ભુજ લખપત ધોરીમાર્ગ પરના નખત્રાણા નગરમાં વાહનોની ભરમાર વચ્ચે કાયમી ટ્રાફિક સમસ્યા લોકો માટે માથાના દુખાવા સમાન બની છે, ત્યાં આજે ભરચક માર્ગ પર દયાપર તરફ જતી એક ટ્રક બેકાબૂ બની હતી. જેથી આસપાસના લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. સદ્દભાગ્યે અકસ્માતની આ
.
ભુજ બાજુથી આવતી ટ્રક માર્ગ વચ્ચેના ડિવાઈડર કૂદીને અંદાજીત 500 મીટર સુધી સર્પાકારે દોડતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હોવાનું સ્થાનિકો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી. લોકોના જણાવ્યા મુજબ ટ્રકચાલક કેફી પીણું પીધેલી હાલતમાં હતો અને તેના કારણે જ તેણે ગફલતભરી રીતે ટ્રક ચલાવી પોતાની સાથે અન્યોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા.
આ અંગે નખત્રાણા પીએસઆઇ રાજેશ બેગડીયાનો સંપર્ક સાધતા તેમણે ઘટના અંગે કહ્યું હતું કે, અકસ્માત સર્જનાર ટ્રકચાલકને પૂછપરછ માટે હાલ પોલીસ મથકે લવાયો છે, ચાલક નશો કરેલો છે કે કેમ તે મેડિકલ તપાસ બાદ સામે આવશે. હાલ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. દરમિયાન પોલીસ મથક નજીક જ અકસ્માતની ઘટના બનતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ તકે મુખ્ય માર્ગે બેફામ વાહનો ચલાવી લગાતાર હોર્ન વગાડી ઘોંઘાટ ફેલાવતા ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાય એવી માગ ઉઠી હતી.