મોચીનગર શેરી નંબર-6માં રહેતાં જોહરાબેન હાસમભાઈ આમદાણી (ઉ.વ.60) નામનાં વૃદ્ધાએ ગઈકાલ સાંજનાં પોતાનાં ઘરે ફિનાઈલ પી લેતાં તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મૃતક વૃદ્ધા માનસિક બીમાર હતા, જેની
.
5 દિવસ પહેલાં ઝઘડો કરી મારવા દોડતાં ત્રીજાં માળેથી કૂદી ગઈ નવા થોરાળા રામનાથપરા નગરમાં રહેતાં દુર્ગાબેન પ્રવીણભાઈ ઠુંમર (ઉ.વ.30) ગત 15મી એ સવારનાં પોતાના ઘરે હતા ત્યારે તેનાં પતિએ માથાકૂટ કરી તેની પાછળ મારવા દોડતાં તેણી બિલ્ડિંગના ત્રીજાં માળેથી કૂદી ગઈ હતી. ગઈકાલે તેણી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ છે જ્યાં તેની સારવાર હેઠળ છે. આ બનાવ અંગે દુર્ગાબેને જણાવ્યું હતું કે, તેણીનો પતિ પ્રવિણ અવારનવાર ઝઘડો કરતો હતો અને તે નશો કરવાની ટેવ ધરાવે છે. પાંચેક દિવસ પહેલાં ઝઘડો કરી મારવા દોડતાં તેણી ત્રીજાં માળેથી કુદી ગઈ હતી.
સારવાર માટે રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવી જામખંભાળિયાના કોલવા ગામે વાડી વિસ્તારમાં પરબતભાઈની વાડીએ રહી ખેત મજૂરી કરતાં પિન્કીબેન રમેશભાઈ વાઘેલા (ઉ.વ.30) નામની પરિણીતા ગઈકાલ સવારે વાડીએ રસોઈ બનાવતી હતી ત્યારે અચાનક આંચકી ઉપડતા પડી ગઈ હતી અને ચૂલાની જાળ પહેરેલ કપડામાં અડી જતાં તેણી દાઝી ગઈ હતી. ત્યારબાદ સારવાર અર્થે તેણીને જામ ખંભાળિયા સરકારી હોસ્પિટલ બાદ જામનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે જ્યાં સારવાર હેઠળ છે.