40 મિનિટ પેહલા
- કૉપી લિંક
તાજેતરમાં કોમેડિયન કપિલ શર્માના શો ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના મેકર્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ શો પર રવીન્દ્રનાથ ટાગોરનું અપમાન કરવાનો આરોપ છે. દરમિયાન હવે બ્રહ્માસ્ત્ર એક્ટર સૌરવ ગુર્જરે આ શોને ફેક ગણાવ્યો છે. થોડા સમય પહેલા શોમાં સૌરવ ગુર્જર સાથે જોડાયેલી કેટલીક કોમેન્ટ્સ વાંચવામાં આવી હતી જેનાથી તેને દુઃખ થયું હતું. તેણે કહ્યું છે કે શોમાં વાંચવામાં આવેલી તમામ કોમેન્ટ ફેક છે, જે ટીમ પોતે લોકોને હસાવવા માટે કરે છે.
રણબીર કપૂર થોડા મહિના પહેલા ફિલ્મ તુ જૂઠી મેં મક્કરના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચ્યો હતો. શોના એક સેગમેન્ટમાં સેલેબ્સની સોશિયલ મીડિયા પોસ્ટ પર રમુજી કોમેન્ટ્સ વાંચવામાં આવે છે. આ સેગમેન્ટ માટે કપિલે રણબીરના ફોટોની કોમેન્ટ વાંચી હતી, જેમાં એક્ટર સૌરવ ગુર્જર તેને પકડી રહ્યો હતો. કપિલે તે પોસ્ટ પર એક કોમેન્ટ વાંચી, જેમાં લખ્યું હતું કે, લાગે છે કે રણબીરે નવી કાર BMW ખરીદી છે. આ સાંભળીને તે સમયે બધા હસી પડ્યા હતા, પરંતુ સૌરવ ગુર્જરને આ કમેન્ટથી દુઃખ થયું હતું.
તાજેતરમાં ધ રશ પોડકાસ્ટમાં સૌરવ ગુર્જરે કહ્યું હતું કે, મને લાગતું હતું કે શોમાં દેખાડવામાં આવેલા ફોટા અને ટિપ્પણીઓ વાસ્તવિક છે. એક ફોટો મારો હતો અને રણબીરનો ફોટો બતાવવામાં આવ્યો હતો. ત્યાં કેટલીક કોમેન્ટ હતી જે મને પસંદ ન હતી. મારા વ્યક્તિત્વ વિશે કોમેન્ટ કરવામાં આવી હતી. જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે મેં ફોટાની કોમેન્ટ જોઈ. ક્યાંય કોઈ કોમેન્ટ ન હતી.
ટીમને ફરિયાદ કરી, પછી ટીમે જ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું – સૌરવ સૌરવે આગળ કહ્યું કે, જ્યારે મેં તેની ટીમને આ વાત કહી તો તેની ટીમે જ કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. તમે પહેલા જઈને કોમેન્ટ કરી શકતા નથી. તમે જે પણ કોમેન્ટ કરશો તે પછીથી આવશે. મારા માટે આવી કોમેન્ટ કરવામાં આવી તે મને ગમ્યું નહીં. તે પણ નકલી.