દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજમાં લોકપ્રિય ડીજે રોકી સ્ટારના ધંધાને ટાર્ગેટ કરતાં વિવાદ વકર્યો છે. વસાવાએ ડીજે રોકી સ્ટાર પર આરોપ લગાવ્યો કે તે તેની સેવાઓ માટે આદિવાસી સમાજના લોકો પાસેથી 1.50 લાખ રૂપિયા લે છે અને આ આર્થિક બોજ લોકો પર
.
શું હતું મુદ્દો? 15મી નવેમ્બરથી નવસારી જિલ્લાના ચીખલી ખાતે રાષ્ટ્રીય આદિવાસી મેળો યોજાયો હતો, જેમાં અલગ અલગ પક્ષના આગેવાનોએ આવીને આદિવાસી યુવાનોમાં વેપાર ઉદ્યોગ અંગે જાગૃતિ આવે તે માટે જાગૃત કર્યા હતા, જેમાં એક દિવસ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા હતા, જેમણે સ્ટેજ પરથી ભાષણ આપતી વખતે આદિવાસી સમાજના ડીજે રોકી સ્ટારને ધમકી આપતા કહ્યું હતું કે, તમે પણ જે દોઢ લાખ રૂપિયા વસૂલ કરો છો, તે લેવાનું બંધ કરો, નહીં તો અમે તમારા વિરોધમાં ઉતરીશું, આ મુદ્દે આજે વાંસદા ખાતે યોજાયેલા ભાજપના સ્નેહમિલન ખાતે વલસાડના સાંસદ ધવલ પટેલે ધારાસભ્યની આ ચીમકીનું ખંડન કર્યું હતું.
સાંસદે ધારાસભ્યની નીતિ પર ઉઠાવ્યા સવાલ વલસાડના સાંસદ ધવલ પટેલે ચૈતર વસાવાના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આદિવાસી યુવાનોને ઉદ્યોગધંધામાં પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકતા કહ્યું કે, “આદિવાસી યુવાન જે પોતાની મહેનત અને કુશળતા દ્વારા આગળ વધી રહ્યો છે, તેને રોકવું આદિવાસી સમાજના વિકાસને રોકવાના સમાન છે. આવું વ્યાપક વિકાસમાં વિઘ્ન છે અને આપણે આવા યુવાનોને કોઈપણ ધંધા ઉદ્યોગમાં સહકાર આપવું જોઈએ ન કે અડચણરૂપ બનવું જોઈએ.
રોજગાર વિવાદ કે રાજકીય પ્રેરણા? ટ્રાયબલ ટ્રેડ ફેરમાં આદિવાસી યુવાનો માટે રોજગારીના વિધાન રજૂ કર્યા બાદ ડીજે રોકી સ્ટાર જેવા લોકપ્રિય યુવાનના વિરુદ્ધ આ પ્રકારની ટિપ્પણીઓ ધારાસભ્યના રાજકીય એજન્ડાની રીતે જોવામાં આવી રહી છે. ધવલ પટેલે વસાવાની આ પ્રવૃત્તિને ‘વિરોધની રાજનીતિ’ ગણાવી છે. ડીજે રોકી સ્ટાર જેવા યુવાનોને આપણે પ્રોત્સાહન આપવાની જરૂર છે, ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા રોકવા વાળો કોણ છે? તેવી વાત કહી ધારાસભ્યની વાતને સાંસદે સખત શબ્દોમાં વખોડી છે.
યુવાઓને ઉદ્યોગમાં આગળ વધવા દેવા જોઈએ ડીજે રોકી સ્ટાર સાંસદ ધવલ પટેલે અને રાજ્યની ભાજપ સરકાર બંનેએ ડીજે રોકી સ્ટારના ઉદ્યોગને ટેકો આપવાનો વચન આપ્યું છે. પટેલે ઉમેર્યું કે, “આદિવાસી યુવાનોને ઉદ્યોગમાં આગળ વધવા દેવા જોઈએ. જેઓ આદિવાસી સમાજના ઉન્નતિના માર્ગમાં અવરોધ ઊભા કરે છે, તેમના માટે કડક વલણ અપનાવવું પડશે.”