સ્પોર્ટ્સ ડેસ્ક52 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીનો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે બંગાળની ટીમમાં સમાવેશ કર્યો છે. ઈજામાંથી સાજા થયા બાદ, શમી લગભગ એક વર્ષ પછી રણજી ટ્રોફીમાં મેદાન પર પરત ફર્યો હતો. આ ટુર્નામેન્ટ 23 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. બંગાળની પ્રથમ મેચ પંજાબ સામે થશે.
આ વખતે સુદીપ ઘરમી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળની ટીમની કેપ્ટનશિપ કરશે. જ્યારે રણજી ટ્રોફીમાં આગેવાની અનુસ્તુપ મજુમદારે સંભાળી હતી.
શમીએ મધ્યપ્રદેશ સામે 7 વિકેટ ઝડપી શમી ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને રણજી ટ્રોફીમાં લગભગ એક વર્ષ બાદ મેદાન પર પરત ફર્યો હતો. કમબેક દરમિયાન તેણે મધ્યપ્રદેશ સામે પ્રથમ ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ મેચ પછી એવી આશા હતી કે શમીને પણ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા બોલાવવામાં આવશે પરંતુ તેમ થયું નહીં.
બંગાળ ટીમઃ સુદીપ ઘરમી (કેપ્ટન), મોહમ્મદ શમી, અભિષેક પોરેલ (વિકેટકીપર), સુદીપ ચેટર્જી, શાહબાઝ અહેમદ, કરણ લાલ, હૃતિક ચેટર્જી, ઋત્વિક રોય ચૌધરી, શાકિર હબીબ ગાંધી (વિકેટકીપર), રણજોત સિંહ ખૈરા, પ્રયાણી રેવ બર્મન, અગ્નિવ પેન (વિકેટકીપર), પ્રદીપ પ્રામાણિક, સક્ષમ ચૌધરી, ઈશાન પોરેલ, મોહમ્મદ કૈફ, સૂરજ સિંધુ જયસ્વાલ, સયાન ઘોષ, કનિષ્ક સેઠ, સૌમ્યદીપ મંડલ.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઈનો શ્રેયસ અય્યર કેપ્ટન શ્રેયસ અય્યર ડોમેસ્ટિક T-20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25માં મુંબઈની કેપ્ટનશિપ કરશે. આ માટે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA) એ 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. મુંબઈની પ્રથમ મેચ ગોવા સામે છે.
મુંબઈ ટીમઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), પૃથ્વી શો, અંગક્રિશ રઘુવંશી, જય બિસ્તા, અજિંક્ય રહાણે, સિદ્ધેશ લાડ, સૂર્યાંશ શેડગે, સાઈરાજ પાટીલ, હાર્દિક તામોર (વિકેટકીપર), આકાશ આનંદ (વિકેટકીપર), શમ્સ મુલાની, હિમાંશુ સિંહ, તનુષ કોટિયન, શાર્દૂલ ઠાકુર, મોહિત અવસ્થી, રોયસ્ટન ડાયસ અને જુનેદ ખાન.