સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ સુરતમાં છેલ્લા ત્રણ વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા ચાર વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટને માત્ર 15,000 રૂપિયા આપીને ભારતમાં પ્રવેશી હતી. એક વર્ષ મુંબઈમાં રહ્યાં બાદ તે છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં સ્થાયી થઈ હ
.
4 વર્ષથી દેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ સુરતમાં છેલ્લાં ત્રણ વર્ષથી ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલાની એસઓજીએ મહિધરપુરા દિલ્હી ગેટ ચાર રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી ધરપકડ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તપાસમાં મહિલાનું નામ રસીદા બેગમ જહાંગીર અલી શેખ હોવાનું સામે આવ્યું છે. પૂછપરછમાં મહિલાએ જણાવ્યું હતું કે, તે ચાર વર્ષ પહેલાં બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી. આ મહિલાએ પોતાનું ખોટું નામ ધારણ કર્યું હતું અને ખોટા ડોક્યુમેન્ટો પણ બનાવ્યા હતા.
મહિલા આરોપી.
મહિલા પાસેથી બોગસ ડોક્યુમેન્ટ પણ મળ્યાં એસઓજી દ્વારા જ્યારે મહિલાની વધુ પૂછપરછ હાથ ધરાઈ ત્યારે તેણે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રવેશવા માટે તેણે બાંગ્લાદેશી એજન્ટને બાંગ્લાદેશી કરન્સીમાં 15 હજાર રૂપિયા આપ્યા હતાં. ત્યારબાદ બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યા હતો. બાદમાં અહીંથી તે અલગ-અલગ ટ્રેનમાં બેસીને સુરત પહોંચી હતી. મુંબઈમાં એક વર્ષ રહ્યાં બાદ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં અલગ-અલગ જગ્યાએ રૂમ ભાડે રાખીને રહેતી હતી. આરોપી મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતનું આધારકાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હતા.
મહિલા પાસેથી બાંગ્લાદેશનું ઓળખ કાર્ડ મળી આવ્યું.
પશ્ચિમ બંગાળથી ટ્રેન મારફતે સુરત પહોંચી હતી આરોપી મહિલાની પૂછપરછમાં વધુ જાણવા મળ્યું હતું કે, તે બાંગ્લાદેશના બરંગા ગામની વતની છે. એજન્ટ મારફતે જસોર જિલ્લાથી બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બેંગોન ખાતેથી પ્રવેશ કરી હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી ટ્રેન મારફતે સુરત આવી હતી. તેની પાસેથી બાંગ્લાદેશની નાગરિકતા પણ મળી આવી છે. પોલીસે તેની ઉપર ફોરેન્સ એક્ટ પાસપોર્ટ રુલ્સ કાયદાની કલમો લગાવી છે.
ભારતમાં આવી બોગસ આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ બનાવ્યાં.
ચાર વર્ષ બાદ મહિલા SOGના હાથે ઝડપાઈ.