રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં છેલ્લા કેટલાય સમયથી ડિજિટલ એરેસ્ટના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે 73 વર્ષીય મહેન્દ્ર મહેતા નામના વ્યક્તિ દ્વારા અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફોર્જરી, એક્ષટોર્શન,
.
રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 7 ઓક્ટોબર 2024 ના રોજ 73 વર્ષીય નિવૃત્ત બેંક મેનેજર મહેન્દ્ર મહેતા નામના વ્યક્તિ દ્વારા પોતાની સાથે રૂપિયા 56 લાખની ફ્રોડ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને આપેલી ફરિયાદમાં મહેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે 11 જુલાઈ 2024 ના રોજ પોતે પોતાની પત્ની સાથે હોસ્પિટલમાં હતા ત્યારે અજાણ્યા નંબર પરથી એક કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોતે પોલીસ ઇન્સ્પેક્ટર હોય તે પ્રકારની ઓળખ આપી હતી. તેમજ ત્યારબાદ અન્ય નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે તમારા આધાર કાર્ડ પર કેનેરા બેંકમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. જે બેન્ક એકાઉન્ટમાં ઓપનિંગ બેલેન્સ અઢી કરોડ રૂપિયા છે. એકાઉન્ટ સાઇબરફ ફ્રોડમાં વાપરવામાં આવ્યું છે તેમજ મની લોન્ડરિંગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સાથે જ તમારું અરેસ્ટ વોરંટ પણ કાઢવામાં આવ્યું છે. ત્યારબાદ અજાણ્યા વ્યક્તિએ મહેન્દ્ર મહેતાને દર બે કલાકે વ્હોટસએપ કોલ કરી રિપોર્ટ કરવાનું કહ્યું હતું. તેમજ સવાર બપોર સાંજ ફોટો પાડીને વ્હોટસએપ મોકલવાનું કહેતા મહેન્દ્ર મહેતા પોતાનો ફોટો પણ મોકલી આપતા હતા. અજાણ્યા વ્યક્તિ દ્વારા વ્હોટસએપ સેબીનો એન્ટ્રી મની લોન્ડરિંગ બાબતે નો લેટર તેમજ ડાયરેક્ટ ઓફ એન્ફોર્સમેન્ટ તેમજ આરબીઆઈ તેમજ મારા નામનું કેનેરા બેન્કનું એટીએમ કાર્ડ, તેમજ મારા નામનું બેંક સ્ટેટમેન્ટ સહિતના ડોક્યુમેન્ટ મોકલી આપવામાં આવ્યા હતા. આમ મહેન્દ્ર મહેતાને અજાણ્યા વ્યક્તિ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ ક્રમશઃ મહેન્દ્ર મહેતા પાસે કેટલી મિલકત છે તેમજ કેટલા બેંક એકાઉન્ટ છે તેમાં કેટલા નાણા પડેલા છે તેમજ મ્યુચ્યુઅલ ફંડ શેર સહિતમાં કેટલા નાણા રોકવામાં આવ્યા છે તે સહિતની વિગતો મંગાવી હતી. જે વિગતો મહેન્દ્ર મહેતા દ્વારા અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરવામાં આવી હતી.
અજાણ્યા વ્યક્તિ દ્વારા મહેન્દ્ર મહેતાને કહેવામાં આવ્યું હતું કે તમારી પાસે રહેલ તમામ નાણા મનીલોન્ડરિંગના છે કે કેમ તે બાબતે ક્રોસ વેરીફિકેશન કરવા માટે તમે હું જે બેન્ક એકાઉન્ટ નંબર આપું તેમાં નાણાં ટ્રાન્સફર કરો જેથી મહેન્દ્ર મહેતા દ્વારા ઓરિસ્સાના એક એકાઉન્ટમાં 50 લાખ તેમજ અન્ય એકાઉન્ટમાં 6 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. મહેન્દ્ર મહેતાને જણાવવામાં આવ્યું હતું કે તમારા નાણાં ત્રણ દિવસમાં ઓડિટ વેરિફિકેશન કર્યા બાદ તમને પરત મોકલી દેવામાં આવશે. પરંતુ છ દિવસ સુધી કોઈપણ જાતનો કોલ ન આવતા મહેન્દ્ર મહેતાએ સમગ્ર મામલે પોતાના પૌત્રને વાત કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આમ, 15 દિવસ સુધી મહેન્દ્ર મહેતા ડિજિટલ એરેસ્ટ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા અગાઉ જ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ત્યારે ગુનાના કામે સાત આરોપીઓને કોર્ટમાં શનિવારના રોજ રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા વિપુલ દેસાઈ અને હિરેન બુશા નામના વ્યક્તિઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જે પણ પૂર્ણ થઈ ગયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઉત્તર ગુજરાતમાં એકાઉન્ટ ભાડે લેવા તેમજ ભાડે ચડાવવા બાબતે વિપુલ દેસાઈ કમાન સંભાળતો હતો. જ્યારે કે સૌરાષ્ટ્રનો વહીવટ હિરેન બુશા તેમજ મયંક નામનો વ્યક્તિ કરતાં હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એકાઉન્ટ ભાડે આપનાર વ્યક્તિને પ્રતિ માસ 15000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જ્યારે બેન્ક એકાઉન્ટ શોધી લાવનાર વ્યક્તિને 5000 રૂપિયા કમિશન પેટે ચૂકવવામાં આવતા હતા.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત બસીયાએ અગાઉ જણાવ્યું હતુ કે, મની લોન્ડ્રિંગ કેસમાં અરજદારને મુંબઈ પોલીસની ઓળખ આપી ડિજિટલ અરેસ્ટ કરી અરજદાર સાથે રૂ. 56 લાખની છેતરપિંડી કરવામા આવી હતી. જે બાબતે રાજકોટ સાઇબર ક્રાઇમમાં ગૂનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ સાઈબર ક્રાઈમ પીઆઈ બી. બી. જાડેજા અને એમ. એ. ઝણકાત દ્વારા 7 આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પકડી પાડવામાં આવ્યા હતા. જેમાંથી હિરેન મુકેશભાઇ સુબા અને વિપુલ લાભુભાઈ દેસાઈને કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જે પૂર્ણ થઈ ગયા છે. સાતેય આરોપીઓ ખાતા ધારકો છે કે જેમના ખાતામાં નાણા ટ્રાન્સફર થયા હતા. આ આરોપીઓના કોની સાથે કનેક્શન છે? કોને નાણા ટ્રાન્સફર કરવાના હતા તે સહિતની બાબતે તપાસ કરવામાં આવી છે. 7 ખાતા ધારકોની મદદથી પોલિસ તેમની ઉપરના આકાઓ સુધી પહોંચી રહી છે પરંતુ જ્યાંથી ફ્રોડ કોલ થયો હતો તે કમ્બોડિયાના શખ્સ સુધી પોલિસ પહોંચી શકશે કે કેમ તે પણ એક સવાલ છે કારણકે કમ્બોડિયાથી કોનો દોરી સંચાર હતો અને કોણ ફ્રોડ કોલ કરતું હતુ તેનુ સાચું નામ કે એડ્રેસ પણ પોલિસને મળ્યું નથી.
1. મહેકકુમાર ઉર્ફે મયંક નીતિનભાઇ જોટાણીયા (જાતે-પ્રજાપતી ઉ.વ.24 વ્યવસાય:- અભ્યાસ રહે, બ્લોક-એ, 401 વર્ધમાન કોમ્પલેક્ષ ગેબનશા રોડ, દેવ વાડી પાસે જુનાગઢ)
2. હિરેનકુમાર મુકેશભાઇ સુબા (જાતે લુવાણા, ઉ.વ.31 વ્યવસાય:- વેપાર રહે. મુળ. બ્લોક નં.- 307 અમરનાથ એપાર્ટમેન્ટ, જોશીપુરા પોલીસ ચોકી સરદાર પરા જુનાગઢ હાલ. ફ્લેટ નં.407 પ્રવેશ એપાર્ટમેન્ટ શેરી નં.1, નવા નાગરવાડા જુનાગઢ)
3. પઠાણ મહમદરીઝવાનખાન ઇશાકશાન (જાતે- મુસ્લીમ ઉ.વ.35 વ્યવસાય:- મજુરી રહે. મકાન નં.1363 માતાજી ડેલુ સલાપસ રોડ પથ્થરકુવા પટવા શેરી અમદાવાદ)
4. પરેશભાઇ ખોડાભાઇ ચૌધરી (જાતે- ચૌધરી ઉ.વ.29, વ્યવસાય પ્રાઇવેટ નોકરી રહે. રામજી મંદીર મોટી શેરી ચૌધરીવાસ અરજણસર તા.રાધનપુર જી. પાટણ)
5. કલ્પેશભાઇ ખોડાભાઇ ચૌધરી (જાતે- ચૌધરી ઉ.વ.24 વ્યવસાય:-પ્રા.નોકરી રહે. રામજી મંદીર મોટી શેરી ચૌધરીવાસ અરજણસર તા.રાધનપુર જી. પાટણ)
6. વિપુલકુમાર લાભુભાઇ દેસાઇ ( જાતે- રબારી ઉ.વ.35, વ્યવસાય ખેતી, રહે. રબારીવાસ ચેહર માતાના મંદીરની બાજુમા કંબોઇ ગામ તા.ચાણસમા જી.પાટણ)
7. વિપુલ જેઠાલાલ નાયક ( જાતે હીન્દુ ઉ.વ. 54 વ્યવસાય:- વેપાર રહે. મુ. ભદ્રેશર ગામ તા.ઇડર જી.સાબરકાંઠા હાલ.એફ-1204 સરદાર પટેલ નગર જી.એચ.બી ફ્લેટ અનમોલ ટાવરની બાજુમા શાસ્ત્રી નગર ચાર રસ્તા અમદાવાદ)