રુતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર જીમમાં પોતાનો અને તેના પિતાનો ફોટો પોસ્ટ કર્યો છે. ફોટોમાં, કમલ એથ્લેઝર પહેરેલો જોવા મળે છે, જ્યારે એક્ટ્રેસ સંપૂર્ણ રીતે સજી-ધજી જોવા મળે છે. જો કે, તેમના ચહેરા દેખાતા નથી કારણ કે તેમની પીઠ કેમેરા તરફ છે.
કેપ્શનમાં તેણે લખ્યું, ‘હેપ્પી બર્થ ડે અપ્પા. તમે એક અમૂલ્ય હીરા છો અને તમારી સાથે ચાલવું એ જીવનની મારી પ્રિય વસ્તુઓમાંથી એક છે. હું જાણું છું કે તમે ભગવાનમાં માનતા નથી, પરંતુ તમે હંમેશા તેમના પસંદ કરેલા બાળક રહેશો.’
શ્રુતિએ કહ્યું, ‘તે તેમના(પપ્પા)દ્વારા કરવામાં આવતી જાદુઈ વસ્તુઓ જોવા માટે હંમેશા ઉત્સાહિત રહે છે.’ અભિનેત્રીએ કહ્યું કે તે ઈચ્છે છે કે આપણે ઘણા વધુ જન્મદિવસ અને સપના સાકાર થવાની ઉજવણીઓ કરીએ. હું તમને ખૂબ પ્રેમ કરું છું, પા.’
નોંધનીય છે કે, કમલ હાસને તમિલ, મલયાલમ, તેલુગુ, હિન્દી, કન્નડ અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. ભારતીય સિનેમાના સૌથી દિગ્ગજ અને સન્માનિત એક્ટર્સમાના એક ગણાતા કમલ હાસનને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, 9 તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારો, ચાર નંદી પુરસ્કારો, એક રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
કમલ હાસનને 1984માં કલૈમામણિ એવોર્ડ, 1990માં પદ્મશ્રી, 2014માં પદ્મ ભૂષણ અને 2016માં ઓર્ડર ઓફ આર્ટસ એન્ડ લેટર્સ (શેવેલિયર)થી નવાજવામાં આવ્યા છે. કમલે 1960માં ‘કલાથુર કનમ્મા’થી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તે સમયે તેની ઉંમર માત્ર 6 વર્ષની હતી. આ ફિલ્મમાં તેમના શ્રેષ્ઠ અભિનય માટે તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
અભિનેતાએ એસ. શંકર દ્વારા નિર્દેશિત ‘ઇન્ડિયન 2’માં પણ કામ કર્યું હતું. તે ભારતીય ફિલ્મ સિરીઝનો બીજો ભાગ હતો અને 1996માં આવેલી ફિલ્મ ‘ઇન્ડિયન’ની સિક્વલ હતી. તેમણે ભ્રષ્ટાચાર સામે લડતા વૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાનીની ભૂમિકાને પુનઃદોહરાવી હતી. કમલ ટૂંક સમયમાં ‘ઈન્ડિયન 3’ અને ‘ઠગ લાઈફ’માં જોવા મળશે.