વડોદરા શહેરના મુખ્ય માર્ગ ગણાતા ચોખંડી વિસ્તારમાં આજે એક ઇકો કાર અનાજની દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેને લઇને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના અંગેના સીસીટીવી સામે આવ્યા છે.
.
ઇકો ગાડી અનાજના દુકાનમાં ઘૂસી ગઇ વડોદરા શહેરના મુખ્ય બજાર ગણાતા ચોખંડી મુખ્ય માર્ગ પર લાઈવ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. આ અકસ્માતમાં ઇકો ગાડી અનાજના દુકાનમાં ઘૂસી ગઇ હતી. અનાજની દુકાનમાં રહેલ કેટલાંક કર્મચારી ઈજાગ્રસ્ત થયા હોવાનુ સીસીટીવી ફૂટેજમાં જણાઈ રહ્યુ છે. આ ઘટનામાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
ઇકો કારે કંટ્રોલ ગુમાવતા એક્ટિવાને ટક્કર મારી.
અફરાતફરી સર્જાતા લોકોના ટોળા એકઠા થયા આ સમગ્ર અકસ્માતની ઘટનાના લાઇવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. આ બનાવની જાણ થતાં તાત્કાલીક વાડી પોલીસ મથકની ટીમ દોડીઆવી હતી. આ બનાવમાં એક ઇકો કાર અચાનક વળાંક લઈ સીધી જ અનાજની દુકાનમાં આવી જાય છે. જ્યા ભારે અફરાતફરી સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હતા. આ બનાવને લઈ વાડી પોલીસે વધું તપાસ હાથ ધરી છે.
ઇકો કાર ટર્ન લઇને સીધી જ અનાજની દુકાનમાં ઘૂસી.
રિક્ષા અને એક્ટિવાને નુકસાન, એક ઇજાગ્રસ્ત આ બનાવ અંગે વાડી પોલીસ મથકના પી.આઇ જે આર ગામીતે જણાવ્યું હતું કે, આ અકસ્માત અંગેની માહિતિ મળતાની સાથેજ તમારી ટીમ ત્યાં તાત્કાલીક પોંહચી હતી. હાલમાં આ બનાવ અંગે કાર્યવાહી કરી રહ્યાં છીએ. આ ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. એક રિક્ષા અને એક એક્ટિવાને નુકસાન પહોંચ્યું છે.
ઇકો કારની ઘૂસી જતાં અનાજની દુકાનમાં ભારે નુકસાન.