બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના બેલા ગામે રાત્રીના સમયે બાઈક ચાલક પસાર થઈ રહ્યા હતા. તેવામાં અચાનક પશુ રસ્તા વચ્ચે આવતા બાઈક સાથે પશુ અથડાતા અકસ્માત સર્જાયો હતો.
.
બાઈક ચાલક બગાભાઈ કુકાભાઈ વાઘેલા જે બેલા ગામના હતા અને કોઈ કામ સબબ પોતાનું મોટરસાયકલ લઈને જતા હતા. તે દરમ્યાન કેનાલ પાસે અચાનક પશુ રસ્તા પર આવતા અકસ્માત સર્જાયો હતો. જેથી બાઈક સવારને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે બાઈક ચાલકનું મોત થયું હતું. અકસ્માતના સમાચાર મળતા સ્થાનિકો અને મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે બરવાળાની સરકારી હોસ્પિટલ ખસેડેલ તો ઘટનાની જાણ થતાં બરવાળા પોલીસ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી હતી.