દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભીલવા ગામેથી ફોર વ્હીલર ગાડી લઈ પસાર થઈ રહેલા એક પરિવારને રસ્તામાં 4 જેટલા ઈસમોએ રોકી રૂપિયાની માંગણી કરતાં રૂપિયા ન આપતાં ફોર વ્હીલર ગાડીમાં સવાર પરિવારને કુહાડીની મુદર, લોખંડની પાઈપ, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મા
.
પ્રાપ્ત વિગતો અનુસાર ગરબાડાના ભીલવા ગામે બારીયા ફળિયામાં રહેતાં કમાબેન મુલચંદભાઈ બારીયા તથા તેમનો પરિવાર ભીલવા ગામે માળ ફળિયાના રસ્તા પરથી ફોર વ્હીલર ગાડીમાં બેસી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે સમયે ગરબાડાના ભીલવા ગામે નદી ફળિયામાં રહેતાં જામસીંગ પ્રેમલા બારીયા, વર્મા પ્રેમલા બારીયા, ભારતા પાગળા બારીયા તથા માસમ પાગળા બારીયા 2 મોટરસાઈકલ પર સવાર થઈ આવ્યાં હતાં અને કમાબેનની ફોર વ્હીલર ગાડીને ઉભી રખાવી ગાડીનો કાચ તેમજ દરવાજાને નુકસાન પહોંચાડ્યું હતું.
ત્યારબાદ કહેવા લાગેલ કે, ગાડી નીચે ઉતરો અને પૈસા લાવો તેમ કહેતાં કમાબેને કહેલું કે, અમો સાના પૈસા તમોને આપીએ, તેમ કહેતા ઉપરોક્ત ચારેય ઈસમો એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને મુલચંદભાઈને ફોર વ્હીલર ગાડીમાંથી નીચે પાડી દઈ કુહાડીની મુદર વડે તેમજ લોખંડની પાઈપ વડે માર માર્યો હતો અને ગાડીમાં બેઠેલા અન્ય વ્યક્તિઓને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી તમામને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે કમાબેન મુલચંદભાઈ બારીયાએ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.