વૉશિંગ્ટન1 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકન પ્રમુખ જો બાઈડેને પોતાનું પદ છોડે તે પહેલાં એક મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ બાઈડેને રશિયાના ઠેકાણાંઓ પર હુમલા કરવા માટે લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની યુક્રેનને મંજૂરી આપી છે. અમેરિકાએ ખુદ યુક્રેનને આ મિસાઈલો આપી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે અમેરિકી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે પશ્ચિમી રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં રશિયન અને ઉત્તર કોરિયાના હુમલાઓ સામે યુક્રેનિયન સૈન્યની રક્ષા માટે આ મિસાઈલોનો ઉપયોગ થઈ શકે છે.
ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ બાઈડેનના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પ 2.0 કેબિનેટમાં મોટો પ્રભાવ ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ટ્રમ્પ જુનિયરે બાઈડેનના નિર્ણય પર આકરી પ્રતિક્રિયા આપી છે. જુનિયર ટ્રમ્પે જણાવ્યું હતું કે મારા પિતાને શાંતિ સ્થાપવાની તક મળે તે પહેલાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. લશ્કરી ઔદ્યોગિક સંકુલ એ સુનિશ્ચિત કરવા માગે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થાય.
એટેક-ડેમ્સ: 12 કરોડની એક મિસાઈલ, રેન્જ 300 કિમી
- નિર્ણય: હવે યુક્રેન આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ (એટીએસીએમએસ)નો ઉપયોગ કરી શકશે. આ મિસાઈલનું ટૂંકું નામ એટેક-ડેમ્સ છે. હવે યુક્રેનને એટેક બટન મળી ગયું છે. પહેલાં કેમ નહીં: બાઈડેને અગાઉ અમેરિકન નિર્મિત એટીએસીએમએસ મિસાઇલો સાથે યુક્રેનને હુમલો કરવાની પરવાનગી આપી ન હતી કારણ કે તેમને ડર હતો કે યુદ્ધ વધુ વિકટ બનશે. પરંતુ હવે યુક્રેનને કુર્સ્કને લઈને તેને મંજૂરી આપવામાં આવી છે.
- રેન્જ કેટલી: એટેક-ડેમ્સ મિસાઈલ સિસ્ટમ જમીનથી હુમલો કરનાર બેલેસ્ટિક મિસાઇલ છે. આ મિસાઈલ 300 કિમી (186 માઇલ) દૂર સુધીના ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. મિસાઈલની કિંમત અંદાજે 12.66 કરોડ રૂપિયા છે.
- મિસાઈલની ખાસિયત: અમેરિકી ડિફેન્સ કંપની લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવેલી આ મિસાઇલોને ટ્રેક એમ-270 મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ (એમએલઆરએસ) અથવા વ્હીલવાળી એમ-142 હાઇ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ (હિમરાસ)થી છોડવામાં આવે છે.
- શા માટે ઘાતક: આ મિસાઇલો ખાસ રોકેટ પ્રોપેલન્ટ દ્વારા સંચાલિત હોય છે અને તેની ગતિ પણ વધારે છે. હવામાં તેની અટકાવવી ઘણી મુશ્કેલ છે.
- ડબલ વોરહેડ મોડઃ આ મિસાઈલનો ઉપયોગ 2 અલગ-અલગ પ્રકારના વોરહેડ્સ સાથે થઈ શકે છે.
- પ્રથમ ક્લસ્ટર : સેંકડો બોમ્બલેટ્સ ધરાવે છે, જે વિશાળ વિસ્તારમાં હળવાં સશસ્ત્ર વાહનો અને ટાંકીઓનો નાશ કરવા માટે છે. તેમાં પાર્ક કરેલ એરક્રાફ્ટ, હવાઈ સંરક્ષણ અને સૈનિકોનો જમાવડો સામેલ હોઈ શકે છે.
- બીજું સિંગલ વોરહેડ: 225 કિગ્રા ઉચ્ચ વિસ્ફોટક સંસ્કરણ – સખત સુવિધાઓ અને મોટા માળખાને નષ્ટ કરવા માટે રચાયેલ છે.
- પહેલાં ક્યારેય ઉપયોગ થયો : અમેરિકા ઘણા દાયકાઓથી આ મિસાઈલનો ઉપયોગ કરી રહ્યું છે. 1991ના ગલ્ફ વોરમાં પહેલીવાર તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે અમેરિકાએ તેનો ઉપયોગ ડેઝર્ટ સ્ટોર્મ અભિયાનમાં ઈરાક સામે કર્યો હતો.