2 કલાક પેહલાલેખક: કિરણ જૈન
- કૉપી લિંક
ટીવી શો ‘અનુપમા’માં પોતાના પાત્રથી લોકપ્રિય બનેલી રૂપાલી ગાંગુલી આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં તેની સાવકી દીકરી ઈશા વર્માએ તેમના પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. લાંબા સમય સુધી ચૂપ રહ્યા બાદ હવે રૂપાલીએ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ઈશા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ સાથે તેણે 50 કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું છે.
રૂપાલીના આ પગલા બાદ ઈશાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઇવેટ કરી દીધું છે. તેણે પોતાનું ટ્વિટર એકાઉન્ટ પણ ડિલીટ કરી દીધું છે. રૂપાલી ગાંગુલીના વકીલ સના રઈસ ખાનના જણાવ્યા અનુસાર, તેના ક્લાયન્ટની આ પહેલી જીત છે.
રૂપાલીએ નોંધાવ્યો માનહાનિનો કેસ, 50 કરોડનું વળતર દિવ્ય ભાસ્કર સાથે વાત કરતી વખતે સનાએ કહ્યું, ‘રુપાલીએ આ મામલે કાયદાકીય પગલાં લીધાં છે. તેણે ઈશા વર્મા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે અને 50 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. આ તેની પ્રથમ જીત છે કારણ કે અમારા દ્વારા મોકલવામાં આવેલી નોટિસ બાદ ઈશાએ તેનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. આનાથી સાબિત થાય છે કે આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા હતા.
રૂપાલીએ તેના 11 વર્ષના બાળકના બચાવમાં મૌન તોડ્યું સનાએ જણાવ્યું કે, આ કેસમાં સૌથી મોટો પડકાર શું હતો. તેણે કહ્યું, ‘સૌથી મોટો પડકાર એ હતો કે રૂપાલીએ શરૂઆતમાં મૌન જાળવ્યું હતું. તેના અને ઈશાના સંબંધો ખૂબ સારા હતા, તેઓ સારા મિત્રો હતા અને કોઈને પણ આવા આરોપોની અપેક્ષા નહોતી. તે એક આંચકો હતો. રૂપાલીએ પહેલા તો કંઈ કહ્યું નહિ કારણ કે તે ઈચ્છતી ન હતી કે આ મામલો સાર્વજનિક થાય. પરંતુ જ્યારે આરોપો વધવા લાગ્યા અને તેના બાળકને પ્રશ્નમાં લાવવામાં આવ્યો, ત્યારે તેણે બોલવાનું નક્કી કર્યું. તેમના બાળકની ઉંમર 11 વર્ષ છે. આવા આક્ષેપોથી સમાજમાં ખૂબ જ ખોટી છાપ પડે છે.
આ આરોપોની રૂપાલીની 39 વર્ષની મહેનત પર ખરાબ અસર પડી હતી. સનાએ રૂપાલીની છબી વિશે પણ વાત કરી અને કહ્યું, ‘તે ખૂબ જ સારા સ્વભાવની વ્યક્તિ છે. હું તેને અંગત રીતે ઓળખું છું. તે ક્યારેય કોઈનું નુકસાન ઈચ્છતી નથી. આ આરોપથી તેમની ઈમેજને ઘણું નુકસાન થયું છે. તેણી હંમેશા સારી રીતે વર્તે છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પર આવા ખોટા આરોપો લગાવવામાં આવે છે ત્યારે તે ખૂબ મુશ્કેલ બની જાય છે. આ સમગ્ર ઘટનાથી તેમની પ્રામાણિકતાને ઠેસ પહોંચી છે. તેમણે આટલા વર્ષો સુધી વ્યક્તિગત અને વ્યાવસાયિક અખંડિતતા જાળવી રાખી છે. આજ સુધી તે કોઈપણ વિવાદથી દૂર રહી છે. 39 વર્ષની મહેનત અને ઈમાનદારી પછી પણ અચાનક આવી નુકસાનકારક ટિપ્પણીઓથી ઘણું નુકસાન થયું.
ઈશાના તમામ આરોપો સંપૂર્ણપણે ખોટા છે જ્યારે સનાને પૂછવામાં આવ્યું કે શું ઈશાએ રૂપાલી પર લગાવેલા તમામ આરોપો ખોટા છે? તો તેણે સ્પષ્ટ કહ્યું, ‘હા, અમે આ તમામ આરોપોને સંપૂર્ણપણે નકારીએ છીએ. આ તમામ આક્ષેપો ખોટા છે. ઈશાએ જે પણ કહ્યું તે તદ્દન ખોટું હતું. અને જ્યારે તેણે બધું કાઢી નાખ્યું ત્યારે આ સાબિત થયું.
કાયદેસરની કાર્યવાહી ચાલુ રહેશે અંતે સનાએ આગળની કાનૂની પ્રક્રિયા વિશે કહ્યું, ‘અત્યાર સુધી અમને ઈશા તરફથી કોઈ માફી મળી નથી. અમે અમારી કાનૂની કાર્યવાહી સંપૂર્ણ રીતે ચાલુ રાખીશું. રૂપાલીની ઈમેજને જાણી જોઈને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અમે આ મામલે સંપૂર્ણ કાનૂની કાર્યવાહી કરીશું.
શું છે સમગ્ર મામલો? થોડા સમય પહેલાં, વર્ષ 2020માં ઈશા વર્મા દ્વારા કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ લાઈમલાઈટમાં આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘આ ખૂબ જ ખરાબ છે, શું કોઈને રૂપાલી ગાંગુલીની સાચી સ્ટોરી નથી જાણતું. તેના અશ્વિન કે. વર્મા સાથે 12 વર્ષ સુધી સંબંધ હતા, જ્યારે તે સમયે અશ્વિનના લગ્ન પણ થઈ ગયેલાં હતાં. અશ્વિન વર્માને તેમના અગાઉનાં લગ્નથી 2 પુત્રીઓ છે. તે એક ક્રૂર મહિલા છે જેણે મને અને મારી બહેનને અલગ કરવાનો પ્રયાસ કર્યો.’
ઈશાએ આગળ લખ્યું, હું આ બધું એટલા માટે કહી રહી છું કારણ કે તે દરેક જગ્યાએ એવો ઢોંગ કરે છે કે તે સુખી લગ્નજીવનમાં છે. જોકે વાસ્તવમાં તે મારા પિતા પ્રત્યે કંટ્રોલિંગ અને સાઈકોટિક છે. જ્યારે પણ હું મારા પિતાને ફોન કરું છું ત્યારે તે બૂમો પાડવા લાગે છે અને મને અને મારી માતાને મારી નાખવાની ધમકીઓ આપવા લાગે છે. રૂપાલીએ મારા પિતાની જિંદગી બરબાદ કરી છે અને પ્રેમ લગ્ન કર્યા છે તેવો ઢોંગ કરે છે તે યોગ્ય નથી. સાચું કહું તો તે એ જ રીતે વર્તે છે જે રીતે રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત સાથે કર્યું હતું. તે મારા પિતાને વિચિત્ર દવાઓ આપે છે અને તેમને કંટ્રોલ કરે છે.
વર્ષ 2013માં રૂપાલી ગાંગુલીએ અશ્વિન સાથે લગ્ન કર્યા હતા. વર્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને 12 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. આ લગ્નથી દંપતીને એક પુત્ર છે. જ્યારે ઈશા અશ્વિનની પહેલી પત્નીથી પુત્રી છે.