સતલાસણા કોર્ટ બિલ્ડીંગનો બનાવ,નશાની હાલતમાં એક કર્મચારીએ હોમગાર્ડ સાથે તકરાર કરતાં ફરિયાદસતલાસણા જયુડીશીયલ કોર્ટમાં નશો કરીને આવેલ એક કર્મચારીએ ફરજ પરના હોમગાર્ડ સાથે ગાળાગાળી કરતાં હોબાળો થયો હતો. આ મામલે નોંધાવવામાં આવેલી ફરીયાદના આધારે પોલીસે ગુનો
.
સતલાસણા કોર્ટમાં ફરજ, બજાવતા રજીસ્ટ્રાર ક્રમ નાઝર પી.એચ.પટેલ પોતાની રોજીંદી સરકારી કામગીરી કરી રહ્યા હતા. તે વખતે અચાનક નીચેથી અવાજ આવતાં તેઓએ ત્યાં જઈને તપાસ કરી હતી. અહીં કોર્ટ સ્ટાફના કર્મચારી એસ.એમ.પરમાર (આસીસ્ટન્ટ) એક હોમગાર્ડ જવાન સાથે ગાળાગાળી કરી રહ્યા હતા.તેમજ આ કર્મચારી પોતાની જાતે ઉભા રહી શકવાની હાલતમાં ન હોઈ પ્રાથમિક રીતે તેમણે નશો કરેલ હોવાનું જણાતું હતું. જેથી તેમણે આ અંગે કોર્ટના મુખ્ય સીવીલ જજના હુકમ અન્વયે સતલાસણા પોલીસ મથકે પોલીસે તપાસ આરંભી છે.