જ્યારે મોત આવતું હોય છે, ત્યારે ઘણી વખત માત્ર ઘટના નિમિત બની જતી હોય છે. સુરતના સિટીલાઈટ વિસ્તારના શિવપૂજા કોમ્પ્લેક્સની આગમાં સ્પાના બાથરૂમમાં ગુંગળાઈને મોતને ભેંટેલી બન્ને યુવતી સાથે પણ કઈક આવું જ થયું છે. બંને યુવતીને જાણે કાળ જ અમૃતયા સ્પામાં કામ
.
બીનુ હાંગ્મા લીમ્બુની ફાઈલ તસવીર.
સિક્કિમથી ઘરનું ગુજરાન ચલાવવા સુરત આવી ને મોત મળ્યું 6 ઓક્ટોબરે સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા શિવપૂજા કોમ્પ્લેક્સના ટોપ ફ્લોર ઉપર આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં સ્પામાં કારનારી સિક્કિમની મનીષા પુર્ણ બદ્ર દમાઇ અને બીનુ હાંગ્મા લીમ્બુના બાથરૂમમાં ગુંગળાઈને મોત નીપજ્યા છે. આગની દુર્ઘટનામાં મોતને ભેંટેલી બન્ને યુવતી પૈકી મનીષા પુર્ણ બદ્ર દમાઇ નામની યુવતી 15 દિવસ પહેલા જ અમૃતિયા સ્પા એન્ડ સલુનમાં નોકરી પર લાગી હતી. જ્યારે બીજી યુવતી બીનુ હાંગ્મા લીમ્બુનો તો નોકરીનો પહેલો દિવસ જ હતો અને અગ દુર્ઘટનામાં મોતને ભેંટી છે.
મનીષા પુર્ણ બદ્ર દમાઇની ફાઈલ તસવીર.
નાની બહેનને જાણ પણ નહોતી કે મોટી બહેન ક્યાં કામ કરે છે મનીષા પુર્ણ બદ્ર દમાઇની નાની બહેન ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં પહોંચી હતી, જ્યાં તેણે ચીસો પડી-પાડીને રુદન કરી આખું હોસ્પિટલ માથે લઈ લીધુ હતું. પોતાની બહેન હવે રહી નથી એ વાતથી તે ભારે આક્રાંદ કરતી હતી. મોટી બહેન ક્યાં કામ કરી રહી હતી તેની જાણ પણ નાની બહેનને નહોતી. સુરતમાં આવ્યા બાદ મનીષા નોકરીની શોધમાં હતી અને સિટીલાઈટ વિસ્તારમાં આવેલા અમૃતયા સ્પામાં છેલ્લા 15 દિવસથી કામ કરી રહી હતી. મોટી બહેન મનીષાનું મોત કેવી રીતે થયું છે તે મામલે પણ તે અજાણ હતી. આ ઘટનાથી તે ખૂબ દુઃખી થઈ ગઈ હતી.
મૃતક મનીષની નાની બહેનના રુદનથી હોસ્પિટલમાં ગમગીની છવાઈ.
નોકરીના પહેલાં દિવસે આગ લાગી ને મોત બીજી યુવતી બીનુ હાંગ્મા લીમ્બુને જાણે કાળ જ અમૃતયા સ્પામાં લઈ આવ્યો હોય તે રીતે તેનું મોત નીપજ્યું છે. હજી તો તેનો અમૃતયા સ્પા એન્ડ સલૂનમાં પહેલો જ દિવસ હતો અને આગ તેને ભરખી ગઈ. જાણે તેનું મોત નિશ્ચિત જ હોય તે રીતે સ્પાના પ્રથમ દિવસે જ દુઃખદ ઘટના બની હતી. બન્ને યુવતીની કમ નસીબી એવી હતી કે, એકને માત્ર 15 જ દિવસ થયા હતા અને બીજી યુવતીને પ્રથમ દિવસે જ મોત મળ્યું. સમગ્ર શહેરમાં સ્પામાં કામ કરતી અને ખાસ કરીને સિક્કિમ અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી આવતી યુવતીઓમાં દુઃખનું મોજુ ફરી વળ્યું હતું.
બન્ને યુવતીના મોત અંગે સિક્કિમના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું.
મોટા ભાગની યુવતી સ્પાના નોકરી કરે છે ઉલ્લેખનીય છે કે, સિક્કિમથી બન્ને યુવતી પોતાના પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે સુરતમાં કામકાજ માટે આવતી હતી. આવી અનેક યુવતીઓ નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી આવી સુરતમાં કામકાજ મેળવે છે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવે છે. ખાસ કરીને અહીંની યુવતીઓ મોટાભાગે સ્પમાં કામ કરતી હોય છે. આ પણ વાંચો… શિવપૂજા અગ્નિકાંડ પ્રકરણમાં સંચાલકોની ધરપકડ, એક ફરાર; સ્પા સંચાલકનું એક જ રટણ ગુમસ્તા લાઇસન્સ બળીને ખાખ થઈ ગયું, આરોપીઓ સામે માનવવધનો ગુનો દાખલ