21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાત ટાઇટન્સે તેમના નવા આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ તરીકે પાર્થિવ પટેલની નિમણૂકની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટર પાર્થિવ હવે IPLમાં ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયો છે. તે ત્રણ સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સ માટે ટેલેન્ટ સ્કાઉટ તરીકે કામ કર્યું હતું અને 2023માં મુંબઈ અમીરાત માટે બેટિંગ કોચ તરીકે પણ કામ કર્યું હતું.
પાર્થિવ પટેલે તેની કારકિર્દી દરમિયાન, ભારત માટે 25 ટેસ્ટ, 38 ODI અને બે T20I રમી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં, તેણે ગુજરાત માટે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી.
ગુજરાત ટાઇટન્સે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ‘આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝન માટે તૈયારી કરી રહ્યું છે, ત્યારે પાર્થિવની બેટિંગ તકનીકો અને વ્યૂહરચનાઓ વિશેની સમજ ખેલાડીઓની કુશળતાને વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. પાર્થિવ, જે તેની ક્રિકેટિંગ સ્કિલ્સ અને યુવા પ્રતિભાને માર્ગદર્શન આપવાની ક્ષમતા માટે જાણીતો છે, તે કોચિંગ સ્ટાફને મજબૂત કરશે અને ખેલાડીઓના વિકાસ અને પ્રદર્શનમાં યોગદાન આપશે.’