‘સૌથી મોટું કારણ છે, લોકોનો સેક્સમાં ઘટતો ઇન્ટરેસ્ટ. એનાં ઘણાં કારણો છે. સ્ટ્રેસ મેઇન છે, એ સિવાય થાક, બંને પાર્ટનર વર્કિંગ હોય એટલે ભાઈ મૂડમાં હોય તો બેન થાકેલાં હોય, બેન મૂડમાં હોય તો ભાઈ થાકેલા હોય. લોકોને એન્ટરટેઇનમેન્ટના ઘણા ઓપ્શન મળી રહે છે એટલ
.
આજે શું છે ખબર છે? આજે છે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’. આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ. પુરુષો સાથે થતા અન્યાય, દુર્વ્યવહાર, ઘરથી દૂર રહેવાના કારણે થતાં પ્રોબ્લેમ, આત્મહત્યા અને હિંસા અને ઓવર ઓલ પુરુષોની મેન્ટલ હેલ્થ માટે 1992થી દર વર્ષે નવેમ્બરની 19મી તારીખે ઊજવવામાં આવે છે. પરંતુ કમનસીબે આ વિશે વાત કરવાનું તો દૂર, કોઈ આ દિવસને ધ્યાને પણ નથી લેતું. આ બધાની વચ્ચે થોડા દિવસો પહેલાં જ એક રિપોર્ટ આવ્યો હતો કે, પુરુષોના જન્મદરમાં ઘટાડો થઈ શકે છે. પુરુષોના જન્મ માટે જવાબદાર સ્પર્મની અંદરના Y ક્રૉમોઝોમ્સ (રંગસૂત્ર)માં ઘટાડો થઈ રહ્યો છે. તો શું દાયકાઓ વીતતાં પુરુષોનો જન્મ થતો જ બંધ થઈ જશે? આ પ્રશ્નની સાથે બીજી હકીકત એ છે કે છેલ્લાં થોડાં વર્ષોમાં પુરુષોની સ્પર્મ ક્વોલિટીમાં પણ ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે! તો આ પાછળનું કારણ શું? સ્પર્મ ક્વોલિટીમાં ઘટાડો થવા પાછળનું કારણ શું? ક્વોલિટી કેવી રીતે સુધારી શકાય? એ સિવાય જે લોકોની સ્પર્મની ક્વોલિટી સારી છે, એ લોકો ડોનેટ પણ કરી શકે છે. ‘વિકી ડોનર’ ફિલ્મની જેમ સ્પર્મ ડોનેટ કરવાવાળાને પૈસા મળે? કોણ કરી શકે? આ બધા જ સવાલોના જવાબ માટે ‘દિવ્ય ભાસ્કર’ એપે અમદાવાદના જાણીતા IVF અને ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. હિમાંશુ બાવીશી સાથે વાત કરી, જે પોતે પણ વર્ષોથી સ્પર્મ બેન્ક ચલાવે છે.
ડોનેટ કરના સબકો હૈ, બધા થોડા કરી શકે? 37 વર્ષથી ફર્ટિલિટી અને IVF એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરતાં ડૉ. ચિરાગ બાવીશી છેલ્લાં 2007થી એટલે કે 16 વર્ષથી સ્પર્મ બેન્ક ચલાવે છે. ડૉ. ચિરાગ પોતાની સ્પર્મ બેન્ક વિશે જણાવતાં કહે, ‘અત્યાર સુધીમાં મારી પાસે આઠ હજાર જેટલાં સ્પર્મ ડોનેશન આવ્યાં હશે. દર મહિને એવરેજ 40 જેટલાં ડોનેશન તો આવે જ છે. ડોનેશન માટે તો ઘણા આવે છે પણ જેટલા લોકો આવે એમાંથી માત્ર 30% જેટલા લોકો જ ડોનેશન માટે સિલેકટ થાય છે. એમાં પણ એક્સેપ્ટ થનારા તો માંડ 10% જ હોય.’
તમારે સ્પર્મ ડોનેટ કરવું છે? જો કોઈને સ્પર્મ ડોનેટ કરવું હોય તો એ કેવી રીતે કરી શકે? સ્પર્મ બેન્ક ચલાવતાં ડૉ. બાવીશી કહે, ‘જેને સ્પર્મ ડોનેટ કરવું હોય એ લોકો અમારા જેવી કોઈપણ સ્પર્મ બેન્કનો સંપર્ક કરે એટલે પહેલાં તો અમે એ ડોનરનું આખું બેકગ્રાઉન્ડ ચેક કરીએ. એ પછી, એની ફિટનેસ, હાઇટ, બોડી, સ્કીન કલર, એજ્યુકેશન, જોબ, લાઇફસ્ટાઇલ એ બધું જ ચેક કરીએ. બધું જ બરોબર હોય તો પછી હેલ્થ રિલેટેડ ચેકઅપ થાય, ડોનરની વ્યસનથી લઈ બધી જ ટેવ-કુટેવ જોવામાં આવે. આ બધું જ બરોબર હોય તો એ વ્યક્તિ સ્પર્મ ડોનેટ કરવા માટે યોગ્ય છે એવું માનવામાં આવે. હવે એનું મેડિકલ ચેકઅપ, બ્લડ ટેસ્ટ થાય અને બાદમાં સ્પર્મ ક્વોલિટીનો ટેસ્ટ થાય. જો એની સ્પર્મ ક્વોલિટી એકદમ યોગ્ય ગણાય તો એ પર્ફેક્ટ ડોનર બની શકે છે. પણ ત્યારે ને ત્યારે એની પાસેથી ડોનેશન લેવામાં ન આવે.’
ડોનેશનમાં પણ લોકો મેચિંગ શોધે ડોનેશન લેવામાં ન આવે? તો એ ડોનેશન માટે તો આટલી ‘મહેનત’ કરી હતી! ડૉ. બાવીશી હસતાં હસતાં કહે, ‘આ તો ફક્ત એ યોગ્ય છે એવું સાબિત થયું. હવે એનો આખો રિપોર્ટ અને પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે. હવેનો રોલ ડોનેશન લેવાવાળાં કપલનો. જ્યારે કપલ અમારી પાસે સ્પર્મ લેવા માટે આવે ત્યારે અમે એમને ડોનરની પ્રોફાઇલ બતાવીએ. મોટેભાગે કપલ પોતાની સાથે મેચિંગ પ્રોફાઇલવાળા ડોનરને જ પસંદ કરતાં હોય છે. મતલબ કે હસબન્ડની સાથે જે ડોનરના બોડી સ્ટ્રક્ચરથી એજ્યુકેશન અને ઇન્ટરેસ્ટ અને બધું જ વધારે મેચ થતું હોય. હવે એ લોકો જે ડોનરને સિલેક્ટ કરે, અમે એ ડોનરને બોલાવીએ અને પછી એમનું સ્પર્મ ડોનેશન લેવામાં આવે.’
જિસકા સ્પર્મ બઢીયા, ઉસકા ભી બડા નામ હૈ ડૉ. બાવીશી આગળ જણાવતાં કહે, ‘બીજો ઓપ્શન આમાં એવો પણ હોય છે કે, અમને જે સારા ડોનર લાગે કે આ લોકોનું સ્પર્મ વધારે ઇમ્પોર્ટન્ટ છે, આવી ક્વોલિટી ફરી સરળતાથી નહીં મળે. તો એમનું સ્પર્મ અમે સ્ટોર કરીને અમારી પાસે રાખી મૂકીએ. કેમ કે, જ્યારે એ વ્યક્તિનાં સ્પર્મની કોઈ ડિમાન્ડ કરે ત્યારે જો ડોનર અવેલેબલ ન હોય તો? એટલે અમને જે વ્યક્તિની અને એના સ્પર્મની ક્વોલિટી સારી લાગે એમનું સ્પર્મ, ડિમાન્ડની રાહ જોયા વિના જ સાચવી લઈએ અને ફ્રીઝ કરી લઈએ. એટલે ભવિષ્યમાં કામ લાગે.’
તમે પણ જઈ શકો છો સ્પર્મ ડોનેશન માટે જો કોઈ વ્યક્તિએ સ્પર્મ ડોનેટ કરવા માટે આવવું હોય તો એ કેવી રીતે આવી શકે? ડૉ. બાવીશી કહે, ‘21થી 55 વર્ષનો કોઈ પણ પુરુષ સ્પર્મ ડોનેશન માટે આવી શકે છે. જ્યારે કોઈપણ પુરુષ સ્પર્મ બેન્કનો કોન્ટેક્ટ કરે એટલે પહેલાં તો બેન્ક એમને મળવા બોલાવે. વીર્ય ડોનેટ કર્યા પછી એ સ્પર્મ પર કે એનાથી થતાં બાળક પર ડોનરનો કોઈ હક નહિ રહે અને સ્પર્મ ડોનેટ શા માટે કરવું છે, એ બધું જ સમજાવવામાં આવે. પછી એમના બધા જ રિપોર્ટ અને ચેકઅપ થાય, જે પુરુષ એમાંથી યોગ્ય તરી આવે, એ ડોનેટ કરી શકે.’
સિલેક્ટિવ શુક્રકોષોને જ યૂટેરસમાં મૂકી શકાય ડોનેશન થઈ ગયા પછી એ સ્પર્મ કોઈ જરૂરિયાતમંદ સુધી કેવી રીતે પહોંચે? ડૉ. બાવીશી એ વિશે માહિતી આપતાં કહે, ‘જ્યારે ડોનર કોઈ સ્પર્મ લઈ જવા એગ્રી થાય એટલે પછી એ ડોનરને બોલાવવામાં આવે. એ જ્યારે અવેલેબલ હોય ત્યારે આવી, સ્પર્મ આપી જાય. એ સ્પર્મને પ્રોસેસ કરી, એમાંથી ફક્ત સારા શુક્રકોષોને જ લેવામાં આવે અને યૂટેરસમાં મૂકવામાં આવે. એ પ્રોસેસ કપલને અહીં સ્પર્મ બેન્કમાં જ કરાવવી હોય તો અહીં પણ થઈ જાય અને જો કપલ પોતાના ગાયનેકોલોજિસ્ટ પાસે જવા માગે તો ત્યાં પણ સ્પર્મ લઈ જઈ શકે છે.’
સ્પર્મ ડોનેશનના પૈસા મળે? સ્પર્મ ડોનેશન માટે ડોનરને કેટલા પૈસા મળે અને જેને જરૂરિયાત હોય એને કેટલો ચાર્જ લાગે? ડૉ. બાવીશી એ વિશે ખુલાસો કરતાં કહે, ‘ડોનેટ કરવાવાળાને પૈસા મળે એ ફક્ત ફિલ્મી વાતો છે, અફવા છે. ક્યારેય પૈસા નથી મળતા. ડોનેટ કરવાવાળાને કોઈ પણ પ્રકારનું પેમેન્ટ મળતું નથી, સિવાય કે એનો ટ્રાવેલિંગ ચાર્જ અને જોબમાંથી રજા પડી હોય તો એટલા ચાર્જની જ ભરપાઈ કરવામાં આવે છે. પણ ડોનેટ કર્યા પછી એનું ટેસ્ટિંગ, એનો સ્ટોરેજ ચાર્જ, એના રેકોર્ડની સાચવણી એ બધાં પાછળ ખર્ચ તો થાય જ. એ બધો જ ચાર્જ સ્પર્મ લેવાવાળી વ્યક્તિ પાસેથી લેવામાં આવે. એટલે સ્પર્મ લેવાથી લઈ ગાયનેકોલોજિસ્ટનો ચાર્જ એ બધું મળી 10થી 15 હજારનો ચાર્જ થતો હોય છે.’
ભવિષ્યમાં પુરુષો લુપ્ત થઇ જશે! માણસની ઉત્ક્રાંતિ અને તેને લગતા એકથી વધુ જિનેટિકલ સ્ટડીમાં એવું બહાર આવ્યું છે કે માણસોના રંગસૂત્રોમાં ‘Y’ રંગસૂત્ર ધીમે ધીમે ઘસાઇને ઘટી રહ્યું છે, તેનું કદ પણ નાનું થઇ રહ્યું છે. ઑસ્ટ્રેલિયન જિનેટિક એક્સપર્ટ જેનિફર માર્શલ ગ્રેવ્સે 2006માં પ્રકાશિત કરેલા સ્ટડીમાં સોય ઝાટકીને કહેલું કે પુરુષોનું લિંગ નિર્ધારણ કરતો ‘Y’ ક્રોમોઝોમ ઘસાઇ રહ્યો છે અને જો આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો ભવિષ્યમાં પુરુષો લુપ્ત થઇ જશે. અલબત્ત, એમણે ભવિષ્ય એટલે 46 લાખ વર્ષ એવું મુહૂર્ત કાઢ્યું હતું! 2014માં ડેન્માર્કની કોપનહેગન યુનિવર્સિટીએ કરેલા સ્ટડીમાં તો એવું કહેલું કે પુરુષો તેના પૂર્વજોની સરખામણીએ 90% Y ક્રોમોઝોમ્સ ગુમાવી ચૂક્યા છે.
અત્યારે ફર્ટિલિટી અને IVF સાથે કામ કરતા એક્સપર્ટ પણ કહે છે કે પુરુષોની સ્પર્મ ક્વોલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો જ છે.
લ્યો બોલો, ગર્ભ રાખતી વખતે સ્પર્મને પણ ફિલ્ટર કરી શકાય મહિને કેટલાં કપલ્સ સ્પર્મ સ્વીકારવા માટે આવતાં હશે? ડૉ. બાવીશી આ વિશે સમજાવતાં કહે, ‘જેમ જેમ આ દિશામાં જાગૃતિ અને ટેક્નોલોજી વધતી જાય છે એમ એમ સ્પર્મ ડોનેશનની જરૂરિયાત ઘટતી જાય છે. કેમ કે હવે અતિશયથી અતિશય નબળી ક્વોલિટીનાં સ્પર્મ હોય તો પણ એ પુરુષ પોતાનાં સ્પર્મથી જ પિતા બની જ શકે છે. એ સિવાય કોઈ આનુવંશિક બીમારી હોય, જે બાળકમાં પણ ઊતરી આવવાની બીક હોય તો એ પણ દૂર કરી શકાય છે. એ માટે પહેલાં સ્પર્મ ડોનેશન લેવામાં આવતાં, એના બદલે હવે ગર્ભ રાખતાં પહેલાં જ આવા દરેક આનુવંશિક રોગની તપાસ પણ કરી શકીએ છીએ અને જો કોઈ રોગ હોય તો એને અટકાવી પણ શકાય છે. મતલબ કે કોઈ પિતાને એટ્રીકોસિસ હોય (માથા પર કે શરીર પર વાળ ન હોય), તો પ્રેગ્નેન્સી રાખતી વખતે જે ગર્ભ બને, એમાંથી જો કોઈ ગર્ભમાં એટ્રીકોસિસવાળા સ્પર્મથી ગર્ભ રહી ગયો હોય તો એને કાઢી નાખવામાં આવે. આ બધી સારવાર એટલી મોંઘી પણ નથી કે લોકો એફોર્ડ ન કરી શકે, ઘણીવાર ખાલી અવેરનેસનો અભાવ હોય છે.’
સ્પર્મ ક્વોલિટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે એક હેલ્ધી સ્પર્મ કોને કહેવાય? ડૉ. બાવીશી એ વિશે સમજાવતાં કહે, ‘જે સ્પર્મ એક બાળક પેદા કરી શકે એ હેલ્ધી. પણ સ્પર્મને લેવા માટે એની ક્વોલિટી ચેક કરવાના થોડા ક્રાઇટેરિયા છે. એ માટે સ્પર્મની ગતિશીલતા, એનો આકાર અને સ્પર્મની અંદર કોઈ ખામી કે ઇન્ફેક્શન નથી ને, એટલું ચેક કરવામાં આવે. એ બધું બરોબર હોય એટલે એ હેલ્ધી જ કહેવાય. જો સ્પર્મ ક્વોલિટીમાં પડતા ફરકની વાત કરીએ તો છેલ્લાં થોડાં વર્ષોમાં સ્પર્મ ક્વોલિટીમાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. સ્પર્મની મોટિલિટી (ગતિશીલતા)માં ફર્ક પડી રહ્યો છે.’ સ્પર્મની મોટિલિટી ઘટે એટલે સ્ત્રીના શરીરમાં પ્રજનનમાર્ગની મુસાફરી કરીને અંડકોષની દીવાલમાં ઘુસવાની ને સરવાળે ગર્ભધારણ કરવાની તેની ક્ષમતા પણ ઘટી જાય.
શરીર વધશે તો સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ ઘટશે તો તેને લીધો પુરુષોની ફર્ટિલિટીમાં પણ કોઈ ફરક પડી રહ્યો છે? ડૉ. બાવીશી ચિંતા સાથે કહે, ‘100% ફર્ક પડી રહ્યો છે, અને એ માટેનું સૌથી મુખ્ય કારણ છે, લોકોનો સેક્સમાં ઘટતો ઇન્ટરેસ્ટ. એનાં ઘણાં કારણો છે. સૌથી મુખ્ય છે સ્ટ્રેસ. એ સિવાય છે થાક. બંને પાર્ટનર વર્કિંગ હોય એટલે ભાઈ મૂડમાં હોય તો બેન થાકેલાં હોય, બેન મૂડમાં હોય તો ભાઈ થાકેલા હોય. લોકોને એન્ટરટેઇનમેન્ટનાપણ ઘણા ઓપ્શન મળી રહે છે એટલે લોકો ખુશ થવા માટે પણ સેકસ તરફ નથી જતા. લોકો ફ્રી ટાઈમ OTT-સોશિયલ મીડિયા વગેરેમાં વેડફી નાખે છે અને પાર્ટનરને ટાઈમ નથી આપી શકતા. એ સિવાય ઓબેસિટી (મેદસ્વિતા) પણ ઘણો ભાગ ભજવે છે. એમનામાં ઘણી બીમારીઓ સાથે હોર્મોનલ ઇમબેલેન્સના ચાન્સ પણ ઘણા વધી જતા હોય છે. સાથે એમનું સેક્સ્યુઅલ પર્ફોર્મન્સ પણ ઘણું નબળું હોય છે.’
‘સંડે હો યા મંડે, રોજ સેકસ કરો!’ આજથી 10 વર્ષ પહેલાંનાં અને આજનાં સ્પર્મમાં મુખ્ય શું ફરક પડ્યો છે? ડૉ. બાવીશી કહે, ‘આટલા ઓછા સમયમાં એટલો બધો પણ ફરક નથી પડ્યો કે જેનાથી માણસજાતનો નાશ થઈ જાય. પણ ફરક 100% પડી રહ્યો છે, એટલે ચિંતાનો વિષય તો છે જ. એ માટેનાં પોલ્યુશન વગેરે કારણો લોકોને ખબર જ છે, પણ એ એવોઇડ થઈ શકે એમ નથી. તો એની સામે તમારી લાઇફસ્ટાઇલમાં તમે બદલાવ તો ચોક્કસ કરી શકો છો. ફૂડ હેબિટ સુધારો, સ્લીપ સાઇકલ રેગ્યુલર કરો, સેક્સ્યુઅલ લાઈફને રેગ્યુલર રાખો, રેગ્યુલર સેક્સ કરો. સેક્સની નિયમિતતા ઘટવાના કારણે પણ ક્વોલિટીમાં ફરક પડે છે.’
સ્ટ્રેસને ને સ્પર્મને શું લેવાદેવા? પોલ્યુશન, સ્ટ્રેસ, વધારે વજન, ઇરેગ્યુલર લાઇફસ્ટાઇલ, લેપટોપ જેવાં ડિવાઇસ, બેઠાડુ લાઇફસ્ટાઇલ, અનિયમિત ઊંઘ, ફાસ્ટફૂડ એ બધી જ બાબતો સ્પર્મને કેવી રીતે અસર કરે? ડૉ. બાવીશી એ વિશે સમજ આપતાં કહે, ‘એ માટે ‘સ્પર્મ DNA ફ્રેગમેન્ટેશન’ એવો ચોક્કાસ શબ્દ વાપરવામાં આવે છે. સ્પર્મના મુખ્ય બે ભાગ હોય છે. હેડ એટલે કે માથું, જેમાં DNA, જનીન દ્રવ્ય હોય છે અને બીજું છે ટેલ (પૂંછડી), જે સ્પર્મને ગતિશીલતા આપે છે, પુરુષના શરીરમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે, ફલનમાં મદદ કરે છે. હવે આગળ આપણે જે વાત કરી, એ બધી જ બાબતોથી આપણાં DNAમાં ફર્ક પડે છે, ઉંમર વધવાના કારણે DNA ડેમેજ તો થાય જ છે, સાથે આ બધાં કારણોના લીધે એ ડેમેજની પ્રક્રિયા ઝડપી બને છે અને DNAમાં ફરક પડે એટલે સ્પર્મના હેડમાં ફરક પડે છે.’
સ્પર્મ ક્વોલિટી ખરાબ હોય તો શું થાય? સ્પર્મ ક્વોલિટીના કારણે પ્રેગ્નન્સીમાં જ ફરક પડે કે પછી બાળક પણ ખોડખાંપણવાલું થઈ શકે? ડૉ. બાવીશી કહે, ‘દરેક જગ્યાએ અસર પડે જ. પણ નૉર્મલી કુદરતનું ક્વોલિટી મેન્ટેનન્સ ઘણું સારું છે. એટલે ઘણીવાર જો બાળકમાં કોઈ ખામી હોય તો કસુવાવડ જ થઈ જતી હોય છે. ભાગ્યે જ આવાં બાળકોનો જન્મ થઈ શકતો હોય છે. ગંભીર બીમારીવાળાં બાળકોનો જન્મ જ નથી થઈ શકતો. જો એવાં સ્પર્મ હોય તો એનું ફલન જ નથી થઈ શકતું અથવા તો એમનો જન્મ નથી થતો.’
શું હવે પુરુષોનો જન્મ થતો બંધ થઈ જશે? હમણાં એવો પણ રિપોર્ટ હતો કે સ્પર્મમાં Y ક્રૉમોઝોમ્સનું પ્રમાણ ઘટી રહ્યું છે. સ્પર્મમાં બે રંગસૂત્રો હોય છે, X અને Y. જો X ક્રૉમોઝોમ્સ સ્ત્રીના ગર્ભમાં જાય તો છોકરીનો જન્મ થાય અને Y ક્રૉમોઝોમ્સ જાય તો છોકરાનો જન્મ થાય. યાને કે દીકરો જન્મશે કે દીકરી, તેની જવાબદારી સંપૂર્ણપણે પુરુષની જ હોય છે, સ્ત્રીની નહીં. અને હવે આ રિપોર્ટ પ્રમાણે પુરુષોમાં રહેલા Y ક્રોમોઝોમ્સ પણ ઘટી રહ્યા છે! શું આ વાત સાચી? ડૉ. બાવીશી કહે, ‘ઘટી નથી રહ્યો, નાનો થઈ રહ્યો છે. નેચરલી X કરતાં Y ઓલરેડી નાનો જ હોય છે, એમાં પણ હવે સાઇઝમાં ઘટાડો થઈ રહ્યો છે. એટલે છોકરાઓનો જન્મ થતો બંધ જ થઈ જશે એવું ન કહી શકીએ, પણ સાઇઝમાં ચોક્કસપણે ઘટાડો થઈ રહ્યો છે એ ચિંતાજનક છે. એમાં પણ ઊંદરોમાં તો હમણાં એક રિપોર્ટ આવ્યો એ મુજબ Y ક્રૉમોઝોમ્સનો સંપૂર્ણ નાશ થઈ ગયો, છતાં એમનામાં નરનો જન્મ થાય છે. અશક્ય છે પણ થાય છે. જો કોઈ પ્રાણીમાં થાય તો સદીઓ પછી માણસોમાં થતું હોય છે. એટલે માણસોએ અચાનક ચિંતિત થવાની કોઈ જરૂર નથી.’