14 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોમવાર, 18 નવેમ્બરે એટલે આજે કારતક માસના વદ પક્ષની ચોથ છે, જ્યોતિષોના મતે ચતુર્થી તિથિના સ્વામી ગણેશ છે, કારણ કે આ તિથિએ ગણેશ અવતર્યા હતા. સોમવારના સ્વામી શિવજી છે. જ્યોતિષમાં સોમવારનો કારક ગ્રહ ચંદ્ર માનવામાં આવે છે. શિવલિંગ પૂજાથી ચંદ્ર ગ્રહને લગતા દોષમાંથી પણ મુક્તિ મળી જાય છે. જાણો આ તિથિએ કયા કયા શુભ કાર્યો કરી શકાય છે…
18મીએ સવારે સૂર્ય પૂજા પછી ઘરના મંદિરમાં ભગવાન ગણેશની પૂજા કરો. પૂજા દરમિયાન ભગવાન ગણેશની સામે ચતુર્થી વ્રત રાખવાનો સંકલ્પ લો. આ પછી, દિવસભર ઉપવાસ રાખો. જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તમે ફળો ખાઈ શકો છો અને દૂધ પી શકો છો.
ગણેશ પૂજામાં અબીલ, ગુલાલ, ગંગાજળ, ગુલાબ જળ, દૂર્વા, જનોઈ, સોપારી, પંચામૃત, ગોળ, 5 ઋતુ ફળ સાથે મોદક અર્પણ કરવા.
ચોથના દિવસે ગણેશ પ્રતિમા ઉપર સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, જનોઈ, નૈવેદ્ય અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. શ્રીગણેશાય નમઃ, ૐ ગં ગણપતયૈ નમઃ, વક્રતુંડ મહાકાય સમપ્રભ, નિર્વિઘ્નં કુરમેદેવ સર્વકાર્યેષુ સર્વદા મંત્રનો જાપ કરો. સાંજે ચંદ્રના દર્શન કરો અને ગણેશજીની પૂજા કરો. આ પછી ઉપવાસ તોડી શકાય છે. પૂજા પૂર્ણ થયા પછી બધા ભક્તોને પ્રસાદ આપો. ભગવાન પાસે પૂજામાં થયેલી ભૂલ માટે માફી પણ માગો.
આ રીતે શિવપૂજા કરી શકાય છે આ દિવસે ગણેશજી પછી શિવલિંગની પૂજા કરો. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો. બીલીપાન અર્પણ કરો. ચંદનથી તિલક કરો. ભગવાનને ભોગ ધરાવો. દીવો પ્રગટાવીનેરો. જરૂરિયાતમંદ લોકોને અનાજ અને ફળનું દાન કરો. સોમવારે ચંદ્ર ગ્રહ માટે દૂધનું દાન પણ કરો.
મહત્ત્વ ભવિષ્ય પુરાણ પ્રમાણે સંકટ ચોથની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જાય છે. દરેક મહિનાના વદ પક્ષની ચોથના દિવસે ચંદ્રને અર્ઘ્ય આપવાથી સૌભાગ્ય અને લગ્નસુખ મળે છે. સાથે જ, શારીરિક પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે. મનોકામનાઓ પૂર્ણ કરવા અને દરેક પ્રકારની પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે સંકટ ચોથ વ્રત કરવામાં આવે છે. દર મહિનાની આ ચોથના દિવસે વ્રત અને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.