અમદાવાદ શહેરમાં રિલેશનશિપનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં લિવિંગમાં રહેતી મહિલાએ તેના પુત્ર સાથે મળીને પ્રેમીની હત્યા કરી નાખી છે. બસમાં મુસાફરી દરમિયાન આંખ મળી અને પછી બંને સાથે રહેવા લાગ્યા, પરંતુ ત્યાર બાદ તે પ્રેમિકા પર અત્યાચાર કરતો
.
દુપટ્ટા વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી મૂળ અમેરલીનો યુવક અમદાવાદમાં નોકરી કરતો હતો. પરંતુ પત્ની સાથે વિખવાદ થતા અમદાવાદમાં સ્થાયી થઇ ગયો હતો. બસમાં મુસાફરી દરમિયાન વિધવા મહિલા પેસેન્જર સાથે આંખ મળી હતી. બંને લિવઈનમાં રહેવા લાગ્યા હતા. ત્યારે પ્રેમી સાથે માથાકૂટ થતા મહિલાએ દુપટ્ટા વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ મહિલા અને તેના પુત્રે ભેગા મળીને લાશને દુર્ગાનગર પાસે આવેલી અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી. આ અંગે વટવા પોલીસે શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરતા માતા-પુત્રની સંડોવણી સામે આવી હતી. બાદમાં હત્યાનો ગુનો નોધીને બંનેની ધરપકડ કરી લીધી છે.
પ્રેમ સંબંધ બંધાતા મહિલા મૃતક સાથે રહેવા લાગી હતી વટવાના દુર્ગાનગર પાસે એક પુરુષની લાશ મળી આવી હોવાની જાણ વટવા પોલીસને થતા તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચી ત્યારે મૃતકે એએમમટીએસ લખેલો શર્ટ પહેર્યો હતો. ત્યાર બાદ વધુ તપાસ કરતા મૃતક મૂળ અમેરેલીનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. આ અંગે વટવા પોલીસે ઘોડાસર કેડિલા બ્રિજ નજીક રહેતા સંતોષબેન અને તેમના પુત્ર વિનેશ ઉર્ફે સ્વયંમ સોલંકીની અટકાયત કરીને પૂછપરછ કરતા બંનેએ જણાવ્યું કે, ત્રણ વર્ષ અગાઉ મૃતક બસમાં કંડકટર તરીકે નોકરી કરતો હતો અને આરોપી મહિલા એલ.જી હોસ્પિટલમાં આયા તરીકે નોકરી કરતા હતા, ત્યારે બસમાં અવર જવર કરતી વખતે મિત્રતા બંધાઈ હતી અને બાદમાં પ્રેમ સંબંધ થતા વિધવા મહિલા અને મૃતક સાથે રહેવા લાગી હતા.
પોલીસે ગુનો નોધીને આરોપીની ધરપકડ કરી પરંતુ થોડા મહિનાથી મૃતક નોકરી પણ જતા ન હતા અને દારૂ પીવાની લતે ચઢી ગયા હતા. જ્યારે દારુ પીને ઘરે આવતા ત્યારે મહિલા સાથે ઝઘડો કરીને માર મારતા હતા. ગત મંગળવારે પણ મૃતક ઈરફાન ઉર્ફે સલીમ દારુ પીને ઘરે આવ્યો હતો અને પરિવારમાં ઝઘડો કર્યો હતો. બાદમાં આરોપી મહિલા સંતોષ સોલંકી અને તેના પુત્ર વિનેશે ઈરફાનને રિક્ષામાં બેસાડીને સમજાવી રહ્યા હતા. તે દરમિયાન મારામારી થઇ હતી અને મહિલાથી માર સહન નહી થતા દુપટ્ટા વડે ઈરફાનનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ બંનેએ ભેગા મળીને ઈરફાનની લાશને રીક્ષામાં દુર્ગાનગર મેટ્રો પીલ્લર પાસે અવાવરું જગ્યાએ ફેંકીને ઘરે આવી ગયા હતા. આ અંગે વટવા પોલીસે બંને સામે હત્યાનો ગુનો નોધીને તેની ધરપકડ કરી લીધી છે.