પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર જગાણા ત્રણ રસ્તા નજીક સોમવારે વહેલી સવારે પાલનપુર તાલુકા પોલીસની ટીમે 6 ટ્રકો રોકી 93 ભેંસોને કતલખાને જતી બચાવી હતી. ઝડપાયેલા 10 શખ્સોને મંગળવારે મામલતદાર સમક્ષ જામીન લેવાયા હતા. અને ફરાર 2 આરોપીઓને ઝડપી લેવા ટીમ રવાના થઇ હત
.
પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર જગાણા ત્રણ રસ્તા નજીક સોમવારે વહેલી સવારે પાલનપુર પોલીસની ટીમે 6 ટ્રકો રોકી 93 ભેંસોને કતલખાને જતી બચાવી હતી. ઝડપાયેલા નાસીરખાન ગુલઝારખાન મોગલ (રહે વરવાડા તા.ઊંઝા), સાબીરખાન ઉસ્માનખાન બલોચ (રહે સિંધીવાસ ઇશાકપુરા તા.સતલાસણા), નૂરમહંમદ ખ઼ુદાબક્ષ બલોચ (રહે સામે તા.સમી હાલ રહે.ખેરાલુ), મોસીનખાન હુસેનખાન બલોચ (રહે. ખેરાલુ જી.મહેસાણા), રમેશજી અનારજી ઠાકોર (રહે. નેદરા તા.સિદ્ધપુર), માહિરખાન હબીબખાન બલોચ (રહે સિહોરી તા.કાંકરેજ), સદ્દામહુસેન તાલીમભાઈ સોલંકી (રહે.બડાપુરા તા.ડીસા), મહંમદઅલી ઈસ્માઈલઅલી શેખ (રહે. ગવાડી કબ્રસ્તાનની બાજુમાં ડીસા), હૈદરખાન રાજેખાન બલોચ (રહે. મુમનવાસ તા સિદ્ધપુર),સાદીકભાઈ મુજફરભાઈ કુરેશી (રહે. મુમનવાસ તા.સિદ્ધપુર)ને મંગળવારે મામલતદાર સમક્ષ જામીન લેવાયા હતા.તેમજ ફરાર આરોપી ઈદ્રીશભાઈ જાલોરી (રહે. સિધ્ધપુર) અને નાસી જનાર હોન્ડા સિટી કારના ચાલકને ઝડપી લેવા માટે પાલનપુર પોલીસની ટીમ રવાના થઇ હતી.