રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વલસાડ જિલ્લાના પ્રવશે આવી પહોંચ્યા હતા. આગામી 22 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાનાર ક્ષત્રાણી એકતા સંમેલનમાં વલસાડ જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા વલસાડના આગ્રણીઓને આમંત્રણ આપવા
.
આગામી 22મી ડિસેમ્બરે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કરણી સેનાના નેજા હેઠળ લોકસભામાં ક્ષત્રાણીઓ સાથે થયેલા દૂર વ્યવહાર બદલ ક્ષત્રાણી એકતા સંમેલનનું આયોજન રાષ્ટ્રીય ક્ષત્રિય કરણી સેનાના નેજા હેઠળ કરવામાં આવ્યું છે. જેને લઈને વલસાડ જિલ્લામાં રહેતા ક્ષત્રિય સમાજના આગેવાનોને આમંત્રણ પાઠવવા રાષ્ટ્રીય ક્ષત્રિય કરણી સેનાના કેન્દ્રીય અધ્યક્ષ ડો. રાજ શેખાવત વલસાડ જિલ્લાના પ્રવશે છે. વલસાડના અબ્રામા ખાતે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ ડો રાજ શેખાવતનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના આગેવાનોને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ક્ષત્રાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતીક કેસરિયા પાઘડી પર પ્રહાર તથા આગેવાનોના વ્યાપાર પર થયેલ પ્રહાર સંદર્ભે જવાબ આપવા ક્ષત્રિય એક્તા મહાસમ્મેલન 22 ડિસેમ્બર 2024ના રોજ યોજાશે.
આ મહાસંમેલનમાં વલસાડ જિલ્લાના ક્ષતિય સમાજના લોકોને આમંત્રણ આપવા આવ્યા હતા. આ મંચ પર સમગ્ર ભારતમાંથી ક્ષત્રિય સમાજના સમ્માનિત અને પરમ આદરણીય મહા નુભાવોની હાજરી રહેશે તેમ ડો. રાજ શેખાવતે જણાવ્યું હતું. સાથે સાથે ક્ષત્રિયની પરિભાષામાં આવતા તમામ ક્ષત્રિયો જેવા કે ગરાસદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર, ઠાકોર વગેરેની હાજરી પણ રહેશે. અમે બધા સાથે મળીને કાર્યક્રમની અધ્યક્ષતા કરીશું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ ક્ષત્રિયોને એક મંચ પર એક સાથે લાવી સંપૂર્ણ ભારતવર્ષની રાજનૈતિક પાર્ટીઓ ને આપણી એકતાનું સુંદર પ્રદર્શન કરી ક્ષત્રાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણી, સ્વાભિમાનનું પ્રતીક કેસરિયા પાઘડી પર પ્રહાર તથા આગેવાનો ના વ્યાપાર પર થયેલ પ્રહારનું લોકશાહી ઢબે જવાબ આપવા માટે તથા સ્વાભિમાનની લડાઈનું કેન્દ્રબિંદુ ગુજરાત, લોકસભા ચુનાવ ગુજરાતમાં આપણી નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં યોજાનારી નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ટીકીટ આપવામાં જે પક્ષે ક્ષત્રિય સમાજની અવગણા કરી તો તે પક્ષને ક્ષત્રિય સમાજ હરાવશે. તેમ રાજ શેખાવતે જણાવ્યું હતું. સાથે લોરેન્સ બીશ્નોય ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે લોરેન્સ બીશ્નોય કાયર છે. કે તે જેલમાંથી મુક્ત થવા જામીન નથી મુકતો જે દિવસે જેલમાંથી બહાર આવ્યો તે દિવસે કરણી સેનાનો યુવક તેને મારી ન નાખે તો મારુ નામ ડો. રાજ શેખાવત નહી તેવી ચેલેન્જ આપી હતી.