વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં હરીપુરા ગામે રહેતી મહિલા રાત્રિના સમયે પોતાની ભત્રીજી સાથે ચાલવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન બાઈક સવાર ગઠીયા તેમની પાછળથી ધસી આવ્યા હતા અને મહિલાએ પહેરેલી સોનાની ચેન તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે મહિલાએ ચેન પકડી રાખતા
.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં હરીપુરા ગામ પાસે ઘંટી વાળી ગલીમાં રહેતા નયનાબેન દીનેશભાઈ દલવાડીએ ફરીયાદ નોંધાવી છે કે હું અને મારી ભત્રીજી ૧૨ નવેમ્બરના રોજ રાત્રીના આશરે નવેક વાગે જમી પરવારી બહાર ચાલવા માટે અમારા ઘરેથી નીકળ્યા હતા. જે અમે હરીપુરા ગામ થઈ અજીતનગર સોસાયટી થઈ ગાય સર્કલ તરફ ગયા હતા અને ગાય સર્કલથી ઉરમી સર્કલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે એચડીએફસી બેંક પાસે આશરે સવા નવેક વાગે પહોચતા અચાનક અમારી પાછળ એક ટૂવ્હીલર પર બે ઇસમો આવ્યા હતા.
ચાલુ ટુ વ્હીલર પાછળ બેસેલ ઇસમે મને પાછળથી મારા ગળામાં રહેલ સોનાની ચેન પકડી તોડવા જતા મે ચેન પકડી રાખેલ હ તી પરંતુ અડધી ચેન પેંડલ સાથે તૂટી જતા તે તોડીને તેઓનુ ટુવ્હીલર લઈ ઊર્મિ સદેવ તરફ ભાગી ગયા હતા અને અડધી ચેન મારી પાસે રહી ગઈ હતી. આછોડા તોડો અડધી ચેન પેંડલ સાથે રૂ.18 હજારની સોનાની ચેન તોડી હોય પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.
ઉદલપુરની નવી નગરીમાં રહેતા શ્રમજીવી પરિવારની સગીર વયની દીકરીને પરિણીત પાડોશી ભગાડી ગયો
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઉદલપુર નવીનગરી ખાતે રહેતો પરિવાર મજૂરી કરી ગુજરાન ચલાવે છે ચાર દીકરીઓના પિતાની બે દીકરીઓના લગ્ન કર્યા છે અને બે અપરણિત છે તેમા સૌથી નાની સગીર વયની દીકરીને પડોશમાં રહેતા લગ્ન કરવાના બદ ઇરાદે પટાવી ફોસલાવીને ભગાડી ગયા હતાસંતોષભાઈ ઇશ્વરભાઇ પરમારની પત્ની લક્ષ્મીબેનને છેલ્લા મહિના ઉપરાંતથી ખેંચ આવતી હોવાથી બીમાર રહેતી હતી અવારનવાર પાડોશીની સગીર વયની નાની દીકરીને સાથે દવાખાને લઈ જવી છે તે કારણોસર લઈ જતા હતા અને ઘરે પરત પણ આવી પણ જતા હતા પરંતુ 10 નવેમ્બરના રોજ સંતોષ પરમાર પડોશમાં રહેતા શ્રમજીવી પરિવારની દીકરીને માતા પિતા ની હાજરીમાં બોલાવવા માટે આવ્યો હતો મારી પત્ની લક્ષ્મીને ખેંચ આવી છે તેને દવાખાને લઈ જવી છે તેમ જણાવી સગીર વયની નાની દીકરી ને લઈ ગયો હતો.
સાંજે ચાર વાગ્યાના અરસામાં સંતોષ પરમારની સાળી ગીતાનો સગીરાના પિતા ઉપર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે મારા બનેવી સંતોષ પરમાર તેમની પત્ની લક્ષ્મીને બાલાસિનોર દવાખાનામાં દાખલ કરીને અમો ચા નાસ્તો લેવા જઈએ છે તેમ જણાવીને નીકળી ગયા છે જે હજુ સુધી દવાખાને પરત ફર્યા નથી ઘરે આવ્યા છે કે કેમ તે પૂછવા માટે મેં ફોન કર્યો છે તેમ જણાવતા સગીરાના પિતાએ ઝીણવટ ભરી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સંતોષ પરમારને તેઓની નાની દીકરી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો આજુબાજુમાં અને સગા સંબંધીઓમાં તપાસ કરાવી પરંતુ ક્યાંય પત્તો ન લાગતા ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા લગ્ન કરવાના બદ ઇરાદે પટાવી ફોસલાવી સગીર વયની દીકરીને દવાખાને લઈ જવાના બહાને ભગાડી અપહરણ કર્યું હોવાથી પોલીસે ગુનો નોધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.