- Gujarati News
- Business
- Today The Stock Market Is Booming ; Sensex Opened With A Gain Of 322 Points At 71,678, Auto And Metal Shares Rose
મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે ગુરુવારે (4 જાન્યુઆરી) ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 322 પોઈન્ટના વધારા સાથે 71,678ના સ્તરે ખુલ્યો હતો. આ સાથે જ નિફ્ટીમાં પણ 88 પોઈન્ટનો વધારો થયો છે. તે 21,605ના સ્તરે ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં ઘટાડો અને 7માં વધારો જોવા મળ્યો હતો. ઓટો અને મેટલ શેર્સમાં વધુ ઉછાળો છે.
Jio Financial મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે મંજૂરી માગે
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ અને બ્લેકરોક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ શરૂ કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસેથી મંજૂરી માગી છે. બંને કંપનીઓએ 19 ઓક્ટોબર, 2023ના રોજ સેબી પાસેથી સંયુક્ત સાહસ તરીકે મંજૂરી માગી હતી.
આ માહિતી મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે સેબી સાથે અપડેટેડ લિસ્ટમાંથી પ્રાપ્ત થઈ છે. સેબી હાલમાં ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે આ સંયુક્ત સાહસને સૈદ્ધાંતિક મંજૂરી આપવાનું વિચારી રહી છે.
LICને બીજી GST નોટિસ
LICને GST વિભાગ તરફથી 667 કરોડ રૂપિયાની બીજી ડિમાન્ડ નોટિસ મળી છે. કંપનીએ કહ્યું કે તે નોટિસ સામે અપીલ કરશે. LTI Mindtreeને પણ 200 કરોડ રૂપિયાની GST નોટિસ મળી છે. આ પહેલા પણ LICને તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી 806 કરોડ રૂપિયાની GST નોટિસ મળી હતી.
ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ ગઈકાલે એટલે કે 3 જાન્યુઆરીએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 535 પોઇન્ટના ઘટાડા સાથે 71,356 પર બંધ રહ્યો હતો. આ સાથે જ નિફ્ટીમાં પણ 148 પોઈન્ટનો ઘટાડો થયો હતો. 21,517ના સ્તરે બંધ રહ્યો હતો. આઈટી અને મેટલ શેર્સમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં ઘટાડો અને 10માં વધારો જોવા મળ્યો હતો.