– પાંડેસરામાં
દારૃનું વધુ સેવન કરનાર આધેડે ટેન્શનમાં ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું
સુરત :
સુરતમાં
આપધાતના બે બનાવમાં યોગ્ય કામ નહી મળતા રૃદરપુરામાં સોમવારે સાંજે આધેડ અને પાંડેસરામાં
દારૃનું વધુ સેવન કરનાર આધેડે ટેન્શનમાં આત્મહત્યા કરી હતી.
નવી
સિવિલથી મળેલી વિગત મુજબ રૃદરપુરામાં વોરાવાડમાં ઇઝી એપાર્ટમેન્ટમાં રહેતા ૫૨
વર્ષીય અલી અકબર સૈફુદિન વાણા સોમવારે સાંજે ઘરમાં રસોડાના છતના હુક સાથે દોરી
બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે કહ્યુ કે, અલી અકબર અગાઉ છુટક
કામ કરતા હતા. પણ હાલમાં છેલ્લા કેટલાક સમયથી યોગ્ય કામ મળતુ નહી હોવાથી
ડિપ્રેશનમાં રહેતા હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેમને સંતાનમાં એક પુત્રી
અને એક પુત્ર નોકરી કરે છે.
બીજા
બનાવમાં પાંડેસરામાં આશાપુરી સોસાયટીમાં રહેતો ૩૫ વર્ષીય રોશન વિશ્વબંધુ યાદવ ગઇ
કાલે સાંજે ઘરમાં રસોડામાં છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી
હતી. જયારે રોશન મુળ બિહારના નાંલદાનો વતની હતો. તે એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરતો
હતો. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તે દારૃનું વધુ સેવન કરતો હોવાથી
ટેન્શનમાં આવીને આ પગલુ ભર્યુ હોવાનું તેમના પરિચિત વ્યકિતએ કહ્યુ હતું.