સુરત
જાહેર
ગાર્ડનમાં કોમર્શિયલ ધોરણે યોગ,લાફીંગ ક્લબ ચલાવતા ત્રણેક જેટલા જુથ દ્વારા લાઉડ સ્પીકર્સ પર હો હોને
દેકારો મોર્નિંગ વોકર્સમાં વિરોધનો સુર
અડાજણના
જોગાણીનગર સ્થિત જ્યોતિન્દ્ર દવે ઉદ્યાનમાં આજે વહેલી સવારે લાઉડસ્પીકર પર
રાષ્ટ્રગીત વગાડયા બાદ પુષ્પાના ઉ અન્ટવામાં જેવા ગીતો પર એરોબિક્સ કરીને ધ્વનિ
પ્રદુષણ ફેલાવતા જુથના લોકો સામે અન્ય મોર્નિંગ વોકર્સ જુથ દ્વારા વાંધો ઉઠાવતા
હોબાળો મચી જવા પામ્યો હતો.જો કે જ્યોતિન્દ્ર દવે ઉદ્યાનને ફરી લોકાર્પણ કરાયા બાદ
બાગમાં કોમર્શિયલ ધોરણે ચલાવવામાં આવતા યોગ,લાફીંગ ક્લબ તથા કરાઓકે ગુ્રપ એમ ત્રણેક
જુથો દ્વારા લાઉડસ્પીકર પર નોઈસ ન્યુસન્સ ફેલાવાતા સ્વાસ્થ્યપ્રેમી સુરતીઓમાં રોષ
ફેલાઈ જવા પામ્યો છે.
છેલ્લાં
એક-દોઢ વર્ષ બાદ લાખો રૃપિયાના ખર્ચે પીપીપી ધોરણે નવપલ્લિત કરવામાં આવેલા અડાજણ જોગાણીનગર
સ્થિત જ્યોતિન્દ્ર દવે ઉદ્યાનને લોકાર્પણ કરવામાં આવ્યાના હજી ગણતરીના દિવસો જ શરૃ
થયા છે.તેવામાં છેલ્લાં કેટલાક દિવસોથી ગાર્ડનમાં કોમર્શિયલ ધોરણે ચલાવવામાં આવતા હોય
તે રીતે યોગ,લાફીંગ કલબ તથા કરાઓકે એમ અલગ અલગ ત્રણ-ચાર જુથ દ્વારા લાઉડસ્પીકરનો ઉપયોગ
કરીને ધ્વનિ પ્રદૂષણની માત્રાને સવારથી જ વધારી દેવામાં આવે છે.જેના કારણે શિયાળાના
પ્રારંભમાં જ સ્વાસ્થ્ય પ્રેમી સીનીયર સીટીઝન અને અન્ય મોર્નિંગ વોકર્સ માટે જ્યોતિન્દ્ર
દવે ઉદ્યાન એટલે મેરી આવાજ સુનોની સ્પર્ધાનું
સેન્ટર હોય તેવું બની રહ્યું છે.
અત્રે
નોંધનીય છે કે ઉદ્યાનની ગેટ પર જ નિયમ લખ્યો છે કે તમારા સેલફોનના અવાજથી સર્વને
ઉપદ્વવ ન થાય તેનું ધ્યાન રાખશો.પરંતુ બાગમાં વહેલી સવારથી જ ત્રણથી ચાર જુથ
દ્વારા સ્પીકર્સ સાથે મોટા અવાજે એરોબીક્સથી માંડીને હો હોને દેકારો કરીને
ન્યુસન્સ ફેલાવી મનની શાંતિ માટે મેડીટેશન કરતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ જવા
પામી છે.તાજેતરમાં નવા આવેલા એક જુથ દ્વારા લાઉડ સ્પીકર પર સૌ પ્રથમ રાષ્ટ્રગીત
વગાડયા બાદ પુષ્પાના ઉ ઉન્ટવામાંથી માંડીને ચીકની ચમેલી જેવા બાર ડાન્સમાં વાગતા
ગીતો જાહેર બગીચામાં વગાડી એરોબીક્સ કરવાનું શરૃ કર્યું હતુ.જેની સામે મોર્નિંગ
વોકર્સ જુથ દ્વારા અંદરખાનેથી વિરોધ ઉઠવા પામ્યો હતો.રાષ્ટ્રગીત લાઉડસ્પીકર પર
વગાડવાના કારણે અન્ય મોર્નિંગ વોકર્સ દ્વારા પોતાની ચાલવા,દોડવા કે કસરત કરવાની
ક્રિયાન થંભાવી દેવી પડે છે.કેટલાક સંજોગોમાં રાષ્ટ્રગીતની આમન્યા ન જળવાય તે રીતે
નિયત સમય ફાળવીને આવતા લોકોએ પોતાની કસરત ચાલુ રાખવાની મને કમને ફરજ પડે છે.આ અગાઉ
આ જુથના લોકોને અન્ય લોકોએ રાષ્ટ્રગીત વગાડયા બાદ વલ્ગર ગીતો પર એરોબિક્સ કરવા
સામે વાંધો ઉઠાવ્યો હતો.તેમ છતાં છેલ્લાં ત્રણ-ચાર દિવસોથી તેમની ઈત્તર પ્રવૃત્તિ
ન રોકતા મોર્નિંગ વોકર્સ જુથના લોકોએ ઉગ્ર
વિરોધ હોબાળો મચાવતા તેમના તબલા સારંગી બંધ કરવાની ફરજ પડી હતી.જો કે મોબાઈલ ફોનના
ઉપદ્રવનો નિયમ હોય તો બાગમાં સ્પીકર લાવીને અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરવા મથતા
આવા જુથો પર ધ્વનિ પ્રદુષણ ફેલાવવા સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.