કોરોનાની મહામારીમાં આપણ સૌએ જોયું હતું કે ઓક્સિજનની ભારે અછતે દર્દીઓની હાલત બગાડી દીધી હતી. બીજી લહેરમાં દર્દીઓના પરિવારજનોએ દવા, ઇન્જેક્શન, અને ઓક્સિજન માટે ભટકવું પડતું હતું. એમ કહીએ કે ઓક્સિજનની સર્જાયેલી અછતે આપણને આ પ્રાણવાયુનું મહત્વ સમજાવ્યું
.
કોરોના દરમિયાન આ મોલ બનાવવાનો વિચાર આવ્યો જયેશ પટેલે દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે આ ઓક્સિજન મોલ બનાવવાનું કારણ એ છે કે કોરોના મહામારીનો સમય હતો એ દરમિયાન લોકોને ઓક્સિજન નું મહત્વ વિસે સમજણ પડી હતી.કોરોના મહામારીમા ઓક્સિજન એ મહત્વ નો ભાગ ભજવ્યો હતો.ત્યારબાદ ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ પટેલને વિચાર આવ્યો કે તિરુપતિ ઋષિવન મા એક ઓક્સિજન મોલ બનાવીએ જેમાં ચોવીસ કલાક ઓક્સિજન આપતા પ્લાન્ટ રાખવામાં આવે.આ ઓક્સિજન મોલમાં 20 પ્રકારના ઓક્સિજન પ્લાન્ટ મુકવામાં આવ્યા છે.
ચોવીસ કલાક ઓક્સિજન આપતા 20 જેટલા પ્લાન્ટ મુકવામાં આવ્યા આ પ્લાન્ટ ઘરમાં રાખવાથી ઓક્સિજન પ્રમાણ વધારે છે.અને કાર્બન ડાયોક્સાઇડ ઘટાડે છે.આ મોલમાં સ્નેક પ્લાન્ટ,એરિકા પલામ,લીલી જેવા કુલ 20 ઓક્સિજન આપતા પ્લાન્ટ મોલમાં મુકવામાં આવ્યા છે.અત્યાર સુધી લોકોએ કપડાનો એ સી વાળો મોલ જોયો હશે.તેમજ અનેક એ.સી વાળા મોલ જોયા હશે પરંતુ ઓક્સિજન આપતા પ્લાન્ટ નો મોલ પ્રથમવાર બનાવવામાં આવ્યો છે.
પર્યટકોને નજીવા દરે આ પ્લાન્ટ આપવામાં આવે છે તિરુપતિ ઋષિવન માં આવતા પર્યટકો આ ઓક્સિજન આપતા પ્લાન્ટવ વિસે માહિતી મેળવી શકે છે.અને જો કોઈ ને આ ઓક્સિજન પ્લાન લેવો હોઈ તો બજાર કરતા ઓછી કિંમતે આ પ્લાન્ટ આપવામાં આવે છે.ઓછો ભાવ લેવાનું કારણ કે અહીંયા મધ્યમ વર્ગીય પરિવાર ફરવા આવે છે.એમને પોષાય એ રીતે બજાર ભાવ કરતા એક દમ નજીવા દરે આ ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવે છે.જેથી તેઓ પણ ઘરમાં શુદ્ધ ઓક્સિજન મેડવી શકે.
- ઓક્સિજન આપતા પ્લાન્ટસમાં કુંવરપાઠું, સ્નેક પ્લાન્ટ્સ, અરેકા પામ, લીમડો, મનીપ્લાન્ટ જેવા છોડ
- જર્બેરા પ્લાન્ટ: ઊંઘ અને શ્વાસની વિકૃતિઓથી પીડાતા લોકોને રાહત આપતો આ છોડ અનુકૂળ પરિસ્થિતિઓમાં 2 વર્ષ સુધી જીવી શકે છે.
- તુલસીનો છોડ: દક્ષિણ-પૂર્વ એશિયામાં ઉગાડવામાં આવતો આ છોડ તણાવમાં રાહત આપે છે અને શરદી, ઉધરસ, હાઈ બીપી અને કોલેસ્ટ્રોલની સમસ્યાઓમાં મદદરૂપ સાબિત થાય છે.
- એલોવેરા પ્લાન્ટ: એલ્ડીહાઇડ્સ અને બેન્ઝીન જેવા ઝેરી તત્ત્વો દૂર કરે છે. તેમજ બહુવિધ સારવાર માટે પણ ઉપયોગી છે.
- સ્પાઇડર પ્લાન્ટ: આ છોડ હવામાંથી ઝેરી તત્ત્વ નાબૂદ કરીને રાત્રે ઓક્સિજન આપે છે.
- ક્રિસમસ કેક્ટસ: રાત્રે ઓક્સિજન છોડતો આ છોડ તેના વાઇબ્રન્ટ રંગથી હમીંગબર્ડ્સને આકર્ષિત કરે છે.
- પીસ લીલી: અનિંદ્રાથી પીડિત લોકોને મદદ કરતો આ છોડ હવાને શુદ્ધ કરીને ઓક્સિજન આપે છે.
- ઓર્કિડ પ્લાન્ટ: સૌથી મોટા ફૂલો આપતો આ છોડ હવામાંથી ઝાયલીન નામનું ઝેરી તત્ત્વ દૂર કરે છે.
- એરેકા પામ: અરેકા પામ વિવિધ નામોથી પણ આવે છે, જેમ કે ગોલ્ડન પામ, બટરફ્લાય પામ અને યલો પામ. તે ભારતીય લિવિંગ રૂમમાં એક લોકપ્રિય છોડ છે કારણ કે તે નીરસ જગ્યામાં તાજગી ઉમેરે છે. અરેકા પામ રાત્રે ઓક્સિજન પણ છોડે છે, જે તેનો વધારાનો ફાયદો છે. તમે તેને તમારા ઘરમાં સરળતાથી લગાવી શકો છો, પરંતુ તેને એવા વિસ્તારમાં રોપવાનું યાદ રાખો જ્યાં આંશિક સૂર્યનો છાંયો આવતો હોય.
- સ્નેક પ્લાન્ટ: રાત્રિના સમયે ઓક્સિજન છોડતા ઇન્ડોર છોડની યાદીમાં સ્નેક પ્લાન્ટ ટોચનું સ્થાન ધરાવે છે. છોડને સાસુની જીભ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે છોડની નર્સરીઓમાં સરળતાથી ઉપલબ્ધ છે. તે એક સીધો સીધો છોડ છે જે હવામાંથી ફોર્મલ્ડીહાઈડ અને કાર્બન-ડાઈ-ઓક્સાઈડને શોષી લે છે અને તમારા રૂમની હવાને સ્વચ્છ બનાવે છે. સ્નેક પ્લાન્ટ ઉગાડવામાં સરળ છે કારણ કે તેને નિયમિત પાણીની જરૂર પડતી નથી.