બૃહદ કચ્છના પાટીદાર સમાજના બે પરિવારો માદરે વતન નખત્રાણા તાલુકાના વેસલપર ગામે લગ્ન પ્રસંગ પતાવી પોતાની અલગ-અલગ બે કારમાં સવાર થઈ પરત મહારાષ્ટ્રના ડોમ્બિવલી જતા હતા. ત્યારે આજે પરોઢે 5.30 વાગ્યાના અરસામાં ભરુચના દોરા ગામ પાસેના દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ
.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્રના ડોમ્બિવલી ખાતે રહેતા અને કોન્ટ્રાકટરનું કામ કરતા આ કેસના ફરિયાદી અરવિંદ સામજી પટેલ તેમની અર્ટિકા કારથી પરત મહારાષ્ટ્ર જતા હતા. ત્યારે તેમના નાના ભાઈ અશોક પટેલની આગળ ચાલતી અન્ય અર્ટિકા કાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામ પાસેના એક્સપ્રેસ હાઇવે પરથી આગળ વધી રહી હતી. ત્યારે તે કારને ચલાવનાર ભત્રીજા નિર્મિતે રોંગ સાઈડથી ટ્રકને ઓવરટેક કરવા જતા તે કાર ટ્રકની પાછળના બમ્પર સાથે ટકરાઈને બેકાબુ બની ગઈ હતી અને ખાલી સાઈડની રેલીંગ સાથે ટકરાઈને પલટી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત કાર પલટીને ચોથા ટ્રેક પર આવી ચડતા તેનાથી બચવા ફરિયાદીની કાર ડિવાઈડર સાથે અથડાઈ પડી હતી.
ત્રિપલ અકસ્માતમાં પલટી ગયેલી કારમાં સવાર અરવિંદભાઈના નાના ભાઈ અશોક પટેલ, ભાભી નિષાબેન પટેલ, ભત્રીજા નિર્મિત અને જીતને હળવાથી ભારે પ્રકારની ઇજા પહોંચી હતી. ઘાયલોને હાઇવે પેટ્રોલિંગની મદદથી એમ્બ્યુલન્સ મારફતે આમોદ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 25 વર્ષીય નિર્મિત અને 45 વર્ષીય નિષાબેનનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે આમોદ પોલીસે નિર્મિત પટેલ સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. માતા-પુત્રના કરુણ મૃત્યુ થતા કચ્છ સાથે મુંબઇ વસતા પાટીદાર સમાજમાં શોકની લાગણી ફેલાઇ છે.