જોહાનિસબર્ગ1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતે ચોથી મેચમાં સાઉથ આફ્રિકાને 135 રને હરાવ્યું છે. આ T-20 ઇતિહાસમાં અત્યાર સુધીની પ્રોટીયાઝ ટીમની સૌથી મોટી હાર છે. આ મેચમાં, પ્રથમ વખત ભારતના બે બેટર્સે T20માં સદી ફટકારી હતી. તિલક વર્મા અને સંજુ સેમસને અણનમ સદી ફટકારીને સ્કોર 283 રન સુધી પહોંચાડ્યો હતો. આ સાઉથ આફ્રિકા સામે હાઈએસ્ટ T-20 સ્કોર પણ હતો.
જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 148 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા… સંજુ T-20 ઇન્ટરનેશનલમાં એક વર્ષમાં ત્રણ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટર બન્યો, વિકેટકીપર તરીકે સંજુ એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર બેટર પણ બન્યો. સેમસન અને તિલકે ભારત માટે સૌથી મોટી પાર્ટનરશિપ પણ કરી હતી.
જોહાનિસબર્ગ T20 ફેક્ટ્સ અને ટોપ-16 રેકોર્ડ
ફેક્ટ્સ-
- સંજુ સેમસન એક વર્ષમાં T-20 ઈન્ટરનેશનલમાં 3 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટર બની ગયો છે.
- સંજુ સેમસન એકમાત્ર ભારતીય વિકેટકીપર છે જેણે એક વર્ષમાં સૌથી વધુ 4 ફિફ્ટી ફટકારી છે. આ ઉપરાંત, તે એક વર્ષમાં વધુમાં વધુ 4 વખત શૂન્યમાં આઉટ થયો છે.
- ચોથી T20માં ભારતીય ટીમે 23 સિક્સ ફટકારી હતી, જે કોઈપણ ટેસ્ટ રમી રહેલી ટીમ દ્વારા એક ઇનિંગમાં ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સર છે. આ વર્ષની શરૂઆતમાં ભારતે હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે 22 છગ્ગા ફટકાર્યા હતા.
- T20 ઈન્ટરનેશનલમાં આ ત્રીજી વખત બન્યું છે જ્યારે કોઈ ટીમના બે બેટર્સે એક જ ઇનિંગમાં સદી ફટકારી હોય. ફુલ મેમ્બર્સ ટીમ (ટેસ્ટ રમી રહેલી ટીમ)માં આવું પહેલીવાર બન્યું. ચોથી T20માં તિલક વર્માએ અણનમ 120 અને સંજુ સેમસને અણનમ 109 રન બનાવ્યા હતા.
- ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સે છેલ્લી T20માં પાંચમી વિકેટ માટે 86 રન ઉમેર્યા હતા. સાઉથ આફ્રિકા માટે T20માં પાંચમી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે.
1. સેમસને 4 50+ સ્કોર બનાવ્યા ભારતીય વિકેટકીપર તરીકે સંજુ સેમસન T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 50 પ્લસનો સ્કોર ધરાવતો બેટર બની ગયો છે. તેના નામે 18 ઇનિંગ્સમાં 4 ફિફ્ટી છે. કેએલ રાહુલ બીજા સ્થાને છે, તેના નામે 8 ઇનિંગ્સમાં ત્રણ 50 પ્લસ સ્કોર છે.
2. T-20I માં એક ઇનિંગમાં 8+ સિક્સર મારનાર ભારતીય બેટર તિલક વર્માએ ભારત માટે કોઈપણ એક મેચમાં 8 કે તેથી વધુ સિક્સ મારવાના રેકોર્ડમાં પોતાનું નામ સામેલ કર્યું હતું. રોહિત-સંજુએ 3-3 વખત આ કર્યું છે. સૂર્યકુમાર યાદવે બીજી વખત અને તિલક વર્માએ પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી હતી.
3. સેમસન એ ભારતીય વિકેટકીપર છે જેણે એક વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવ્યા ભારતીય વિકેટકીપર તરીકે સંજુ સેમસને એક વર્ષમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેના નામે 12 ઇનિંગ્સમાં 436 રન છે. બીજા નંબર પર રિષભ પંત છે, જેણે 2022માં 21 ઇનિંગ્સમાં 364 રન બનાવ્યા હતા.
4. એક વર્ષમાં T-20માં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ (750+ રન) T-20માં, અભિષેક શર્મા એવો ખેલાડી છે જેણે કોઈપણ વર્ષમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવ્યા છે. તેણે 2024માં 193.4ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. બીજા સ્થાને આન્દ્રે રસેલ છે જેણે આ વર્ષે 185.3ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
5. સાઉથ આફ્રિકા સામે સૌથી વધુ T20 સ્કોર ભારતે સાઉથ આફ્રિકા સામે 283 રન બનાવીને સૌથી વધુ T20 સ્કોર બનાવ્યો હતો. અગાઉ 2023માં વેસ્ટ ઈન્ડિઝે 5 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા હતા.
6. સાઉથ આફ્રિકા સામે સંજુ-તિલકની સૌથી મોટી ભાગીદારી શુક્રવારે સંજુ સેમસન અને તિલક વર્માએ ભારત માટે અણનમ 210 રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો. T20માં સા.આફ્રિકા સામે ભારતની કોઈપણ વિકેટ માટે આ સૌથી મોટી પાર્ટનરશિપ છે.
7. ટેસ્ટ રમી રહેલી ટીમોમાં T-20Iમાં બીજા નંબરનો સૌથી વધુ સ્કોર જોહાનિસબર્ગમાં ભારતનો 283/4નો સ્કોર કોઈપણ ફુલ મેમ્બર દ્વારા બનાવેલો બીજો હાઈએસ્ટ સ્કોર છે. આ વર્ષની શરૂઆતમાં ટીમે બાંગ્લાદેશ સામે 297/6નો સ્કોર બનાવ્યો હતો, આ સ્કોર નંબર વન પર છે.
8. T-20Iમાં ભારત માટે 10 સિક્સ તિલક વર્મા T-20 ઇન્ટરનેશનલની એક જ ઇનિંગમાં 10 સિક્સર મારનાર ભારતનો ત્રીજો બેટર બની ગયો છે. તેની પહેલાં રોહિત અને સંજુએ ફટકારી હતી.
9. વિદેશમાં T20Iમાં ભારત માટે સોથી વધુ સ્કોર તિલક વર્માએ ચોથી T20માં અણનમ 120 રન બનાવ્યા, આ T20Iમાં કોઈપણ ભારતીય ખેલાડી દ્વારા બનાવેલ હાઈએસ્ટ સ્કોર છે. બીજા સ્થાને સૂર્યકુમાર યાદવ છે, જેણે ઇંગ્લેન્ડ સામે 117 રન બનાવ્યા હતા.
10. T-20I માં ભારત માટે સૌથી મોટી ભાગીદારી સંજુ-તિલકની અણનમ 210 રનની ભાગીદારી ભારત માટે T20માં કોઈપણ વિકેટની સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ રોહિત શર્મા અને રિંકુ સિંહના નામે હતો. બંને ખેલાડીઓએ આ વર્ષે અફઘાન ટીમ સામે અણનમ 190 રન કર્યા હતા.
11. T-20Iની સતત બે ઇનિંગ્સમાં સદી તિલક વર્માએ T-20 ઇન્ટરનેશનલની સતત ઇનિંગ્સમાં સદી ફટકારવાના રેકોર્ડમાં પોતાનું નામ સામેલ કર્યું છે. ઓપનર સંજુ સેમસને આ સિરીઝની પ્રથમ T20માં આ સિદ્ધિ મેળવી હતી.
12. T-20I માં સા. આફ્રિકા સામે સૌથી મોટી પાર્ટનરશિપ સંજુ અને તિલકે સા.આફ્રિકા સામે સૌથી મોટી પાર્ટનરશિપ કરી છે. બંનેએ સાથે મળીને 210 અણનમ રન કર્યા. આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનના નામે હતો, બંનેએ 2021માં 197 રન કર્યા હતા.
13. T-20I માં ભારતીય બોલર દ્વારા દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધુ વિકેટ વરુણ ચક્રવર્તી T-20 ઈન્ટરનેશનલની દ્વિપક્ષીય સિરીઝમાં કોઈપણ ભારતીય દ્વારા સૌથી વધુ વિકેટ લેવાના મામલે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે 4 મેચમાં 12 વિકેટ લીધી હતી. 2016માં અશ્વિને શ્રીલંકા સામે 9 વિકેટ ઝડપી હતી.
14. T-20i માં સા. આફ્રિકાની સૌથી મોટી હાર ભારતે ચોથી T20 મેચ 135 રને જીતી લીધી હતી. T-20 ફોર્મેટમાં સા.આફ્રિકાની કોઈપણ ટીમ સામે આ સૌથી મોટી હાર છે. અગાઉ 2023માં ઓસ્ટ્રેલિયાએ તેમને 111 રને હરાવ્યું હતું.
15. T-20i માં સા. આફ્રિકા સામે સૌથી વધુ જીત ભારત T-20માં સા.આફ્રિકા સામે સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની ગઈ છે. તેણે અત્યાર સુધી 18 મેચ જીતી છે. ઓસ્ટ્રેલિયાના નામે સા.આફ્રિકા સામે 17 જીત છે.
16. T-20I દ્વિપક્ષીય સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન તિલક વર્માએ T -20 ઈન્ટરનેશનલમાં કોઈપણ દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે આફ્રિકા સામે 280 રન બનાવ્યા હતા. આ પહેલા વિરાટ કોહલીએ 2021માં ઇંગ્લેન્ડ સામે 231 રન બનાવ્યા હતા.