51 મિનિટ પેહલાલેખક: શશાંક શુક્લ
- કૉપી લિંક
રરિલેશનશિપમાં આવવું સરળ છે, પરંતુ તેને જાળવી રાખવું મુશ્કેલ છે. ડેટિંગના પ્રારંભિક તબક્કામાં તમે જે ખુશી, પ્રેમ અને ઉત્તેજના અનુભવી હતી તે હંમેશા અનુભવવી સરળ નથી. જાવેદ અખ્તરનો એક શેર છે ને – “પહેલે હમ દોનો વક્ત ચુરા કર લાતે થે,અબ તબ મિલતે હૈ જબ ભી ફુરસત હોતી હૈ”
પપરંતુ કેટલાક કપલ્સ એવા હોય છે જે વર્ષો સુધી એકબીજા સાથે રહેવા છતાં પણ કંટાળો અનુભવતા નથી. લગ્નના 20 વર્ષ પછી પણ તેઓ એકબીજા માટે સમય કાઢે જ છે. આ કપલ્સની એવી કઈ વસ્તુઓ અને આદતો છે જે તેમના સંબંધોને મજબૂત અને તાજગીસભર રાખે છે?
ચાલો આજે રિલેશનશિપ આ વિશે વાત કરીએ અને જાણીએ કે –
- સંબંધોમાં કંટાળો કેમ આવે છે?
- આપણે આપણા સંબંધોમાં તાજગી કેવી રીતે જાળવી શકીએ?
આપણા સંબંધોમાં કંટાળો કેમ આવે છે? જ્યારે સંબંધની નવીનતા સમય જતાં બંધ થઈ જાય છે, ત્યારે કંટાળો આવવો સ્વાભાવિક છે. કોઈપણ સંબંધની શરૂઆતમાં લોકો એકબીજાને જાણવામાં રસ લે છે. દરેક નાની-નાની વાતમાં એક પ્રકારનો ઉત્સાહ હોય છે. પરંતુ એકબીજા વિશે બધું જાણ્યા પછી, ધીમે ધીમે આ નવીનતા ઓસરી જવા લાગે છે અને તેઓ એકબીજાથી કંટાળો આવવા લાગે છે. આવી સ્થિતિમાં કંઈક નવું કરવાની જરૂર છે.
આ રીતે સંબંધોમાં નવીનતા લાવો દંકપલે સંબંધોમાં નવીનતા લાવવા માટે, એકબીજાને સમયાંતરે નાની સરપ્રાઈઝ આપવી જોઈએ અને નાના-નાના રોમેન્ટિક હાવભાવ દર્શાવવા જોઈએ. નવી પ્રવૃત્તિઓ સાથે મળીને કરવી જોઈએ. જેમ કે ટ્રેકિંગ, ડાન્સ ક્લાસમાં જોડાવું અથવા સાથે મળીને કોઈ હોબી શીખવી.
સાથે જ એકબીજા માટે સમય કાઢો, ડિનર ડેટ પર જાઓ અથવા સાથે બેસીને જૂની યાદો તાજી કરો. એકબીજા પ્રત્યેનો તમારો પ્રેમ દરરોજ નવી રીતે વ્યક્ત કરો અને તમારી લાગણીઓને ખુલ્લેઆમ શેર કરો. આવા નાના પ્રયાસો સંબંધોમાં તાજગી અને પ્રેમ જાળવી રાખે છે.
ચાલો આને ગ્રાફિક દ્વારા વધુ સારી રીતે સમજીએ
એકબીજાને સ્પેસ આપો સંબંધને સફળ બનાવવા માટે એકબીજાને સ્પેસ આપવી ખૂબ જ જરૂરી છે. તમારા જીવનસાથીની કાળજી લેવાનો પ્રયાસ કરતી વખતે ચોંટી ન રહો. તમારા જીવનસાથીને ખાનગી સમય આપો. તેનાથી સંબંધ વધુ મજબૂત બની શકે છે. જો તમારો પાર્ટનર થોડા સમય માટે એકલા રહેવા માગે છે તો તેમની ઈચ્છાને માન આપો.
નાના સરપ્રાઇઝ સાથે તમારા પ્રેમને વ્યક્ત કરો સંબંધમાં ઉત્સાહ જાળવી રાખવા માટે ક્યારેક નાની-નાની સરપ્રાઈઝ આપવી પડે છે. કેટલાક યુગલો તેમના પાર્ટનરને અચાનક ફૂલ, તેમની મનપસંદ ચોકલેટ અથવા કોઈ નાની ભેટ આપીને આશ્ચર્યચકિત કરી દે છે.
સાથે મળીને નવા અનુભવોનો આનંદ માણો સફળ સંબંધની વિશેષતા એ છે કે, યુગલો સાથે મળીને નવા અનુભવો શેર કરે છે. તેઓ નવી પ્રવૃત્તિઓ અથવા શોખ અપનાવે છે, જેમ કે સાહસિક સફર પર જવું, નવી ભાષા શીખવી અથવા સાથે મળીને કંઈક સર્જનાત્મક શીખવું અને કરવું.
ભવિષ્યના સપનાઓ શેર કરો જ્યારે યુગલો એકસાથે સપના જુએ છે અને તેમના ભવિષ્ય માટે પ્લાન કરે છે, ત્યારે તેમનો સંબંધ વધુ મજબૂત બને છે. પછી તે કોઈ નવી જગ્યાની ટ્રિપનું પ્લાનિંગ કરવાનું હોય અથવા તમારા સપનાનું ઘર ખરીદવાનું હોય. એકસાથે ધ્યેય નક્કી કરવાથી યુગલોમાં આત્મીયતા અને ઉત્સાહ જળવાઈ રહે છે.
પ્રામાણિકતા અને વિશ્વાસ પર આધારિત સંબંધો બનાવો જે યુગલો એકબીજા સાથે પ્રમાણિક હોય છે તેમના સંબંધો સૌથી મજબૂત હોય છે. આવા યુગલો ક્યારેય એકબીજા સાથે ખોટું બોલતા નથી અને નાની નાની બાબતોમાં પણ સત્ય જાળવી રાખે છે. આવી સ્થિતિમાં સંબંધોમાં તાજગી જળવાઈ રહે છે.
ગુસ્સામાં પણ આદર અને પ્રેમ જાળવી રાખવો કોઈપણ સંબંધમાં મતભેદ સામાન્ય છે, પરંતુ સમજદાર યુગલો ગુસ્સામાં પણ એકબીજાને માન આપવાનું ભૂલતા નથી. તેઓ ગુસ્સામાં પણ તેમના શબ્દો પર નિયંત્રણ રાખે છે અને તેમની નારાજગી પ્રેમથી વ્યક્ત કરે છે. આ આદત સંબંધમાં પરસ્પર સમજણ વધારે છે અને કપલ વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે. દરરોજ કંઈક નવું કરવાનો પ્રયાસ કરો જે કપલ્સ હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે તે ક્યારેય એકબીજાથી કંટાળી જતા નથી તેઓ. ક્યારેક એકબીજા માટે ડિનર બનાવવું, ક્યારેક સાથે ચિત્રો દોરવા અથવા કોઈ નવી પ્રવૃત્તિમાં ભાગ લેવો આવી એક્ટિવિટી કરે છે. આવા કપલ્સ પોતાના સંબંધોને તાજા રાખવા માટે દરરોજ કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે. આ આદત તેમના સંબંધોને તાજી રાખે છે.
કપલ્સ વચ્ચેના સંબંધોને ખુશહાલ અને મજબૂત રાખવા માટે જરૂરી છે કે તેઓ આ ખાસ આદતોને પોતાના જીવનનો હિસ્સો બનાવે. એ વાત સાચી છે કે દરેક સંબંધ પોતાનામાં ખાસ હોય છે, પરંતુ ત્યારે જ જ્યારે કપલ એકબીજાને માન આપે છે. જો તેઓ પ્રેમ અને પ્રામાણિકતાથી એકબીજાને ટેકો આપે છે, તો તેમના સંબંધો સમય સાથે ગાઢ બને છે. આ આદતો ના માત્ર સંબંધોને તાજી રાખે છે, પરંતુ કપલ્સ ક્યારેય એકબીજાથી કંટાળો અનુભવતા નથી.