.
છોટાઉદેપુર જિલ્લામાં આવેલ છ તાલુકાઓની અંદર 9 જેટલી નદીઓ આવેલી છે. જેમાં ઘણી જગ્યાએ સરકારે રેતીની લિઝ ફાળવેલી છે. અને ઘણી જગ્યાએ ગેરકાયદેસર બે રોકટોક રેતી ખનન થઈ રહ્યું છે. જેના પરિણામ રૂપે નદીઓમાં હવે માત્ર રહેતી કાંકરા અને પથ્થરો રહ્યા છે. જે આવનારા સમયમાં સ્થાનિક પ્રજાને મકાનો બનાવવા રેતીની જરૂર પડશે તો ક્યાંથી લાવશે તેવી ચિંતા સ્થાનિક પ્રજામાં જોવા મળી રહી છે. પરંતુ આ બે રોકટોક રેતી ખનનના કારણે હવે ઓરસંગ સહિતની નદીઓમાં રેતીના થર ઘટી ગયા છે અને ચીકણી માટી આવતી હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જેના કારણે રાજ્ય તથા પર રાજ્યમાં જતી છોટાઉદેપુરની રેતી વેપારીઓ સ્વીકારતા નથી તે પણ લોકોના મુખે વાગોળાઈ રહ્યું છે. પરંતુ આખો હાથી પસાર થઈ ગયા પછી હવે તંત્ર દ્વારા કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર ઓરસંગ નદી સહિત જિલ્લાની નદીઓમાં તંત્ર દ્વારા લિઝ ફાળવવામાં આવી છે. પરંતુ ઘણી જગ્યાએ લિઝ ફાળવવામાન આવી હોય ત્યાં પણ બે રોકટોક રેતી ખનન થઈ રહ્યું છે. રાત્રીના સમયે મર્યાદાની બહાર ટ્રેક્ટરો નદીમાં ઉતારી દેવામાં આવે છે. લાઈટો બંધ કરી અને સફેદ રેતીનો કાળો કારોબાર તંત્ર ઉઠે ત્યારે સવાર સુધીમાં પૂર્ણ થઈ જાય છે. જે અંગે નદી કિનારા ઉપર વસવાટ કરતા લોકો ફરિયાદ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા રેતી ભરેલા 14 જેટલા વાહનો પકડી તંત્રએ સંતોષ માન્યો હતો. પરંતુ આખું આભ ફાટલું હોય તો થિંગડા કોણ મારે તેવો ઘાટ છે. રેતી માફિયાઓ નિશ્ચિત પણે જણાવી રહ્યા છે કે અમારું ઉપર સેટિંગ છે કોઈ કસું બગાડી સકવાનું નથી. તો એ ઉચ્ચ અધિકારીઓ માટે તપાસનો વિષય છે કે સેટિંગ ક્યાં છે?
છોટાઉદેપુર જિલ્લાની રેતી ગુજરાત રાજ્ય તથા પર રાજ્યોમાં વખણાય છે. અને મોટી માત્રામાં સપ્લાય થતી હોય છે. જેમાં હજારો ટન રેતી રાત્રીના સમયે બે નંબરમાં જતી હોવાની વાતો ચાલે છે. છોટાઉદેપુર નગરની આસપાસના વિસ્તારમાં જ્યાં રેતીની લિઝ બંધ છે. તો પણ ઓરસંગ નદીની આસપાસ સામે કિનારે ટ્રેક્ટરોમાં ભરાય છે. જે કોની મહેરબાનીથી એ પણ તપાસ થવી જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
રેતીને ચાળવા માટે પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં રેતી ખનીજ નો વેપલો ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે જ્યારે હવે રેતી ની જોઈએ તેવી કોલેટી જોવા મળતી નથી અને રેતીમાંથી માટી આવે છે જે કન્સ્ટ્રક્શનના કામો માટે કામ લાગે નહીં આ નીકળતી રહેતી ને બહાર પર રાજ્યમાં મોકલવા માં આવે ત્યારે ખાનગી એજેન્સી ઓ દ્વારા માલ રિજેક્ટ કરવામાં આવે છે અને માલ સ્વીકારવામાં આવતો નથી જેના કારણે હવે પર રાજ્યમાં રેતી મોકલવાની હોય તેના માટે જિલ્લામાં ઘણી જગ્યાએ રેતી ચાળવાના પ્લાન્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે. પરંતુ આ ચાળેલી રેતી રોયલ્ટી પાસ પરમીટ વાળી હોય છે કે કેમ કે તેમાં પણ બે નંબર નો માલ આવતો હોય છે એ પણ તપાસ કરવી જરૂરી છે
રેતીની પાણી નીતરતી ટ્રકોને કોઈ રોકતું ન હોવાથી આશ્ચર્ય હાલ ઓરસંગ નદીમાં પાણી હોઇ મસીનથી રેતીની ટ્રક ભરવામાં આવતી હોય છે. જેમાં રસ્તા ઉપરથી પાણી નીતરતી રેતીની ટ્રકો જતી હોય છે. જે માર્ગોને પણ નુકસાન પહોંચાડે છે. જેના કારણે સરકારને માર્ગ રિપેરિંગ કરવાનો ખર્ચ કરવો પડે છે. પરંતુ આ રેતીની પાણી નીતરતી ટ્રકોને કોઈ રોકતું નથી કે તેના ઉપર કાર્યવાહી કરી શકતું નથી. તે નવાઈ ભરી વાત છે.