- Gujarati News
- Sports
- Cricket
- KL Rahul Can Open In Perth Test, Started Practicing After Getting Fit, With An Injured Gill Out Of The First Test, Rohit Too Will Not Play
સ્પોર્ટ્સ ડેસ્ક16 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટોપ ઓર્ડર બેટ્સમેન શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. શનિવારે પ્રેક્ટિસ મેચ દરમિયાન તેને ઈજા થઈ હતી. હાલમાં જ બીજી વખત પિતા બનેલો ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ પ્રથમ ટેસ્ટમાં નહીં રમે. તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ કેપ્ટન રહેશે. તે જ સમયે કેએલ રાહુલ પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કરી શકે છે.
ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે WACA ખાતે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. શુક્રવારે પ્રેક્ટિસ મેચ દરમિયાન રાહુલને જમણી કોણીમાં ઈજા થઈ હતી.
બીજી તરફ દેવદત્ત પડિક્કલને ઓસ્ટ્રેલિયામાં જ રોકી દેવામાં આવ્યો છે. તે ભારત-A ટીમનો ભાગ હતો જે છેલ્લા 20 દિવસથી ટેસ્ટ રમવા ઓસ્ટ્રેલિયા ગો હતો. ક્રિકબઝના અહેવાલ મુજબ, પસંદગી સમિતિ સાથે વાત કર્યા પછી ભારતીય ટીમ મેનેજમેન્ટે સીનિયર ટીમના બેકઅપ તરીકે પડિક્કલને ઓસ્ટ્રેલિયામાં રાખ્યો છે.
ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ છે. ટીમ 22 નવેમ્બરથી પર્થમાં પ્રથમ ટેસ્ટથી પ્રવાસની શરૂઆત કરશે. ભારતીય ટીમે ત્યાં 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે.
રોહિત બીજી ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાશે ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર રોહિત બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમ સાથે જોડાશે. રોહિતે BCCI અને પસંદગી સમિતિને પહેલા જ કહી દીધું હતું કે તે પર્થ ટેસ્ટ ચૂકી શકે છે. બીજી ટેસ્ટ 4 ડિસેમ્બરથી એડિલેડમાં શરૂ થશે, જે ડે-નાઈટ મેચ છે. ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ અને વનડે કેપ્ટન રોહિત બીજી વખત પિતા બન્યો છે. તેમની પત્ની રિતિકા સજદેહે 15 નવેમ્બરે મોડી રાત્રે એક પુત્રને જન્મ આપ્યો હતો. રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ કેપ્ટન રહેશે. તે જ સમયે કેએલ રાહુલ પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કરી શકે છે.
ગિલ સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો પર્થમાં શનિવારે મેચ સિમ્યુલેશન દરમિયાન સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે શુભમન ગિલને આંગળીમાં ઈજા થઈ હતી. ક્રિકબઝના અહેવાલ મુજબ, તેના અંગૂઠામાં ફ્રેક્ચર છે અને તે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. જોકે ગિલની ઈજાને લઈને BCCI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
રાહુલ સંપૂર્ણપણે આરામદાયક લાગતો હતો રાહુલે રવિવારે કસરત કર્યા બાદ નેટ્સમાં લાંબા સમય સુધી બેટિંગ કરી હતી. BCCIના ફિઝિયોથેરાપિસ્ટ કમલેશ જૈન અને યોગેશ પરમારે કહ્યું કે, તે સંપૂર્ણ રીતે ફિટ છે. ત્યાર બાદ જ તેને બેટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સ્કેન કર્યા પછી જાણવા મળ્યું કે તેની ઈજા ગંભીર નથી અને ફ્રેક્ચર પણ નથી. શુક્રવારે પ્રેક્ટિસ મેચ દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણના બોલથી રાહુલને કોણીમાં વાગ્યું હતું અને તે સ્કેન માટે મેદાનની બહાર ગયો હતો. તેણે શનિવારે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો.
રોહિતની ગેરહાજરીમાં રાહુલ ઓપનિંગ વિકલ્પ રાહુલની વાપસી ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર છે. જો ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ નહીં રમે તો 32 વર્ષીય રાહુલ ઓપનિંગ વિકલ્પ છે.
પડિક્કલે ઇંગ્લેન્ડ સામે ડેબ્યુ કર્યું હતું દેવદત્ત પડિક્કલે આ વર્ષે માર્ચમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પહેલી જ મેચમાં 65 રન બનાવ્યા હતા. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા-A સામે ભારત-A તરફથી રમતી વખતે તેણે ચાર ઇનિંગ્સમાં 151 રન બનાવ્યા હતા, જેમાં 88 રનની ઇનિંગ પણ સામેલ હતી.
- આ રમતગમતના સમાચાર પણ વાંચો…
‘કોહલી ઈમોશનલ છે, તેને ટાર્ગેટ બનાવો’:કિવીઝ સામે હારથી દબાણમાં, ઓસ્ટ્રેલિયા બેહદ આક્રમક રહેશે તો ગણિત ખોટું પડશે; સિરીઝ પહેલાં કાંગારૂઓની માઇન્ડગેમ શરૂ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને વિરાટ કોહલી પર દબાણ બનાવવાની સલાહ આપી છે. 54 વર્ષીય અનુભવીએ કહ્યું, ‘કોહલી, જે ફોર્મમાં નથી, તેની ખરાબ શરૂઆતને કારણે તે દબાણમાં હશે. કાંગારૂઓએ તેમને નિશાન બનાવવું જોઈએ. ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ હવે ઓસ્ટ્રેલિયા પાસે તેમની સામે ઘણો દારૂગોળો છે.” વાંચો સંપૂર્ણ સમાચાર…