રાજકોટના ઘાંચીવાડમાં રહેતા 52 વર્ષીય રવજીભાઈ મુછડીયાએ A ડિવિઝન પોલીસ મથકમાં નવા થોરાળામાં રહેતા જીવણ ઉર્ફે ગુલી મકા મકવાણા, શામજી ઉર્ફે શામો મકાભાઈ અને દિલીપ પ્રેમજી ચૌહાણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ગત તારીખ 15 નવેમ્બરના
.
ભાવનગર હાઇવે પર બાઈક સ્લીપ થઈ જતાં યુવાનનું મોત રાજકોટના ત્રંબામાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતા 38 વર્ષિય કિશોરભાઈ ધીરુભાઈ મોરવાડિયા ગત તારીખ 12 નવેમ્બરના પોતાના ઘરેથી ઇમિટેશનના કામ માટે બાઈક ઉપર જતા હતા, ત્યારે ભાવનગર હાઈવે ઉપર ઠાકરધણી હોટલ પાસે પૂરપાટ ઝડપે બાઈક ચલાવતા સ્લીપ થઈ ગયો હતો જેને લીધે તેને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જોકે તેનાથી 7 વર્ષિય પુત્ર અંશુ અને 4 વર્ષીય પુત્રી જ્ઞાનવી ઉપરથી પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે.
પતિ-સાસુના ત્રાસથી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો રાજકોટ શહેરમાં પતિ અને સાસુના ત્રાસથી મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘંટેશ્વર 25 વારીયા કવાર્ટરમાં રહેતી તેજલબેન ચમનભાઈ પરમારે પતિ ભાવેશ લાલજી નાથજી અને પોરબંદરમાં રહેતા સાસુ હંસાબેન લાલજીભાઈ પરમાર સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, પતિ શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપવાની સાથે મારકૂટ કરે છે. જ્યારે સાસુ મેણાટોણા મારતા હતા જેથી ઘઉંમાં નાખવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.