– જીવનશૈલી
બદલાવાની લીધે પાઇલ્સ એટલે કે મસાની તકલીફની સમયસર સારવાર નહીં કરાવે તો જીવ પણ
જવાની શક્યતા
સુરત :
આજના
યુગમાં બદલાતી જીવનશૈલીના લીધે ઘણી બીમારીમાં વ્યક્તિઓ સપડાય રહ્યા છે. જેમાં
પાઇલ્સ એટલે કે મસા થવાની તકલીફ પણ બાકી નથી. જોકે પાઈલ્સની તકલીફ હોય તો
વ્યક્તિને ગુદાના ભાગે નસો ફુલી જવાથી લોહી નીકળે કે તકલીફ થતી હોય છે. આ
બીમારીમાં સુરત શહેરમાં અંદાજિત ૭૦ હાજર
વ્યક્તિઓ પીડાતા હશે. આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે દર વર્ષે ૨૦મી નવેમ્બરને
વર્લ્ડ પાઇલ્સ ડે તરીકે જાહેર કરવામાં આવેલ છે.
લાઈફ
સ્ટાઈલ બદલાવી જેવી કે, વધારે ફાસ્ટ ફૂડ ખાવું, વધારે વજન ઊંચકવું, કસરત નહીં કરવી, પાણી ઓછું પીવું, ટેન્શનમાં રહે, કબજિયાત થવા સહિતનાને લીધે પાઈલ્સની
તકલીફ થઈ શકે છે એટલે કે, સંડાસ કરતા સમયે મળમાર્ગેથી
રકતસ્રાવ થવો, દુઃખાવાનો અનુભવ થવો,તેમજ
મળત્યાગ સમયે સોજો,ગુદાના ભાગે ગાંઠ જેવુ થાય સહિતની તકલીફ
થાય છે. ઘણી વખત દૂખાવો નથી થતો પણ
મળત્યાગ બાદ લોહી પડવા લાગે છે અને સંડાસ જવા છતા થોડો મળ પેટમા રહી જતો હોય એમ
લાગે છે અને સંતોષની લાગણી નથી થતી. જોકે ૧૮ વર્ષથી વધુ ઉમંર ધરાવતા વ્યકિતઓને આ
બિમારી થઇ શકે છે. જોકે સુરત શહેરમાં અંદાજીત ૫૦ હજારથી ૭૦ હજાર વ્યકિતઓ આ બિમારી
પીડાતા હોવાની સકયતા છે. એવુ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના ડો. દેવેન્દ્ર
ચૌધરીએ કહ્યુ હતું.
આવા લક્ષણો ધરાવતા દર્દીઓને શરમ અને સંકોચવશાત
હોય છે. જેથી તેઓ નિષ્ણાત ડોકટરને બતાવવાનુ ટાળતા હોવાથી ચોકકસ નિદાન થઇ શકતુ નથી.
જોકે સમયસર સારવાર લેતા ન હોવાથી લોહી નીકળવાથી તકલીફ થાય, જોકે હિમોગ્લોેબીન ઓછુ
થાય તો, તો તે વ્યકિતને જલ્દી થાક લાગે, અશક્તિ આવે, જેવી તકલીફમાં વધારો થાય છે. સમયસર
સારવાર નહી લેવાથી લોહીનં પ્રમાણ લાંબાગાણે ઓછુ થવાથી જીવ પણ જવાની સકયતા છે. જોકે
સમયસર સારવાર માટે આવે તો દવાથી સાજા થાય છે. સારવાર માટે મોડા આવે તો ઓપરેશન કરવુ
પડે છે.એવુ વધુમાં ડો.ચૌધરીએ જણાવ્યું હતું.
–
લીલા
શાકભાજી અને ફુટ વધુ ખાવા જોઇએ
આજના
યુગમા વ્યક્તિએ લાઇફ સ્ટાઇલ બદલવી જોઇએ, લીલા શાકભાજી અને ફુટ વધુ ખાવુ, પાણી
વધુ પીવુ એટલે કે દિવસમાં ઓછામાં ઓછુ ૩થી૪ લીટર પાણી પીવુ જોઇએ,મેદાવાળી વસ્તુઓ નહી ખાવુ, પુરતુ ઉંધ લેવી, નિયમિત કસરત કરવી, જંકફુંડ કે ફાસ્ટ ફુડ ખાવુનું
ટાળવુ સહિતના લીધે કબજીયાત કે પાઇલ્સ થવાની સકયતા ધટી જાય છે.