ગઈકાલે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધાનપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. બીજીતરફ એવી પણ ચર્ચા છેકે, કોલેજના જ સિનિયર
.
ધર્મેન્દ્રભાઈ મેથાણીયા, વિદ્યાર્થીના સગા
એક મહિના પહેલાં ભણવા આવ્યો હતો: વિદ્યાર્થીના સગા આ બાબત વિદ્યાર્થીના સગા ધર્મેન્દ્રભાઈ મેથાણીયા સાથે વાતચીત થતાં તેઓએ જણાવ્યું કે, એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે અનિલને મુક્યો હતો. ગઈકાલે કોલેજમાંથી ફોન આવ્યો કે, તમારો છોકરાને ચક્કર આવતા તે પડી ગયો છે અને તેને એડિમિટ કર્યો છે. ત્યારબાદ અમે હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે જણાવ્યું કે, યુવકનું મોત નિપજ્યું છે. હવે અનિલના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે, એટલે રિપોર્ટ બાદ હકિકત ખબર પડશે. પરંતુ કોલેજના જ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી એવી વાતો સાંભળી છે કે, કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. અનિલને સતત ઉભો રાખવાના કારણે તે બેભાન થઈ ગયો હતો. અમારી વિનંતી છે કે અમને સરકાર અને કોલેજ તરફથી યોગ્ય ન્યાય મળે.
હાર્દિક શાહ, ધારપુર મેડિકલ કોલેજના ડીન
જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેવાશે: કોલેજના ડીન બીજીતરફ આ મામલે ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું કે, ગઈકાલે રાત્રે અનિલ મેથાણીયા નામનો વિદ્યાર્થી હોસ્ટેલમાં બેભાન થઈને પડી ગયો હતો. જેથી સારવાર અર્થે ખસેડાયો હતો. અમારા ડોક્ટરોએ તેની સારવાર કરવાના પ્રયાસો કર્યા પરંતુ તેનું મૃત્યુ થયું છે. આ બાબતે અમે અન્ય વિદ્યાર્થી સાથે પુછપરછ કરી તો જાણવા મળ્યું છે કે, સિનિયર વિદ્યાર્થીઓએ અનિલને ત્રણેક કલાક ઉભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરી હતી. જે બાદ આ ઘટના બની છે. જો તપાસમાં રેગિંગની વાત બહાર આવશે તો અમારી કમિટી જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેશે.
યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો
પી.એમ રિપોર્ટ બાદ સાચુ કારણ જાણી શકાશે: પીઆઇ આ અંગે બાલીસણા પીઆઇ જે સોલંકી એ જણાવ્યું હતું કે, એમબીબીએસ પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને સિનિયરો સાથે ઇન્ટ્રોડક્શન ચાલતું હતું ત્યારે બેહોશ થઈને મોતને ભેટ્યો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલ્યો છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.
વિદ્યાર્થીના સગા