મુંબઈ43 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુરુ નાનક જયંતિની રજાના કારણે આજે એટલે કે 15મી નવેમ્બરે શેરબજાર બંધ છે. રજાના કારણે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં કોઈ ટ્રેડિંગ થશે નહીં. જો કે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને નેશનલ કોમોડિટી એક્સચેન્જ (NCDEX) પ્રથમ અર્ધ એટલે કે સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી બંધ રહેશે.
MCX અને NCDEX સાંજના સત્રમાં સાંજે 5:00 વાગ્યાથી ટ્રેડિંગ માટે ખુલશે. આ વર્ષમાં હજુ બે વધુ સ્ટોક રજાઓ બાકી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને કારણે આગામી શેરબજારની રજા 20 નવેમ્બરે છે, ત્યાર બાદ વર્ષની છેલ્લી શેરબજારની રજા 25 ડિસેમ્બરે નાતાલના દિવસે છે.
ગઈ કાલે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું આ પહેલા ગઈકાલે એટલે કે 14 નવેમ્બરે સેન્સેક્સ 110 પોઈન્ટના ઘટાડા સાથે 77,580 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 26 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. તે 23,532ના સ્તરે બંધ થયો હતો. જોકે, BSE સ્મોલકેપ 429 પોઈન્ટ વધીને 52,381 પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં ઘટાડો અને 13માં ઉછાળો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 29માં ઘટાડો અને 21માં વધારો હતો. NSE સેક્ટોરલ ઇન્ડેક્સમાં FMCG સેક્ટર સૌથી વધુ 1.53% ઘટ્યું હતું. જ્યારે મીડિયા સેક્ટરમાં સૌથી વધુ 2.26%નો વધારો થયો હતો.